Book Title: Kalpasutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સંલે ખનાથી પોતાના આત્માને ભાવિત કરીને, અનશનથી સાઠ ભક્ત છેદીને એટલે કે એક માસ સુધી અનશન કરીને, આલોચના-પ્રતિક્રમણ કરીને, પચીશ લાખ વર્ષનું સમગ્ર આયુષ્ય પૂરું કરીને, નન્દમુનિએ કાલ–માસમાં કાળ કર્યો. (સૂ૦૩૫)
ટીકાને અર્થ–બgg ' ઈત્યાદિ. આ રીતે નન્દ મુનિએ છ પ્રકારની આરાધના એટલે કે મોક્ષમાર્ગને અનકળ વૃત્તિ આરાધી,જેવી કે ૧-દુષ્કર્મનિન્દા,૨-ખમતખામણા–પિતે બીજાને ક્ષમા આપવી અને બીજાં તરફથી પિતે ક્ષમા લેવી. ૩-ભાવના (અનુપ્રેક્ષાઓનું ચિન્તન), ૪-અહ“ત, સિદ્ધ, સાધુ તથા ધર્મ એ ચારનું શરણ સ્વીકારવું, ૫-પંચનમસ્કાર [ પાંચ પરમેષ્ઠીને નમન કરવું ], ૬-અનશન કરવું. એ છ આરાધનાઓનું સમ્યક રીતે આરાધન કરીને કમ પ્રમાણે પોતાના ધર્માચાર્ય પિટ્ટિાચાર્ય તથા બીજા સાધુઓ તથા સાધ્વીઓની ક્ષમાયાચના કરી.
આ રીતે એક લાખ વર્ષો સુધી નિરન્તર નિરતિચાર શ્રમણ પર્યાયનું પાલન કરીને એક માસની સંલેખના ધારણ કરી. અનશનથી સાઠ ભક્તોનું છેદન કર્યું. આલોચના કરી, પ્રતિક્રમણ કર્યું. અને પચ્ચીસ લાખ વર્ષનું કુલ આયુષ્ય પૂરું કરીને કાલ-માસમા કાળ પામ્યા.
અહીં આ વાત ધ્યાન દેવા લાયક છે-નન્ટ મનિની દીક્ષા પર્યાય એક લાખ વર્ષની હતી અને તે એક લાખ, વર્ષને સંપૂર્ણ સમય તેમણે નિરન્તર મા ખમણનો તપસ્યા કરવામાં જ ગાળ્યો હતો. તપસ્યાને સમય છનું હજાર છ સે, છાસઠ વર્ષ, આઠ માસ અને એક દિવસનો (૯૬૬૬૬ વર્ષ ૮ માસ એક દિવસ) હોય છે. તેનાં અગીયાર લાખ સાઠ હજાર મહિના (૧૧૬૦૦૦૦) થાય છે. તેથી માખમણ પણ અગીયાર લાખ સાઠ હજાર થયાં. પારણાંનાં દિવસો અગીયાર લાખ, નવાણું હજાર, નવસે નવાણું (૧૧૯૯૯૯) થયાં. એ દિવસોનાં ત્રણ હજાર ત્રણસે તેત્રીસ વર્ષ, ત્રણ માસ, એગનત્રીસ દિવસે (૩૩૩૩ વર્ષ ૩ માસ ૨૯ દિવસ) થાય છે. (સૂ૦૩૫)
પ્રાણતકલ્પિકદેવનામકઃ પવિંશતિતમો ભવઃ |
નન્દ મુનિ કાળ કરીને જ્યાં ગયા અને ત્યાં જેવું એશ્વર્ય ભોગવ્યું. તે તથા તેમને છવીસમો ભવ દર્શાવવા માટે શાસ્ત્રકાર કહે છે – “ર જ ' ઈત્યાદિ.
મૂળનો અર્થ–નન્દ મુનિ કાળ પામીને છવ્વીસમા ભવમાં પ્રાણત નામનાં દેવલોકમાં. પુપત્તરાવતંસક નામના વિમાનમાં મહાન્ ઋદ્ધિના સ્વામી દેવના રૂપમાં ઉત્પન્ન થયા. ત્યાં તેમનું મસ્તક મુગટથી મંડિત હતું, કાન કળાથી શોભતાં હતાં. તેમના વક્ષસ્થળ પર લાંબે હાર શોભતે હતો. કંઠપ્રદેશ મેતીઓની માળાઓથી વ્યાપ્ત હતા. તેમણે દિવ્ય વસ્ત્ર ધારણ કર્યા હતાં. તે શ્વેત વાદળોમાં ચમકતી વિજળી જેમ ચમક્તાં હતાં. તેમની અને આંખો નિશ્ચલ, (સ્થિર) મત્સ્ય-ચુગલના જેવી હતી. (કારણ કે દેવોની પલકો પડતી નથી) તેમની વીસ સાગરોપમની સ્થિતિ હતી, એ દેવની ઉત્પત્તિના વખતે કલ્પવૃક્ષો ઉપરથી ફૂલોની વૃષ્ટિ થઈ, દેવ-દુÉભિઓને અવાજ થયો. ઝીણાં ઝીણાં જળબિન્દુઓની વર્ષા કરતે તથા નન્દન વનના કોના પરાગને ઉડાડતા શીતળ, મંદ અને સુગધિત પવન વાવા લાગ્યા. તે દેવ જ્યારે પોતાની ઉપરના દેવદુષ્ય (વસ્ત્ર) ને ખસેડીને બેઠાં ત્યારે અકસ્માતુ પિતાના પાસે રહેલાં વિમાને અને દેવ-વૃન્દને જોઈને આશ્ચર્યચકિત થયાં. તર્ક-વિતર્કમાં પડેલાં એવા તે વિચાર કરવા લાગ્યાં-આ બધુ મને કયા તપ-સંયમ આદિ રૂપ ધર્મના પ્રભાવથી મળ્યું છે. પ્રાપ્ત થયું છે અને મારી સામે
શ્રી કલ્પ સૂત્ર: ૦૧
૯૯