Book Title: Kalpasutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ધણી અશ્વગ્રીવ સાથે તેને યુદ્ધમાં ઉતરવુ પડયુ. અધીવે ત્રિપૃષ્ઠને મારી નાખવા તેના ઉપર ચક્ર ફેકયું, પણ તે જ ચક્રવડે ત્રિપૃષ્ઠ અશ્વગ્રીવનું માથું ઉડાવી દીધુ. તે સમયે દેવદુંદુભી સાથે દેવઘાષણા થઇ કે ‘ત્રિપૃષ્ઠ પ્રથમ વાસુદેવ તરીકે જાહેર થયાં છે. ' વાસુદેવે ત્રણ ખંડ જીતી તેના પર પેાતાનું આધિપત્યપણું સ્થાપિત કર્યું. તેમનામાં અતુલખળ હતુ. જેના આધારે એક કરાડ મણુની શીલાને પણ હાથ વડે જમીન પરથી ઊંચકી લીધી. (સૂ૦૨૪)
ટીકાના અથ’—‘તત્ત્વ Ī' ઇત્યાદિ. ત્યારે દેવસ ખ ધી આયુષ્ય, ભવ અને સ્થિતિને ક્ષય થતાં મહાશુક્ર નામના દૈવલેકમાંથી આવીને સત્તરમા ભવમાં નયસારને જીવ ભરતક્ષેત્રની અંદર પેતનપુર નામનાં નગરમાં પ્રજાપતિ રાજાની મૃગાવતી નામની રાણીના ઉદરમાં પુત્રરૂપે ઉત્પન્ન થયા. ચૌદ મહાસ્વપ્નામાંથી માતાને સાત સ્વપ્નાં આવ્યાં. તેથી સૂચના મળી ગઈ કે તે વાસુદેવ થશે. નવ માસ ઉપર કેટલાક વધુ દિવસો પૂરા થતાં તેના જન્મ થયો. તેના માટા ભાઈ અચલ નામના બળદેવ હતાં. જન્મ વખતે વાસુદેવને ત્રણ પૃષ્ઠકરડક હતાં એટલે કે પીઠના ભાગમાં ત્રણ ઊંચાં અસ્થિભાગ (હાડકાં) હતાં. કારણે માતા-પિતાએ તેનું નામ ત્રિપૃષ્ઠ રાખ્યુ. તે મા-બાપને ઘણા વહાલા હતા. ધીમે ધીમે બાલ્યાવસ્થા પૂરી કરીને તે યૌવનાવસ્થાએ પહોંચ્યા.
ત્રિપૃષ્ઠના જન્મ પછી તેના પૂર્વ*ભવના શત્રુ વિશાખનન્દીને જીવ કીટ, પતંગ વગેરે અનેક ચૈાનીમાં ભમી-ભીને શંખપુરની પાસે આવેલા તુંગિરિમાં સિંહરૂપે ઉત્પન્ન થઈને શ ́ખપુરમાં ઉપદ્રવ કરતા હતા. એક વખત તે સિંહને ત્રિપૃષ્ઠ પૂર્વભવના નયાણાના પ્રભાવથી માડુ-યુદ્ધમાં મારી નાખ્યા. ત્યારબાદ એકવાર અશ્વત્રીવ નામના પ્રતિવાસુદેવની સાથે ત્રિપૃષ્ઠને યુદ્ધ થયું તે યુદ્ધમાં ત્રિપૃષ્ઠે અધગ્રીવનું માથું તેણે જ ફેકેલા ચક્રથી છેદી નાખ્યું. ત્યારે દેવાએ ઘેષણા કરી કે “ આ ત્રિપૃષ્ઠ પ્રથમ વાસુદેવ થયા. ' આ ઘાષણા પછી બધા રાજા તેને અધીન થઈ ગયાં. ત્રિપૃષ્ઠ અર્ધા ભરતક્ષેત્રનું રાજ્ય પ્રાપ્ત કર્યું. વાસુદેવ ત્રિપૃષ્ઠ એક કાડ મણના વજનની કેટ શિલા પેાતાની ભુજાઓ વડે ઉપાડી લીધી. (સૂ૦૨૪ )
ત્યારબાદ ત્રિપૃષ્ઠનું શું થયું તે કહે છે—તલન’ ઇત્યાદિ.
મૂલના અકાઈ એક સમયે ત્રિપૃષ્ઠ વાસુદેવના શયનભવનમાં રાત્રીના વખતે નાટ્યપ્રયેગા ચાલી રહ્યાં હતાં. વાસુદેવે શય્યાપાલકને આજ્ઞા કરી હતી કે ‘મને ઊંધ આવે કે તરતજ તમારે નાટ્યપ્રયોગો બંધ કરી દેવા ' આ પ્રકારના હુકમ આપી નિદ્રાવશ થઈ ગયાં. નાટચ પ્રયાગમાં ચાલતું સંગીત ઘણુ રસમય બનવાથી શય્યાપાલક તે શ્રવણુ કરવામાં એકાકાર થઈ ગયા ને આસક્તપણાને લીધે સ્વામીની આજ્ઞા ચૂકી ગયા. સ્વામો નિદ્રાધીન થઇ જવાથી પોતે નિર્ભીય થયા અને મ`ડળીને રુકાવટ નહિ કરતાં પ્રેત્સાહન આપી જલસાના કાર્યક્રમ ચાલુ રખાવ્યે.
ઇન્દ્રિયાનું ગૃદ્ધિપણું થવાથી જીવ સૂચ્છિત થાય છે ને ભાન ભૂલી નહિ કરવાનું કરી બેસે છે. સંગીતના
શ્રી કલ્પ સૂત્ર : ૦૧
૭૩