Book Title: Kalpasutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
દઢ થતા ગયા, પાંચ પ્રકારના સ્વાધ્યાયમાં રક્ત થયા, છકાયની રક્ષામાં દક્ષ બન્યા, સાત પ્રકારના ભયમાંથી વિમુક્ત થવા લાગ્યા, આઠ મદ છુટવા લાગ્યાં, બ્રહ્મચર્યની નવવાડોને શુદ્ધતા-પૂર્વક આચરવા લાગ્યા, દશ યતિધર્મનું પાલન કરતા થયા, અગ્યાર અંગના જ્ઞાતા બન્યા, બાર પ્રકારતા તપનું આચરણ કરવા લાગ્યા, સત્તર પ્રકારે સંયમથી વિભૂષિત થયા, બાવીસ પરિષહેને જીતવા લાગ્યા, અહંદુભકિત આદિ વીસ સ્થાનકની આરાધના કરતાં, અનેક પ્રકારે આત્મગુણાની ખિલાવટ કરતાં, દ્રવ્યું અને ભાવે અનુરૂપ૫ણને મૂત્ત સ્વરૂપ આપતા થકા, સ્વયં બળે અને પરાક્રમે, આત્મજાત જગાવતા “તીર્થંકર—નામ-ગોત્ર કમ ઉપાર્જન કર્યું (સૂ૦૩૩)
ટીકાને અર્થ– 'ઈત્યાદિ આ “નંદ' અણગાર કેવા પ્રકારના તપનું આચરણ કરતાં, ઇસમિતિ આદિ સમિતિ અને મને ગુપ્તિ આદિ ગુપ્તિઓને કેવી રીતે અમલી બનાવતાં, ગુપ્ત બ્રહ્મચર્યનું પાલન કેવી રીતે થતું, તે વધુ વિવરણ, તેમના વિશ્વભૂતિ’ નામના પંદરમાં 'ભવ'માં થઈ ચુક્યું છે.
આ ઉપરાંત અમુનિ પણ'માં તેમણે પાંચે ઈન્દ્રિય પર ખૂબ કાબુ મેળવ્યો હતો. “કષાયને પણ કાબુમાં લઈ નિબીજ જેવા બનાવી દીધાં હતાં. ચારે કષાયે ઉપશાંત પડયાં હતાં. માયા, નિદાન, અને મિથ્યા દર્શન આ ત્રણે શલ્યથી રહિત થયાં તેથી ભવભ્રમણ અને આત્મબ્રાન્તિ નિ:સત્વ બની ગયાં હ
રાગ-દ્વેષના પરિણામે દુઃખકર્તા છે, એમ જાણી તેને ટાળવા પુરૂષાર્થ કરવા લાગ્યાં, આત્મા પરના લક્ષે સુખ ઇરછે તે ભ્રમણા જ છે. એમ નકકી કરી વાસ્તવિક સુખની પછવાડે દિવસે કાઢવા લાગ્યા, આર્તધ્યાન અને રૌદ્રધ્યાન એ આત્માની આકુળતા વ્યાકળતા છે, એમ સમજી તે ટાળવાં લાગ્યાં, ને ધર્મધ્યાનમાં સ્થિર થઈ શુકલ ધ્યાન પર જવા પ્રયાસ કરવા લાગ્યાં.
આહારસંજ્ઞા-ભયસંજ્ઞા-મૈથુનસંજ્ઞા અને પરિગ્રહસંજ્ઞા આદિના વિચારે નિર્મૂળ કરવા લાગ્યાં. “સંજ્ઞા એટલે ઈચ્છા. આ ઈચ્છાઓ સર્વ દુઃખનું મૂળભૂત કારણ છે. એમ જાણી તેને જેટલો બને તેટલો ત્યાગ કરવા તત્પર રહેતાં.
સ્ત્રી-કથા, ભક્ત-કથા, રાજ-કથા અને દેશ-કથાઓને તે તેમણે નેવે ચડાવી દીધી હતી. મન-વચન અને કાયાના અશુભ વ્યાપારોથી તદ્દન વિમુક્ત થયાં હતાં. ધર્મ માં તત્પર હતા. દેવ-મનુષ્ય અને તિર્યંચ કૃત ઉપસર્ગોને સહન કરવામાં આનંદ માણતાં.
શ્રી કલ્પ સૂત્ર: ૦૧
૮૫