Book Title: Kalpasutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
જીવદય–સર્વ જીવોને સંકટમાંથી બચાવવાવાળા, તેમ જ સર્વપ્રાણીઓને સંયમ રૂપી જીવન તરફ પ્રેરવાવાળા જીવનદાતા “જીવદય' કહેવાય છે.
ધર્મદય–શ્રત-ચારિત્રરૂપ ધર્મ કે જેના આધારે જીની દુર્ગતિએ સદંતર થંભી જાય છે, એવા ધમને સમજાવનારા પ્રભુ “ધર્મદય' કહેવાય છે.
ધર્મદેશક-પૂર્વોક્ત લક્ષણવાળા ધર્મના ઉપદેશક. ધમનાયક-શ્રુત-ચારિત્રરૂપ ધર્મ અથવા કેવળ “આમ” રૂપ ધર્મના નેતા અગર સ્વામી.
ધર્મ સારથી–ધર્મનું વહન કરનાર અગર ધર્મરૂપ રથને ચલાવનાર. જેમ સારથી પથિકને રથ દ્વારા ક્ષેમકુશળપૂર્વક સ્વસ્થાને પહોંચાડી દે છે, તેમ ધર્મરૂપ રથના વાહક પ્રભુ, ઉન્માર્ગેથી ભવી જીવોને જતાં અટકાવી ધર્મરથ દ્વારા જીવન્મુક્ત બનાવી, મેક્ષરૂપ નગરમાં, સુલભ પણે પહોંચાડી દે છે.
ધર્મવરચાતુરન્તચક્રવતી , દાન, શીલ, તપ અને ભાવ દ્વારા ચાર એટલે કે નરકાદિક ચાર ગતિને અથવા ચાર કષાયને, જેનાથી અન્ન આવે કે જે ચાર ગતિ અને કષાને અન્ન કરી નાખે તે “ચતુરન્ત” કહેવાય છે. અથવા ચાર વડે એટલે કે દાન, શીલ, તપ અને ભાવ વડે જે અન્ત (રમણીય) હોય તે “ચતુરન્ત’ કહેવાય છે. અથવા ચાર–દાન આદિ જેને અંત (અંશ) છે તે “ચતુરન્ત” કહેવાય છે. અથવા દાન આદિ ચાર જેના સ્વરૂપ હોય તેને પણ “ચતુરન્ત કહે છે. ચતુરન્ત જ ચાતુરન્ત પણ કહેવાય છે. આ ચાતુરન્ત જન્મ, જરા અને મરણને ઉચછેદ કરવાને કારણે ચકના જેવાં છે, અને શ્રેષ્ઠ છે, તેથી તેને “વરચાતુરન્તચક્ર' કહ્યું છે. બને લેકના સાધક હોવાને કારણ આ (ચ) રાજચક્ર વગેરેનાં કરતા શ્રેષ્ઠ છે. આ “વરચાતુરન્તચક ધર્મ જ હોઈ શકે છે– ધર્મ સિવાય બીજું કંઈ પણ નહીં. તેથી બૌદ્ધ આદિ ધર્માભાસેનું નિરાકરણ થઈ જાય છે, કારણ કે તેઓ વાસ્તવિક અર્થોનું પ્રતિપાદન કરનારા ન હોવાથી શ્રેષ્ઠ નથી, “ધર્મવરચાતુરન્તચક્ર' થી વર્તવાને જેને શીલ-સ્વભાવ છે, તેઓ “ધર્મવરચાતુરન્તચક્રવત્તી” કહેવાય છે. “ચક્રવત્તી” પદથી અહીં છ ખંડોનું અધિપતિપણું સૂચિત કર્યું છે. તે આ પ્રમાણે છે-ઉત્તર દિશાએ હિમવાનું અને બાકીની દિશાઓમાં ઉપાધિભેદથી ત્રણ સમુદ્ર- એ ચારે સીમાઓનો જે સ્વામી છે, તે “ચાતુરન્ત’ કહેવાય છે. અને ચક–રત્ન રૂપી શસ્ત્રથી જે તે છે–પ્રવૃત્તિ કરે છે તે ચક્રવત્તી કહેવાય છે. જે ચાતુરન્ત પણ હોય અને ચક્રવતી પણ હોય, તે “ચાતુરન્તચક્રવતી' છે. ધર્મથી એટલે કે ન્યાયથી જે બીજા રાજાઓ કરતાં શ્રેષ્ઠ હોય, તે “ધર્મવર” કહેવાય છે. ધર્મ શબ્દનો અર્થ અહીં “ન્યાય” થાય છે. અથવા વર (શ્રેષ્ઠ) ચાતુરન્ત (ચાર ગતિ અથવા કષાયાને અન્ન કરનારા) ચકને “વરચાતુરન્તચક" કહે છે. વરચાતુરન્તચકના જે જે ધર્મ છે, તે ધર્મવરચાતુરન્તચક કહેવાય છે. તે ધર્મ વરચાતુરન્તચકથી વર્તનારા અથવા તેને વર્તાવનારાને ““ધર્મવરચાતુરન્તચક્રવત્તી કહેવાય છે.
દ્વીપ-સંસાર-સાગરમાં ડૂબતાં પ્રાણિઓને માટે દ્વીપના સમાન.
શ્રી કલ્પ સૂત્ર: ૦૧
૧૧૫.