Book Title: Kalpasutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
હોય એવી તે નગરી દેખાતી હતી. ત્યાંના મકાનો પર જે કનમય ધજાઓ હતી તે વર્ષાકાળના મેઘના સમૂહમાં વિજળીનો ભ્રમ ઉત્પન્ન કરતી હતી. રાત્રે ખૂબ ઝગમગતા કિરણવાળા ચન્દ્રમા, ચન્દ્રકાન્ત મણિઓના ખ ડોથી રચેલા મહેલ પર પ્રતિબિંબિત થઈને કસ્તૂરીથી પરિપૂર્ણ નિરાવરણ (ઢાંકયા વિનાના) ચાંદીના પાત્રના જેવું લાગતું હતું. નગરીને ચારે તરફથી ઘેરી લેતે કોટ એ લાગતું કે જાણે કોઈ દેવ–કારીગરે પિતાના મહાન શિલ્પકળાના કૌશત્યને પ્રગટ કરવા માટે જ રચ્ચે હોય. બનને કિનારા પર પ્રતિબિંબિત થતી રત્નવાળી સીડીઓનાં કિરણો વડે ત્યાંના તળાવ આદિનું પાણી એવું લાગતું કે જાણે કે પાણી ઉપર પુલ ર હોય. એ નગરીના કેટના ચાંદી, સેનાના કાંગરાં ઉપર રાત્રે ચન્દ્રમાનાં અને દિવસે સૂર્યનાં કિરણે પડતાં હતાં તેથી તે કેટ સુમેરુના જેવો શોભાયમાન થતું હતું, ત્યાંના નિવાસસ્થાનેને સુગંધિત બનાવવાને માટે ત્યાં અગ્નિમાં નાખેલા ધૂપ વડે સુગંધિત પવન વિદ્યાધરની પત્નીઓના શરીરને સ્પર્શ કરતે અને તેમના મનને અત્યંત આનંદ આપતે હતો. તે નગરીમાં જૈનધર્મ એકછત્ર હતે એટલે કે બધા લોકે જૈનધર્મ જ પાળતાં હતાં. તેથી ત્યાંના મહેલમાં રહેતી બાળાઓ કીડા કરવાને માટે પાળેલાં પિપટના બચ્ચાંઓને પણ મહામહિમ શ્રી અહઃ ભગવાનની સ્તુતિઓ શીખવાડયા કરતી હતી. તે નગરીની શોભા જેવાને માટે મધ્યાહ્નકાળે સૂર્ય જાણે કે થંભી જતો હતે. ત્યાંના રાજાના મહેલ પર ફરકતી ધજા અમરાવતીને પણ તિરસ્કૃત કરતી હતી અને મધુમય તથા દ્રાક્ષના જેવાં મીઠાં સ્વરોથી ગાતી નાગરિક સ્ત્રીઓ કિન્નરીઓને પણ મહાત કરતી હતી. તે સૂ૦ ૨ .
ટીકાનો અર્થ_ત્તિથ ઇત્યાદિ. તે પૂર્વ નામના દેશમાં બધી નગરીઓમાં શ્રેષ્ઠ, લક્ષ્મીના કીડાગૃહ જેવી એટલે કે સંપત્તિની પુષ્કળતાવાળી, ક્ષત્રિયકુંડગ્રામ નામની નગરી સુશોભિત હતી. તે નગરી વિષે કલ્પના કરે છે–સંપૂર્ણ શિલ્પકળા વડે શોભાયમાન દેએ પોતાની ચતુરાઈને અંકિત કરવાને માટે તે નગરીનું નિર્માણ કર્યું હોય, એવું લાગતું હતું. એ નગરીના ભવન પર સોનાની બનાવેલી ધજાઓના અને કળશના કિરણે એવા ચળતા હતા કે જાણે વર્ષાકાળના વાદળમાં વિજળી ચમકતી હોય ! રાત્રે ઘણું જ વ્યાપ્ત પ્રૌઢ કિરણેથી યુકત ચન્દ્રમાં જ્યારે ચન્દ્રકાન્ત મણિઓના સમૂહના ખંડોથી બનેલાં પ્રાસાદ પર પ્રતિબિંબિત થતું ત્યારે કસ્તુરીથી ભરેલ અને ખુલ્લું રાખેલ ચાંદીનું પાત્ર હોય એ તે લાગતો.
હવે તે નગરીના કટ વગેરેનું વર્ણન કરે છે–સોનાની ઈટ વડે બનાવેલ તથા સુંદર આકારવાળે તે નગરીનો કોટ એવો લાગતું કે જાણે પોતાની શિલ્પકળાની અત્યંત નિપુણતાને બતાવવાની ઈચ્છાથી કઈ દેવશિલ્પીએ બનાવ્યું હોય! સરોવર વગેરેના બને કિનારા પર પ્રતિબિબિત થતાં રત્નની સીડીઓના કિરણો વડે સરવર આદિનું જળ એવું શુભતું કે જાણે જળ ઉપર પુલ બન્યો હોય! કટની ઉપર ચાદી–સોનાના એક જ હારમાં જે કાંગરાઓ બનાવેલા હતા તેના પર રાત્રે ચન્દ્રમાનું અને દિવસે સૂર્યનું ચળકતું પ્રતિબિંબ પડતું હતું તે કારણે તે કેટ સુમેરુ સમાન દેખાતું હતું. નિવાસગૃહોને સુગંધિત કરવાને માટે ત્યાં અગ્નિમાં નાખેલા ધૂપની ગંધ વડે સુવાસિત પવન જ્યારે વિદ્યાધરીઓના અંગને સ્પર્શ કરે ત્યારે તેઓને અત્યંત આનંદ થતું હતું, સાધારણ ગૃહસ્થોની તે વાત જ શી કરવી!. એકછત્રની સમાન જૈન ધર્મ પાલન કરવાવાળી તે ક્ષત્રિયકુંડગ્રામ નામની નગરીમાં ધનવાનાં ઘરની બાળાઓ કીડાને માટે પાળેલાં પિપટના બચ્ચાંઓને પણ મહાપ્રભાવશાળી
શ્રી કલ્પ સૂત્ર: ૦૧
૧૦૩