Book Title: Kalpasutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
એ વિષય સૂત્રકાર સૂચિત કરે છે—rgr ' ઇત્યાદિ.
મૂળને અર્થ–આ સૂત્રથી ભગવાન શ્રી વિદ્ધમાન સ્વામીનું સમસ્ત, નિરવશેષ, કૃત્ન અને પરિપૂર્ણ ચરિત્ર જાણી લેવું. તે આ પ્રકારે
(૧) પ્રથમ હસ્તત્તરા (ઉત્તરફાડ્યુની)થી દેવકથી ગર્ભવાસમાં આગમન અને ગર્ભનું પાલન-પોષણ આદિ. (૨) બીજી હસ્તત્તરાથી ઇંદ્ર દ્વારા કરાયેલું ગર્ભસંહરણ આદિ. (૩) ત્રીજી હસ્તત્તરાથી ઈદ્રકૃત જન્મમહોત્સવ તથા બાલક્રીડા આદિ. (૪) ચોથી હસ્તત્તરાથી દીક્ષા સુધીનું જીવનવૃત્તાંત. (૫) પાંચમી હસ્તત્તરાથી શ્રમણ-પર્યાયનું વર્ણન, કેવલ જ્ઞાનની ઉત્પત્તિ અને વિહાર ચર્યા આદિ.
તારા ગાલ્લુર–અર્થાત્ સ્વાતિ નક્ષત્રમાં મોક્ષે પધાર્યા, એથી કેવલ જ્ઞાન પછી મોક્ષગમન સુધીનું બધું ચરિત્ર વર્ણિત થાય છે. (સૂ૦૨)
ટીકાને અર્થ-વ્યાખ્યા સરલ છે. (સૂ૦૨)
મૂળને અર્થ–સંવ ઈત્યાદિ આ પૂર્વોક્ત કથનથી ભગવાન શ્રી વર્ધમાન સ્વામીનું સમસ્ત જીવન-ચરિત્ર સંક્ષેપમાં વર્ણિત થાય છે. ભગવાન મહાવીર તીર્થકર હતા, એટલે ભગવાને તીર્થંકર-નામ-ગોત્રકર્મનો બંધ કયા કારણથી કર્યો અને કેવે પ્રકારે ભવ-ભવાંતરમાં ભ્રમણ કર્યું, એ વૃત્તાંતથી સંબંધિત અનેક પ્રકારની કથાઓ કમની વિચિત્રતાને પ્રદર્શિત કરે છે. એથી, મુશ્કેલીથી પાર પામવા ગ્ય સંસારરૂપી અરણ્યની પાર જવાની ઈરછા રાખનારે. “શ્રદ્ધા જ જેનું ધન છે એવા શ્રાવકાદિએ આંતરિક મળનું પ્રક્ષાળન કરવાને જરૂર આ કથાઓનું શ્રવણ કરવું જોઈએ આ કારણથી અસીમ અનુકંપાના સાગર ભગવાનનું, સમ્યકત્વ-પ્રાપ્તિનું તથા મુક્તિ પાન પર આરૂઢ થવા આદિનું વૃત્તાંત-ચરિત્ર વિસ્તારપૂર્વક નિરૂપણ કરવામાં આવે છે. (સૂ૦૩)
ટીકાને અર્થ-વ્યાખ્યા સ્પષ્ટ છે. (સૂ૦૩)
નયસારકથા |
નયસારની કથા મૂળને અર્થ–મધ્ય જંબૂદ્વીપ નામના દ્વીપમાં, નરરત્નના ગૃહરૂપ, પશ્ચિમ મહાવિદેહ ક્ષેત્રને પ્રકાશિત કરનાર મહાવઝ નામના વિજયમાં આ પૃથ્વીની વિજયવૈજન્તી-જયપતાકાના જેવી જયન્તી નામની નગરી છે. એ નગરીમાં પિતાના પ્રબલ બાહુબલથી શત્રુઓના સમૂહને નષ્ટ કરનાર, શૂર પુરુષોમાં શિરોમણિ, પિતાના જ પરાક્રમથી
શ્રી કલ્પ સૂત્ર: ૦૧
४८