Book Title: Kalpasutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ત્રિશલારાજ્ઞીવર્ણનમ્ .
મૂળને અર્થ–“તરણ નો” ઇત્યાદિ. તે રાજા સિદ્ધાર્થની ઈન્દ્રાણીના જેવી ગુણોની ખાણ, ત્રિશલા નામની મહારાણી હતી, તેમના નયનનું સૌંદર્ય જોઈને લજિજત થયેલું કમળ જાણે પાણીમાં ડુબી ગયું, મુખને જોઈને ચન્દ્રમાએ જાણે આકાશને આશ્રય લીધે અને વાણીની મીઠાશથી લજિત થઈને જાણે કેયલે વનને આશ્રય લીધે.
મહારાણી ત્રિશલા દેરા સાથે મુહપત્તી મોઢે બાંધીને ત્રણ વખત સામાયિક અને બે સમય આવશ્યક ક્રિયા કરતી હતી. દીન-હીન જન પર ઉપકાર કરનારી, પતિવ્રત ધર્મ પાળનારી, ધર્મથી વિચલિત થનારા માણસેના મનમાં ધર્મનો સંચાર કરનારી, ગુરુના વાક પર શ્રદ્ધા રાખનારી, ધર્મ પર પ્રેમ રાખનારી અને ધર્મમાં દૃઢ હતી. કરુણાના કવચ વડે અન્તઃકરણના મર્મનું રક્ષણ કરનારી, નવ તત્વ અને પચીશ ક્રિયાઓના વિષયમાં કુશળ, બાર પ્રકારના શ્રાવક ધર્મને ધારણ કરનારી, ધર્મના જ સ્વપ્ના જોનારી, ધર્મની આરાધનાને જ પોતાનું કર્તવ્ય માનનારી, બન્ને કુળને ઉજાળનારી, વિકથાઓને ત્યાગ કરનારી, સુકથાઓ પર અનુરાગ રાખનારી, શ્રતના અર્થને પિતે સમજવાવાળી, બીજાથી અર્થને પૂછવાવાળી, તેથી જ વિશેષરૂપથી અર્થને નિશ્ચય કરનારી અને એ કારણ સંપૂર્ણ રીતે અર્થને પ્રાપ્ત કરી હતી. સૂ૦૪
* ટીકાને અર્થ–-સાત રન ઈત્યાદિ. તે રાજા સિદ્ધાર્થની, ઈન્દ્રાણીના જેવી, દયા, દાક્ષિણ્ય, ગંભીરતા, ધીરતા, મધુરતા વગેરે ગુણોની ખાણ જેવી ત્રિશલા નામની મહારાણી હતી. તે ત્રિશલા મહારાણીનાં નેત્રયુગલની અસાધારણ શોભા જોઈને લજિજત થયેલું કમળ જાણે પાણીમાં ડુબી ગયું. આ ઉલ્ઝક્ષા અલંકાર છે. જાણે કે કમળનું જળમાં ડૂબવાનું કારણ ત્રિશલાનાં નેત્રયુગલનું દર્શન છે. બીજાં ઈર્ષાળુઓ પણ બીજા લોકોની ઉન્નતિને સહન ન કરી શકવાને કારણે લજિજત થઈને પાણીમાં ડૂબી જાય છે. આથી એ દર્શાવવામાં આવ્યું કે તેમના નેત્રોની ઉત્તમ શોભા કમળ કરતાં પણ વધારે હતી.
તેમનાં મુખને જોઈને ચન્દ્રમાએ જાણે આકાશને આશ્રય લીધે. આ પણ ઉપ્રેક્ષા છે ત્રિશલાદેવીનું મુખ જેવાના કારણે જ જાણે કે ચન્દ્રમાં આટલે બધે દુર આકાશમાં ચાલ્યો ગયો છે. બીજા ઈર્ષાળઓ પણ બીજાની ચડતી જોઈને દૂર ભાગી જાય છે. કહેવાનો આશય એજ કે ચન્દ્રમા કલંકી છે અને ત્રિશલાનું મુખ કલંકહીન છે. તેથી ચન્દ્ર વિચાર્યું કે હું આ મુખની સરખામણીમાં હીન ગણાઈશ. આ વિચાર કરીને તે જાણે આકાશમાં ચાલ્યો ગયો. આ કથનથી ત્રિશલાના મુખમંડળમાં ચન્દ્રમા કરતાં પણ વધારે નિર્મળતા અને નિષ્કલંકતા દર્શાવવામાં આવેલ છે.
તેમની વાણીની મધુરતાથી લજિત થઈને કેયલ જાણે જંગલમાં ચાલી ગઈ. આ પણ ઉપ્રેક્ષા છે. કાયલને જંગલમાં રહેવાનું કારણ ત્રિશલાદેવીના વચનની મધુરતા છે. ત્રિશલાના વચનની મીઠાશની સરખામણીમાં
શ્રી કલ્પ સૂત્ર: ૦૧
૧૦૫