Book Title: Kalpasutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ટકાને અર્થસ ઈત્યાદિ. શકેન્દ્ર દેવરાજે મનથી નકી કર્યું કે-“ અહત, ચક્રવતી, બળદેવ અને વાસુદેવ, નિશ્ચયપણે શુદ્રકુળોમાં, અધમકુળમાં, તુચ્છ અને અલ્પ પરિવારયુક્ત કુળમાં, જાતિ, ધન વિગેરેથી હીન કાળમાં, દીન-શેકગ્રસ્ત કુળોમાં, વંશપરંપરાગત રોગિષ્ઠ કુળમાં, કુટિલ અને વંચક કુળમાં, નિર્ધન અને કંજૂસ કુળમાં, ભિખારી અને બ્રાહ્મણ કુળમાં જન્મ નહિ.
શ્રી શ્રમણ ભગવાન મહાવીરની બાબતમાં બન્યું તે તે એક અકલ્પનીય ઘટના બની ગઈ, અને તેનું કારણ એ કે નીચગેત્રરૂપ બાંધેલાં કર્મોની સ્થિતિને ક્ષય ન થયે, રસનું વેદન નથી થયું, તે કર્મો ભગવ્યા નહિ હોય તેથી નિર્જરા થઈ નથી, એમ આ ઉપરથી ફલિત થાય છે.
આવા સર્વોત્તમ પુરુષને જન્મ નીચે વર્ણવાએલ કુળમાં જ હોવો જોઈએ.
(૧) ઉગ્નકુળ-ભગવાન ઋષભદેવે, જ્યારે વર્ણ રચના કરી, ત્યારે “રક્ષક” તરીકે જે જે ક્ષત્રિયોને નિયુક્ત કરવામાં આવ્યાં હતાં, તે ક્ષત્રિયોના કુળ “ ઉગ્રકુળ” તરીકે ઓળખાય છે.
(૨) ભેગકુળ-ભગવાન કષભદેવ દ્વારા “ગુરુ તરીકે સ્થાપિત થયેલ ભગ’ નામના ક્ષત્રિયકુળ ભોગકુળો તરીકે ઓળખાય છે.
(૩) રાજ કુળ-મિત્ર તરીકે જે જે ક્ષત્રિયોને મુકરર કરવામાં આવ્યાં હતાં, તેઓના કુળો “રાજન્યકુળ” કહેવાય છે. (૪) ઈવાકુકુળ-આ નામથી પ્રસિદ્ધ થયેલ એક ક્ષત્રિયકુળ જે ભગવાન ત્રષભદેવનું કુળ હતું તે
(૫) હરિવંશકુળ-કઈ એક વેરભાવવાળા દેવ, હરિવર્ષ ક્ષેત્રમાં રહેલ એક યુગલને ભરતભૂમિ પર લઈ આવ્યો. આ યુગલ’ અહિં જ સ્થાઈ રહી ગયું. તેને વંશ હરિવંશકુળ ગણાય છે.
(૬) જ્ઞાતકુળ-ઉદાર ચિત્તવાળા ક્ષત્રિય કુળ.
(૭) વિશુદ્ધ જાતિકુળ-વિશુદ્ધજાતિ એટલે માતૃપક્ષ, વિશુદ્ધકુળ એટલે પિતૃપક્ષ, એવા સંયુક્ત વિશુદ્ધિવાળા કુળ “વિશુદ્ધાતિકુળ” તરીકે ઓળખાય છે.
શ્રી કલ્પ સૂત્ર: ૦૧
૧૧૮