Book Title: Kalpasutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
આશ્વિનમાસાગમનમ્।
મૂલના અ—'સલિ રાયસ્મિ' ઈત્યાદિ. સિદ્ધાર્થ રાજા પ્રજાને સંતાન સમજી તેનુ પાલન કરતા હતા. સુખના દિવસે વ્યતીત થતાં આશા મહિના આવી પહોંચ્યા. આ માસમાં ફસલને સારી રીતે જોઇ ખેડુત વર્ગ ઘણા ષિત થયા. વ્યાપારી વગ વ્યાપારની બહુલતાને લીધે ધણા આનંદી અને ઉમંગી ખન્યા હતા. સિદ્ધાર્થ રાજા પેાતાની પ્રજાને પ્રસન્ન જોઇ પેાતાની જાતને પુણ્યવાન ગણતા. જેમ ચંદ્રમાંને જોઇ સમુદ્ર ઉલટી આવે છે તેમ પ્રજાને જોઇ રાજા હર્ષોન્મત્ત થઈ જતા. (સૂ॰ ૫)
આશ્રિનામસે સસ્યસંપન્યા રાશઃ પ્રજાનાં ચાનન્દઃ ।
ટીકાના અ—“તલિ રામ" ઈત્યાદિ. ઉરથી ઉત્પન્ન થવાવાલાને ‘ઔરસ’ કહે છે. સ’તાન ‘ઔરસ’ કહેવાય છે. પ્રજા પણ રાજ્યનું એક અંગ છે. એમ માનવાવાલા સિદ્ધા રાજા, પ્રજાને સંતાન તરીકે ગણી, તેનું લાલન– પાલન કરતા. જેમ સંતાનના ઉત્કર્ષ માટે પિતા બધુ કરી છૂટે છે, તેમ સિદ્ધાર્થ રાજા પ્રજાના ઉત્થાન અર્થે કાંઈ પણ કરવામાં મા રાખતા નહિ.
આશ્વિન માસ, ખેડુત વર્ગ માટે સુખાકારી ગણાય છે. કારણ કે આ માસમાં વર્ષાઋતુ પુરી થયેલ હોવાથી, તેમજ પાક પાકી ગયેલ હોવાથી, કૃષિકાર પેાતાના પાકનુ માપ સારી રીતે કાઢી શકે છે. વ્યાપારી પણ વ્યાપાર વધતા જુએ છે. ચામાસા દરમ્યાન વેપાર સુસ્ત રહે છે, અને આ માસથી તેની વૃદ્ધિ થતી જોઈ આ વર્ગ પણ આનંદ અનુભવે છે. જેમ પિતા પેાતાનાં સંતાન વર્ષાંતે આનંદમાં મહાલતા જોઇ, હર્ષોંથી પુલકિત થાય છે, તેમ સિદ્ધાર્થ પણ પેાતાની પ્રજાને આનંદમાં જોઇ ખુશી થવા લાગ્યા. (સ્૦૫)
ૠષભદત્તસ્ય દેવાનન્દાયાશ્ચ વર્ણનમ્ ।
મૂલ અને ટીકાના અથ‘તસ્ત્રેવ’ઇત્યાદિ. ક્ષત્રિયકુ ડગામની દક્ષિણ બાજુ બ્રાહ્મણકુંડપુર નામની એક વસતિ હતી, તેમાંચાર વેદના જાણકાર અને ચૌદ વિદ્યાઓમાં પારંગત કાડાલગેાત્રી ઋષભદત્ત નામના બ્રાહ્મણ રહેતા હતાં. તેમને અતિશય લજજાશીલ જાલંધરાયણુગેત્રવાળી અને શીલથી પવિત્ર એવી દેવાનંદા નામની પત્ની હતી. (સૂ૦૬)
શ્રી કલ્પ સૂત્ર : ૦૧
૧૦૭