Book Title: Kalpasutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ભગવતી મહાવીરસ્ય દેવાનન્દગર્ભેડવક્રમણમા
મૂલને અથ– “#ાળ' ઇત્યાદિ. તે કાળ અને તે સમયમાં શ્રમણ ભગવાન મહાવીર, અવસર્પિણી કાલમાં, “સુષમસુષમા” નામને આરે વિત્યાબાદ, સુષમા આરે ચાલ્યાં ગયા બાદ, સુષમદુષમા આરે પસાર થયા બાદ, દુષમસુષમા નામને આરાને ઘણે ભાગ વ્યતીત થયાં બાદ, જ્યારે પંચોતેર વર્ષ અને સાડાઆઠ માસ બાકી રહ્યાં ત્યારે ગ્રીષ્મઋતુના ચોથા મહીને આઠમો પક્ષ જે આષાઢ શુદ્ધ છે તે અષાઢ શુદ્ધની છઠી તિથિમાં, હસ્તત્તરા નક્ષત્રના ગે, મહાવિજય ૧, સિદ્ધાર્થ ૨, પુત્તર ૩, પ્રવરપુંડરીક ૪, દિશાસ્વસ્તિક ૫, અને વમાન ૬ એવા જેના છ નામ છે, એવા “છ' નામવાલા વિમાનથી વીસ સાગરોપમનું આયુષ્ય, ભવ અને સ્થિતિ પૂરી થયે ચવ્યાં. ત્યાંથી ચવીને, ત્રણ જ્ઞાન યુક્ત ભગવાન મહાવીરને આત્મા, દેવાનંદ બ્રાહ્મણીની કુક્ષિમાં પધાર્યો. શ્રમણ ભગવાન મહાવીર કહું ચવીશં–ચવું છું' એ જાણતા હતા. પણ આવી રહ્યો છું” તે જાણ્યું નહિ, કારણ કે “અવન” સમયને કાળ ઘણે સૂક્ષમ હોય છે. (સૂ૦૭)
ટીકાને અર્થ– તેને કેળ' ઈત્યાદિ. ‘સમય’ની વ્યાખ્યા એ છે કે, કાલ' દીર્ઘતા બતાવે છે ત્યારે સમય લઘતા અને વર્તમાન સ્થિતિ બતાવે છે. જે વખતે જે આ વતતે હોય તે આરાની પણ જે વખતની વાત થતી હોય તે વખતને અનુલક્ષીને, જે વ્યક્તિ, સમાજ કે પદાર્થનું વિવરણ થતું હોય, તે વખત ને “સમય” કહેવામાં આવે છે.
વર્ષોની સંખ્યા સાગરના બિંદુઓ જેમ અસંખ્ય હોય છે, દરેક આરામાં અસંખ્ય વર્ષોની ગણાત્રી કરી, તે ગણત્રી ક્રમે ક્રમે દરેક આરામાં ઓછી અધિક થતી જાય છે.
અવસર્પિણી કાલને પહેલે આરો “સુષમસુષમા' ઉત્કૃષ્ટ સુનવાલો, બીજો આરો “સુષમા એટલે સામાન્ય સુખમય, ત્રીજે આરે “સુષમદુષમા' એટલે સુખ વધારે–દુઃખ અલ્પ એ, એથે આરે “દુષમસુષમા એટલે દુઃખ અને સુખ સામાન્ય, એવા આરાના અંતિમ કાલમાં, નયસારનો જીવ છવ્વીસમા દેવ ભ૧નું દેવાયુષ્ય પૂરું કરી, સત્યાવીસમે ભવે મતિજ્ઞાન-શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન, આ ત્રણે જ્ઞાન સાથે લઈ, દેવાનંદ બ્રાહ્મણીના ઉદરમાં ઉત્પન્ન થયો.
દેવના ભવેથી “અવતરણ” કરવાનું છે એમ તેઓ અવધિજ્ઞાનને આધારે જાણતા હતાં, “હું ચવ્યો” એ પણ જ્ઞાનને આધારે જાણ્યું. પરંતુ “ચવી રહ્યો છું તે જાણી શક્યાં નહિ. કારણ કે છમસ્થના ઉપયોગની પ્રવૃત્તિમાં અસંખ્યાતા સમયે ચાલ્યા જાય છે, પરંતુ યવમાન એટલે ઓવન કરતી વખતની અવસ્થાને કાલ વધારેમાં વધારે ત્રણ કે ચાર સમય હોય છે. જીવ પહેલા સમયે દેહને મૂકે છે, ને વચમાં જતાં એક સમય અગર વિગ્રહ ગતિએ બે સમય લે છે અને ત્રીજા અથવા ચૌથે સમયે તે નિર્ધારિત સ્થાને પહોંચી જાય છે.
વિગ્રહગતિ' એટલે આડી ગતિ-જીવને એક સ્થાનેથી બીજા સ્થાને જતાં આકાશના પ્રદેશ ઉપર જ વહન કરવાનું હોય છે. જડ અને ચેતન અને પદાર્થો, આકાશના પ્રદેશ ઉપર જ સ્થલાંતર કરે છે. આખ નાજ પ્રદેશ વ્યાપી રહ્યાં છે. કોઈ જીવ સીધા પ્રદેશ ઉપર થઈને જાય છે. કઈ જીવ જરા આડા જઈ, સીધા પ્રદેશ પર આવી, પોતાનું સ્થલાંતર કરે છે. આવી “ચાલીને “વિગ્રહ ચાલ' કહે છે. વિગ્રહ ચલનમાં બે સમયને કાલ જાય છે ત્યારે “સીધા ચલન”માં એક સમયનો “કાલ વ્યતીત થાય છે, અવધિજ્ઞાન, આવા સૂકમ બે સમયને
શ્રી કલ્પ સૂત્ર: ૦૧
૧૦૮