Book Title: Kalpasutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
આ ભવનના પ્રવેશ દ્વારે, મંગળસૂચક સુવર્ણમય કળશે, સુંદર ગોઠવવામાં આવ્યાં હતાં, ને તેમાં કમળો શેભી રહ્યાં હતાં.
સુવર્ણમય દોરીઓમાં પરોવાએલ મણિ અને મોતીની મનેહરમાળા, દ્વારની દિવ્ય શેલા પ્રદીપ્ત કરી રહી હતી. તે ભવન સુગંધિત સુંદર ફલેની સમાન મૃદુલ, ઘણી સુંવાળી સારી બનાવટવાળી શખ્યા વડે શેભી રહ્યું હત અને લોકોના ચિત્તને આકર્ષણ કરનાર અને મનને રંજન કરનાર હતું.
કપૂર, લવીંગ, મલયાગિરિનું ચંદન, કૃષ્ણુગુરુ, કુદ્રુક્ક, લોબાન, અથવા ઉત્તમ ધૂપ વગેરેની સુગંધથી આ મહેલ મધમધી રહ્યો હતો. અત્યંત સુગંધિત પદાર્થો દ્વારા, શરીરને ઉત્કૃષ્ટ પૌદૂગલિક સુખ ઉપસ્થિત થતું હતું.
મહિ- રત્નોના પ્રકાશથી, અંધકાર, તે મહેલમાં પ્રવેશ કરી શકતું નહિ. સળગાવેલ ધૂપની ઉઠેલા ધુમ્રપટલો મેઘ-વાદળ-સમાન મનહર દીસતાં હતાં. વિચિત્ર લાલમણિઓના ઝળઝળાટથી, વિદ્યુત-સમાન શેભા ઉઠી આવતી હતી.
મૃદંગના ધ્વનિથી મયૂરે પણ નાચી ઉઠતાં હતાં. આ ધ્વનિથી મને, મેઘરાજાના આગમનની બ્રમણ થઈ આવતી.
ચંદ્રમાની કિરણોના સંગવડે ચંદ્રકાંત મણિયોથી જળ ઝરી રહ્યું હતું. આ મહેલની સઘળી શોભા દેવવિમાનોની શોભા અને ઋદ્ધિનું પ્રદર્શન કરતી હતી. આ મહેલ સઘળી હતુઓમાં સુખજનક હતે. અચિંત્ય ઋદ્ધિ અને વૈભવથી સંપન્ન હતો અને ઉત્કૃષ્ટ પુણ્યશાળી જીવને નિવાસ યોગ્ય અને શ્રેષ્ઠ હતે.
રાજા સિદ્ધાર્થના આ રાજભવનમાં ત્રિશલાદેવી, સુખપૂર્વક શયન કરી રહ્યાં હતાં. આ શા કેવા પ્રકારની હતી તેનું વર્ણન આ પ્રમાણે છે.
અને પડખે માથ અને પગ તરફ, લોહિતાક્ષ રત્નોના તકીયા મૂકવામાં આવ્યાં હતાં. આ ઉપરાંત સુવર્ણ અંકિત ગાલમસૂરીયા પણ ગોઠવવામાં આવ્યા હતાં. શય્યા, શરીર પ્રમાણ હતી. શિર અને પગ તરફના ભાગે, ઉંચા હતાં, ને વચલો ભાગ જરા નીચા જેવો હતો. જેમ ગંગાનદીના કિનારાની વાળમાં પગ મુકતાં જ પગ નીચે ધસી જાય છે તે જ પ્રકારે તે શય્યા ઉપર પણ પગ ધસી જતાં હતાં.
આ શય્યા પર ભરતકામવાલા રેશમી વસ્ત્રો આચ્છાદિત હતાં. આ શય્યા, અસ્તર-(આચ્છાદક વસ્ત્ર), મલક(પાથરવાનો વસ્ત્ર), નવત-(પાથરવાનો ઊની વસ્ત્ર) કુસક્ત-(એક પ્રકારના પાથરવાનો વસ્ત્ર), લિંબ-(ઘેટાના બચ્ચાની ઊનને વસ્ત્ર), તથા સિંહ કેશર-(ગાળીચા)થી યુક્ત હતી. આ “મુલાયમતાનું ધૂળના રજકણ સામે રક્ષણ કરવા, એક સુંદર વસ્ત્ર પાથરવામાં આવતું. તેની પર મચ્છર આદિ જીવજંતુથી રક્ષણ મેળવવા એક મચ્છરદાની રહેતી.
આ મચ્છરદાની, ચર્મવસ્ત્ર જેવી કે મલ, કપાસના રૂ જેવી સુવાલી, બૂર નામક વનસ્પતિ જેવી મુલાયમ ચલકાટવાળી, માખણ જેવી પિચા સ્પર્શવાળી હતી.
આ કાપડ, જેવા માત્રથી પ્રમોદ કરવાવાળું, નેત્રને એકાકાર કરવાવાળું, અને દર્શનીય હતું.
આવી સુખમય શય્યામાં સૂતેલી ત્રિશલા રાણીએ મધ્યરાત્રિએ, અર્ધનિદ્ર અવસ્થામાં, ઉદાર કલ્યાણમય શિવ સુખકારી, મંગલમય, હિતકર, પ્રીતિકર એવા ચૌદ સ્વપ્નો જોયાં, તેને નામ નીચે પ્રમાણે–
શ્રી કલ્પ સૂત્ર: ૦૧
૧૨૨