Book Title: Kalpasutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
(૫) ધર્મનું આચરણ સેવતાં કોઈપણ પ્રકારની શકિત રૂંધી હોય, તે તે વીર્યાચારના અતિચારની મન વચન કાયાથી નિંદા કરું છું.
(૬) લાભ અથવા મેહને લઈને, જે કંઈ સૂક્ષમ યા બાદર પ્રાણીની વિરાધના કરી હોય તો તેની ક્ષમા માંગું છું..
(૭) હાસ્ય-ભય-ક્રોધ અથવા લેભ વિગેરે કારણે દ્વારા અ૯૫ કે અધિક જુઠું બોલાયું હોય, તો તેની આત્માની સાક્ષીએ, કેવળીની સાક્ષીએ ગોંણા કરું છું.
(૮) રાગ-દ્વેષથી અ૯પ અથવા ઘણું, સચિત્ત અથવા અચિત્ત, એકાંતમાં અગર સમૂહમાં રહીને, જે કોઈપણ ચીજ વસ્તુ અલ્પ કે બહુ મૂલ્યવાળી હોય તે, આજ્ઞા સિવાય ગ્રહણ કરી હોય, તો તેને પરિત્યાગ કરું છું.
(૯) પૂર્વે દેવ-મનુષ્ય-તિયી સાથે મન-વચન-કાયાથી મૈથુન સેવવાની ભાવના કરી હોય, કરાવી હોય, અગર અમલમાં મૂકી હોય તે તે સર્વ પ્રકારના નવ કેટીના દોષની નિંદા કરું છું.
(૧૦) પૂર્વ કાળે લેભ અને દ્વેષથી પ્રેરાઈને, ધનધાન્ય-ઝવેરાત–સેનું રૂપું-મકાન-વિગેરે અચેત વસ્તુઓ, તેમજ દાસ-દાસી આદિ સચેત ચીજો, અલપ અગર બહુમૂલ્યવાળી વસ્તુઓ રહી હોય, અથવા પરિગ્રહ કર્યો હોય, તે સર્વ દોષની મન-વચન-કાયાના નવ પ્રકારથી, દુગુ છા કરું છું.
(૧૧) સ્ત્રી-પશુ-દાસ-દાસી-ધન-ધાન્ય-ઝવેરાત-સુવર્ણ-ચાંદી-ભવન-વસ્ત્ર આદિમાં મમતાભાવ કર્યો હોય તે તે મમતાભાવને ત્યાગું છું.
૧૨ રસનેન્દ્રિયને વશ થઈ રાત્રીના સમયે, આહાર આદિનું સેવન કર્યું હોય તે તેની મન-વચન કાયાના યોગથી આયણ ક' છું.
(૧૩) ક્રોધ, માન, માયા, લોભ, રાગદ્વેષ, કલહ, અભ્યાખ્યાન-પરની ઉપર આળ ચડાવવું, પૈશુન્ય-ચાડી, અને પરિવાદ-અન્યની નિંદા વિગેરેમાંથી કોઈ એકનું અથવા સર્વનું આચરણ કર્યું હોય, તે તેને પશ્ચાત્તાપ જાહેર કરું છું.
(૧૪) કષાયયુકત થઈ એકેન્દ્રિય જીવથી માંડી પંચેન્દ્રિય જીવ સુધીના કંઈપણુ જીવના પ્રાણ લીધાં હોય, પ્રાણ જાય ત્યાં સુધી માર માર્યો હોય, અથવા સૂક્ષમ પ્રહાર પણ કર્યો હોય, અથવા દ્રવ્ય અને ભાવ હિંસા અને કરી હાય, મન વચન-કાયાથી અથવા ત્રણ પૈકી કેઈપણ યોગ દ્વારા પીડા આપી હોય, પરિતાપના દીધી હોય, ઉપદ્રવ કર્યો હોય. એક સ્થાનેથી ઉપાડી અન્ય સ્થાને મૂકયાં હોય, કઠોર વચનથી મેણાં-ટોણાં માર્યા હોય, દેવ-તિર્યંચ-મનુષ્યની વિરાધના કરી હોય, તે તે સર્વ જીવોની ક્ષમા યાચું છું. સર્વ જી મને ક્ષમા આપે. ભવિષ્યમાં આવું અકાર્ય નહિં કરું તેના પ્રત્યાખ્યાન-પચ્ચખાણ-કરું છું !
(૧૫) આજથી હું સર્વ જીવો તરફ સમભાવની દ્રષ્ટિથી જોઉં છું-હું સમદશ થાઉં છું, એટલે તમામ અને મારા સરખા માનું છું.
શ્રી કલ્પ સૂત્ર: ૦૧