Book Title: Kalpasutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
| [૨૨] આજથી હવે જિનવાણું મારી માતા છે. નિગ્રંથ ગુરુ મારાં પિતા છે. જિનદેવ મારાં દેવ છે. જિનભાષિત ધર્મ મારે ધર્મ છે. અને સાધર્મી મારાં બન્ધ [ભાઈ) છે. એમના સિવાય આ સંસારમાં બીજાં બધાં બન્ધનનાં જેવાં છે.
[૨૩] આ ચોવીસીમાં આવતી ઋષભદેવ આદિ તીર્થકરોને. તથા ભરત, અરવત અને મહાવિદેહ ક્ષેત્રમાં વિદ્યમાન જિનેશ્વર દેવને હું વંદન કરૂં છું-નમન કરું છું, તેમની ઉપાસના કરૂ છું. કારણ કે તેઓ કલ્યાણમય અને જ્ઞાનસ્વરૂપ છે. “સન - સંઘ-વાત' એટલે મનુષ્યોની અભિલાષા પૂરી કરવામાં કલ્પવૃક્ષ સમાન, તીર્થકર નમસ્કાર-તીર્થકર ભગવાનને લય કરીને કરેલાં નમસ્કાર છે. આ તીર્થકર નમસ્કાર સર્વ શાસ્ત્રોને સાર-તત્વ છે, તેના વડે સ સારી છને બેધિની પ્રાપ્તિ થાય છે અને જન્મ, જરા, મરણરૂપ સંસારનો અન્ત આવે છે ?
ચકલધ્યાનરૂપી અગ્નિથી અનેક ભવમાં ઉપાર્જિત કર્મ રૂપી ઈધનને ભસ્મ કરી દેનારા એટલે કે ધ્યાનના પ્રભાવથી અનેક ભવોમાં ઉપાર્જિત કર્મોના સમૂહને નાશ કરનારાં ભગવાન સિદ્ધોને હં નમન કરું છું ૨.
તથા પ્રાણીઓના સંસારસંબંધી ભયને નાશ કરવામાં તત્પર હોવાને કારણે જેમણે પ્રવચન-જિનવચનેને ધારણ કર્યા છે તથા જે જ્ઞાનાચાર, દશનાચાર, ચારિત્રાચાર તપઆચાર અને વિચારના ભેદથી પાંચ પ્રકારના આચારનું પાલન કરવાને સમર્થ છે તે આચાર્યોને હું નમન કરૂં છું ૩
તથા જેમણે સમ્યક પ્રકારે સમસ્ત મૃતનું અધ્યયન કર્યું એટલે કે જે બધા આગમોના જ્ઞાનવાળાં છે એવાં ઉપાધ્યાયને નમન કરૂં છું. ૪.
તથા જેમણે વિવિધ પ્રકારની ભાવનાથી લાખે ને અન્ત કરી નાખે છે અને જે સાધુના સત્તાવીશ ગુણામાં કુશળ છે. તથા અઢાર હજાર શીલાંગરૂપી રથને ધારણ કરે છે, તે સાધુઓને નમન કરૂં છું ૫.
પૂર્વોક્ત આ પાંચ નમસ્કાર એટલે કે અન્ત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, અને સાધુઓને કરાયેલાં નમસ્કાર જગતમાં જે નારક, તિયચ, મનુષ્ય અને દેવ છે તે બધાના જીવનનો સાર છે. એટલે કે સમસ્ત જીવોના ઉદ્ધારક છે. પાપ એટલે કે જ્ઞાનાવરણ આદિ આઠ કર્મોને વિનાશ કરનારા છે અને દ્રવ્ય-ભાવ રૂપ સર્વ મંગળના અગા૨ (ગૃહ) છે.
(૨૪) આજથી હું બધા પ્રકારના સાવદ્ય ગાને જીવનભરને માટે મન, વચન, કાયાથી ફરીથા ત્યાગુ છુ . વળી ચાર પ્રકારના આહારને પરિત્યાગ કરૂં છું અને અંતિમ શ્વાસોચ્છવાસના સમયે શરીરને પણ ત્યાગ કરું છું. (સૂ૦૩૪)
ત્યાર પછી નન્દ મુનિએ જે કર્યું તે કહે છે–“રે' ઇત્યાદિ.
મૂળને અર્થ-આ રીતે તે નન્દ મુનિએ ૧-દુષ્કર્મોની નિન્દા, ૨-પ્રાણી માત્રની સાથે ખમતખામણ, ૩ભાવના, ૪-ચાર શરણનું ગ્રહણ કરવું, ૫-પાંચ નમસ્કાર અને ૬-અનશન એ છ પ્રકારની આરાધનાનું આરાધન કરીને કમપૂર્વક પોતાના ધર્માચાર્યને, સાધુઓને અને સાધ્વીઓને ખમાવ્યા. આ પ્રમાણે એક નિરન્તર મા ખમણની તપશ્ચર્યાની સાથે અતિચારરહિત સાધુ–પર્યાય એટલે કે સંયમનું પાલન કરીને, એક માસની
શ્રી કલ્પ સૂત્ર: ૦૧