Book Title: Kalpasutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સમસ્ત ભવ્ય જીવોને માટે શિરોધાય છે.
પુરુષવરગંધહસ્તી-સર્વ હાથીઓમાં ગંધહસ્તી શ્રેષ્ઠ ગણાય છે. કારણ કે તેનામાં એવી ગંધ પ્રસરિત હોય છે કે ઘણા માઇલો સુધી તેની ગંધ જાય છે. આ ગંધમાં પણ એક પ્રકારનું “ઓજસ હોય છે, જે ઓજસને ફક્ત પ્રાણીઓ જ ઓળખી શકે. તે “ઓજસ' ના પ્રતાપે કોઇ પણ પ્રાણી તેની પાસે આવી શકતું નથી. ગંધહસ્તીને સિંહ પણ વિદારી શકે નહિ. તેમ ભગવાન પણ સર્વ પ્રકારના માનવ સમૂહમાં શ્રેષ્ઠ અને પૂજનીય છે. ગંધહસ્તીની સુગંધ પારખીને બીજા હાથીઓ રફૂચક્કર થઈ જાય છે. જે રાજા પાસે ગંધહસ્તા હોય તે રાજા જરૂર વિજયી નિવડે છે. કહ્યું પણ છે–
“ यस्य गन्धं समाघ्राय, पलायन्ते परे गजाः। तं गन्धहस्तिनं विद्या-नृपतर्विजयावहम्” ॥१॥ इति. ।
જેમ ગંધહાથીને જોઈ, અન્ય પ્રાણીઓ છુપાઈ જાય છે, તેમ ભગવાનના અતિશયોને જેરે માર, મરકી કોલેરા, ઈતિ-ભીતિ વિગેરે ઉપદ્રવ દૂર ધકેલાઈ જાય છે. જેમ ગંધહસ્તીને આશ્રય લેનાર વિજયમાળાને પ્રાપ્ત કરે છે, તેમ ભગવાનને આશ્રય લેનાર મોક્ષરૂપી વિજયને વરે છે.
લેકત્તમ–ચેત્રીશ અતિશયો અને પાંત્રીશ વાણીના ગુણોના પ્રભાવે ભગવાન લોકમાં ઉત્તમ છે.
અતિશયો એટલે ગુણોની વિશેષતા. આ ગુણો ધારણ કરનાર વ્યક્તિમાં એક અનોખું વ્યક્તિત્વ દષ્ટિગોચર થાય છે. આ વ્યક્તિત્વ એવા પ્રકારનું બાહ્યપણે જોવા મળે છે કે-ભગવાન જે સ્થળે વિચરતાં હોય, તે સ્થળથી પચ્ચીસ-પચ્ચીસ જન ચારે બાજુ કોઈ પણ પ્રકારનો ઉપદ્રવ નજરે પડે નહિ. ચાલતી વખતે કાંટા-કાંકરા સામે મુખે હોય તે બધા ઉંધે મુખે થઈ જાય. સ્વરાજ્ય તેમ જ પરરાજ્યનો ભય લોકોને વર્તે નહિ. સમવસરણમાં અશોકવૃક્ષ, ઘટાટોપપણે વિકસિત થઈ ઠંડી છાયાનું આરોપણ કરે. ભામંડળ આદિ તેમની આસપાસ દેખાય. ટૂંકમાં માનવસમદાયને આ આત્મા’ કોઈ અલૌકિક પ્રભાવવાળો જણાય. તેવી બાબતે ભગવાનના નિવાસસ્થાને (સમેસરણ પ્રસંગે) બની જાય છે.
ભગવાનની વાણી પણ પાંત્રીશ પ્રકારના સત્ય વચનના ગુણે કરી યુક્ત હોય છે, તેમ જ તેની વાણી, દરેક જીવને પોતપોતાની ભાષામાં પરિણમે છે, ને દરેક પ્રાણી ભગવાનની અમેધ વાણી દ્વારા વગર પૂછ્યું પિતાની શંકાનું નિવારણ મેળવી શકે છે. આ તેના અતિશય અને વાણીને પ્રભાવ છે. ભગવાનની પરિષદમાં આવનાર દરેક પ્રાણી પિતાને વૈરભાવ ભૂલી જાય છે.
શ્રી કલ્પ સૂત્ર: ૦૧
૧૧૩