Book Title: Kalpasutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
શ્રી જિનેન્દ્રદેવની સ્તુતિઓ શીખવતી હતી. ભાવાર્થ એ છે કે જ્યારે પોપટના બચ્ચાંઓને પણ અહત ભગવાનની સ્વતિઓ શીખવાતી તે માનવ-બાળકનું તો કહેવું જ શું! ત્યાં દરેક ઘરમાં જેનધર્મનાં સંસ્કાર વ્યાપ્ત હતા અને બાળકોને પણ જિનસ્તુતિઓ શીખવવામાં આવતી હતી. મધ્યાહકાળે સૂર્ય તે ક્ષત્રિયકુંડગ્રામ નગરીની શોભા જોવાની ઇચ્છાથી ક્ષણવાર જાણે કે થંભી ગયો હોય, એવું લાગતું. રાજાના મહેલ પર ફરકતી ધજા અમરાવતી નામની દેવનગરીને તિરસ્કૃત કરતી હોય એવું લાગતું. મધુ વડે સિંચિત દ્રાક્ષના જેવાં મધુર સ્વરોથી ગાતી નગરની સ્ત્રીઓ કિન્નરીઓને પણ શરમાવતી હતી, કારણ કે તેમનાં ગીત કિન્નરીઓ કરતાં પણ વિશિષ્ટ હતાં. ૨ |
સિદ્ધાર્થરાજવર્ણનમ્
મૂળ અર્થ–“સત્ય” ઈત્યાદિ. તે ક્ષત્રિયકુંડગ્રામ નામની નગરીમાં સિદ્ધાર્થ નામના રાજા રાજ્ય કરતા હતાં, તેઓ દાન દેવામાં કુબેર સમાન અને શૂરતામાં વાસુદેવ સમાન હતાં. પ્રજાનું પિષણ કરનારા, સ્વદારસંતેષી, નીતિનું પાલન કરનારા, માનના ધણી, દયાળુ, શીલથી શુભતા, દ વિનાના અને ઉત્તમ પુરુષની સેવા કરવાને સમર્થ હતાં. રાજા સિદ્ધાર્થના અમલમાં ફક્ત રાજહંસ જ સરળ હતા, એટલે કે સર–તળાવમાં ગમન કરનારા હતા, ચન્દ્રમા જ દોષાકર હતા એટલે કે દેવારાત્રિ કરનાર હતો. ભમરાઓ જ મધુ-૫ હતાં એટલે કે પુને મધુ-રસ પીનાર હતાં. સર્ષે જ દ્વિજિ વ હતાં એટલે કે બે જીભવાળાં હતાં. દીપક જ નિઃસ્નેહ હતાં એટલે કે નેહ-તેલથી વજિત હતાં. શત્રુઓનાં હદયરૂપી વને જ ભયના સ્થાને હતાં અને ગીધે જ માંસભક્ષક હતા. એમના સિવાય કોઈ સરોગ (રોગી), દોષાકર (દેની ખાણ ) મધુપ (મદ્યપાન કરનાર), દ્વિજિહવ (ચાડી ખાનાર), સ્નેહ (પ્રેમ) થી વજિત, ભયસ્થાન અને માંસભક્ષક ન હતું. | સૂ૦ ૩ ll
ટકાને અર્થ—‘ત ઇત્યાદિ. તે ક્ષત્રિયકુંડ ગ્રામ નામની નગરીમાં સિદ્ધાર્થ રાજા રાજ્ય કરતાં હતાં. તેઓ ધન અને ૨નું દાન કરવામાં કુબેર જેવાં અને પરાક્રમ બતાવવામાં વાસુદેવ જેવાં હતાં. તેઓ પ્રજાનું પિષણ કરનારા હતાં, સ્વદારસંતેષી હતાં, સુનીતિનું પાલન કરતાં હતાં, સ્વધર્મના અભિમાનરૂપ ધનથી સંપન્ન હતાં, કણાવાળા હતાં, સદાચારના આભૂષણથી શોભતાં હતાં અને શ્રેષ્ઠ જનની સેવા કરવામાં નિપુણ હતાં. આ વિષયમાં કેટલાક વિરોધાભાસ અલંકાર બતાવે છે-મહારાજા સિદ્ધાર્થના રાજ્યશાસનમાં ફકત રાજહ સે જ “સરોગ” એટલે કે સરતળાવમાં ગ-ગમન કરનારા હતાં, બીજું કોઈ પણ સરોગ એટલે કે રોગી ન હતું. ફકત ચન્દ્રજ દોષાકર હતો એટલે કે દેષા–રાત્રિ કર—કરનાર હતો, બીજું કોઈપણ દોષાકર એટલે કે દેની ખાણ ન હતું. ફકત ભમરાઓ જ મધુ-૫ એટલે પુષ્પરસ પીનારા હતા. બીજું કઈ મધુપ એટલે કે મદ્યપાન કરનાર ન હતું, સર્પો જ દ્વિ-જિહવ એટલે બે જીવાળા હતા બીજું કોઈ દ્વિજિહવ એટલે કે ચાડીખોર ન હતું. ફકત દીપક જ નિઃસ્નેહ એટલે કે જેનું તેલ ખાલી થઈ જાય તેવા હતા, બીજું કઈ નિઃસ્નેહ (પ્રેમહીન) ન હતું. શત્રુઓના હૃદય-વને જ ભયના સ્થાને હતાં એટલે કે શત્રુઓના હદયમાં જ ભય હતો બીજે કઈ સ્થળે ભય ન હતો. ત્યાં ગીધે જ માંસાહારી હતા અન્ય કોઈ પણ માંસાહારી ન હતું. (સૂ) ૩)
શ્રી કલ્પ સૂત્ર: ૦૧
૧૦૪