Book Title: Kalpasutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
કરૂં છું. હવે પછી એવું કરીશ નહીં. આ અકરણ (ન કરવાના) ભાવથી હું તેને ત્યાગ કરૂં છું.
(૧૫) હવે પછી હું છ જવનિકાયના સમસ્ત અને સમભાવથી જોઈશ. મારા જેવાં સમદશીને માટે સર્વે જી બધુનાં જેવાં છે.*
(૧૬) રૂપ, યૌવન, ધન, કનક, અને પ્રિયજનને સમાગમ આંધીથી ક્ષુબ્ધ થયેલાં સાગરની લહેરના જે ચપળ છે, અને કુશની અણી પર રહેલાં ઝાકળના બિન્દુની જેમ અસ્થિર છે.
(૧૭) જન્મ, જરા, મરણ તથા વિવિધ પ્રકારની આધિયો (માનસિક વ્યથાઓ) અને વ્યાધિ (જવર આદિ રોગો) વડે પીડિત પ્રાણીઓના જન્મ, જરા, મરણ વગેરેથી ઉત્પન્ન થયેલા સંતાપના સમૂહરૂપી પર્વતનું વિદારણ કરવામાં કુલિશ (વજા) નાં જેવાં તીર્થકર ભગવાનના દ્વારા કથિત ધર્મના સિવાય ત્રાણ કરવાં કે શરણ દેવા માટે બીજું કઈ શક્તિમાન નથી.
૧૮) કોઈ નિમિત્ત મળતાં જે સ્વજને છે તે પરજન બની જાય છે અને પરજન, સ્વજન બની જાય છે. આ સંસારમાં કોઈ આપણું નથી અને પરાયું પણ નથી. જે આ સ્થિતિ છે તે કર્યો વિવેકવાન તેમનામાં જરા પણ મન લગાડશે. ! એટલે કે કઈ નહિ લગાડે. ' (૧૯) જીવ એકલો જ પોતે કરેલાં કર્મોની સાથે જમે–અને મરે છે. તેની સાથે કોઈ આવતું પણ નથી અને જતું પણ નથી. પોતાનાં કર્મો વડે ઉદયમાં આવેલાં સુખ કે દુ:ખનો અનુભવ કરે છે. બીજું કોઈ પણ તેને સુખ કે દુઃખ પહોંચાડી શકતું નથી.
(ર) વાસ્તવિક વિવેકદ્રષ્ટિથી જોવામાં આવે તો શરીર અને આત્મામાં ગૃહ અને ગૃહસ્વામીના જેવી અત્યન્ત ભિન્નતા છે એ જ પ્રમાણે ધન, ધાન્ય, પરિવાર વગેરે પણ આત્માથી ઘણાં જ ભિન્ન છે, છતાં પણ મોહવડે મચ્છભાવ પામેલ મૂઢ પ્રાણી, શરીર આદિમાં નકામાં આસક્ત રહે છે. તેઓ જાણતા નથી કે શરીર ભિન્ન છે અને આમ પણ લિન્ન છે. આ શરીર અસ્થિ, (હાડ, મેદ, માંસ, રુધિર, સ્નાયુ (ન), મૂત્ર અને મળથી પરિપૂર્ણ છે. તેમાંથી નવ દ્વારા દ્વારા અશુચિ પદાર્થો ઝરતાં રહે છે. એવાં અશુચિના ભંડાર શરીર પર કે બુદ્ધિશાળી (ડાહ્યો) મેહિત થશે ? પણ મેહનો મહિમા અપરંપાર છે, જેને વશીભૂત થઈને મનુષ્ય એ જાણી શકતો નથી કે અવધિ પૂરી થતાં ભાડાના મકાનનાં જેવાં અતિશય પ્રિય આ શરીરને અવશ્ય છોડવું પડે છે. આ શરીરનું લાલન-પાલન કરવાને માટે સેંકડો પ્રયત્ન કરાય છતાં પણ તે તે નાશવંત જ છે. દેવશરીર પલ્યોપમ અને સાગરેપમ સુધી રહેનારાં હોય છે, પણ એક દિવસ તેને પણ છોડવું પડે છે તે પછી આપણાં શરીરની તો ગણત્રી જ શી આવાં ક્ષણસ્થાયી શરીર પર કર્યો વિવેકવાન પુરુષ મેહ ધારણ કરશે? તેથી જ ધીર પુરુષએ શરીરને એવી રીતે ત્યાગ કરવું જોઈએ કે ફરીથી શરીરની ઉત્પત્તિ જ ન થાય. એ રીતે મરવું જોઈએ કે ફરી કદી મરવું જ ન પડે.
(૨૧) ૧ કરુણાના સાગર, વિશ્વના બંધુ, અહં ત ભગવાન મારે માટે શરણ થાઓ. ૨-અશરીર (શરીર રહિત) જીવઘન એટલે કે કાન, નાક આદિનાં છિદ્રો ભરાઈ જાય છે. વચ્ચે ખાલી જગ્યા ૨ પ્રદેશમય સિદ્ધ ભગવાન મારે માટે શરણ થાઓ. ૩-નિઃસ્વાર્થ ભાવે જગતના જીની રક્ષા કરનારા સાધુ- મુનિ રાજ મારે માટે શરણ થાઓ. ૪-જેમાં રાગ-દ્વેષને માટે કોઈ સ્થાન નથી એ કેવળિ-પ્રરૂપિત ધર્મ મારે માટે શરણ થાઓ. દુઃખ હરનારા અને મેક્ષનાં કારણ એ ચાર શરણ મારે માટે છે.
શ્રી કલ્પ સૂત્ર: ૦૧