Book Title: Kalpasutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
કોકિલાના વચનની મધુરતા ઓછી છે. આ લજજાને કારણે કેયલ જાણે વનમાં ચાલી ગઈ. તે વડે કોયલના અવાજ કરતાં ત્રિશલાદેવીના અવાજની વધારે મધુરતા પ્રગટ થાય છે.
ત્રિશલાદેવી દેરા સાથેની મુહપત્તી, સૂક્ષમ અને બાદર છવાની હિંસા થતી અટકાવવા માટે મુખપર ધારણ કરીને સવારે, બપોરે અને સાંજે સામાયિક કરતી હતી અને પ્રભાતકાળે તથા સાયંકાળે છે આવશ્યક કરતી હતી. વળી તે કેવી હતી? તે કહે છે
ત્રિશલા મહારાણી ગરીબાને તથા લલા-લંગડા વગેરે અપંગ લોકોને અન્ન-વસ્ત્રની મદદ કરતી હતી. તથા પતિવ્રતા ધર્મને ધારણ કરનારી હતી, ધર્મથી ચલિત થયેલા લોકોના મનમાં ધર્મનો સંચાર કરતી હતી. શાસ્ત્ર અને ગુરુના વચન પર શ્રદ્ધા રાખતી હતી, ધર્મ પ્રત્યે અનુરાગવાળી હતી અને ધર્મના માર્ગથી ચલાયમાન ન થનારી હતી. તેના હૃદયનો મર્મ કરુણાના બખતર વડે સારી રીતે સુરક્ષિત હતું, એટલે કે તેનું હૃદય કરુણાવાળું હતું. (૧) જીવ, (૨) અજીવ (૩) પુણ્ય, (૪) પા૫, (૫) આસવ, (૬) સંવર, (૭) નિર્જર, (૮) બન્ધ અને (૯) ક્ષ. એ નવ ત એટલે કે પરમાર્થરૂપ પદાર્થોની તથા પચ્ચીશ ક્રિયાઓની જાણકાર હતી. તે પચ્ચીશ ક્રિયાઓ આ પ્રમાણે છે – (૧) મિથ્યાક્રિયા, (૨) પ્રયોગ કિયા, (૩) સમુદાન ક્રિયા, (૪) ઈર્યા પથિકી યિા, (૫) કાયિકી કિયા, (૬) અધિકરણ ક્યિા, (૭) પ્રાષિકી ક્રિયા, (૮) પરિતાપનિક ક્રિયા, (૯) પ્રણાતિપાત ક્રિયા, (૧૦) દર્શન ક્રિયા (૧૧) સ્પશન ક્રિયા, (૧૨) સામન્ત કિયા, (૧૩) અનુપાત ક્રિયા, (૧૪) અનાભોગ ક્રિયા, (૧૫) સ્વહસ્ત કિયા. (૧૬) નિસર્ગ ક્રિયા, (૧૭) વિદારણ ક્રિયા, (૧૮) આજ્ઞાપન યિા, (૧૯) અનાકાંક્ષ ક્રિયા, (૨૦) આરંભ ક્રિયા, (૨૧) પરિગ્રહ ક્રિયા, (૨૨) માયા કિયા, (ર૩) રાગ ક્રિયા, (૨૪) ઠેષ ક્રિયા, (૨૫) અપ્રત્યાખ્યાન ક્રિયા. ત્રિશલા મહારાણી એ બધી ક્રિયાઓ જાણતી હતી. તેમણે “ઉપાસક દશાંગ સૂત્રમાં કહેલા સ્થલપ્રાણાતિપાત વિરમણથી શરૂ કરીને અતિથિસંવિભાગ સુધીના બારે વ્રત ધારણ કર્યા હતાં, તે શીલ આદિ ધર્મને ધારણ કરનારી તથા ધર્મનું જ સ્વપ્ન જોનાર હતી. તે ધર્મની આરાધના કરવાનું જ પિતાનું કર્તવ્ય સમજતી હતી, પિતા અને પતિના
નારી હતી. વિકથાને ત્યાગ કરનારી અને સુકથા પ્રત્યે અનુરાગવાળી હતી. “સ્થા” તેણે પતે શ્રતને અર્થ પ્રાપ્ત કર્યો હતો, “9ણા” અરસપરસમાં ઈષ્ટ અર્થ પૂછ્યું હતું, રીતા” બીજા લોકોને અભિપ્રાય સમજીને અર્થ ગ્રહણ કર્યો હતો. તેથી જ તે “વિનિમિતા” નિશ્ચિત અર્થ જાણનારી હતી, અને “જજિકતાથ' સંપૂર્ણ રીતે અર્થને સમજનારી હતી. (સૂ૦ ૪)
શ્રી કલ્પ સૂત્ર: ૦૧
૧૦૬