Book Title: Kalpasutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અથવા મહેનતાણું આપવું તે. આ નીતિ ફક્ત શુભ કાર્યોની અટકાયત કરનાર વ્યક્તિઓને શાંત કરવા પૂરતી જ મર્યાદિત રાખવામાં આવે છે. (૩) ત્રીજી રાજનીતિ “ભેદ' ની છે. રાજ્યનું ઈચ્છા-અનુસાર કામ પાર પડતું ન હોય, ને ઉપરોક્ત નીતિઓ નકામી જાતી હોય, ત્યારે રાજા વર્ગ વચ્ચે, પ્રજા-પ્રજા વચ્ચે, જ્ઞાતિ-જ્ઞાતિ વચ્ચે, ધર્મ—ધર્મ વચ્ચે, કુટુંબ-
કબ વચ્ચે, વ્યક્તિ-વ્યક્તિ વચ્ચે ભેદ ભાવ-તટસ્થભાવ ઉંચનીચ પણાના ભાવ વિગેરે અનેક પ્રકારની ભેદની દિવાલો ખડી કરી દે છે, અને અમુક વર્ગોને પોતાના પક્ષમાં લઈ ધારેલું કામ પાર પાડે છે. (૪) દંડ' આ ચેાથી નીતિ રાજકાજમાં ઉપયોગી છે. જયારે પહેલી ત્રણ નીતિ નિષ્ફળ જાય છે, ત્યારે જ આ નીતિનો આધાર, રાજાઓને લેવું પડે છે.
આવી નીતિનું પાલન કરી નંદરાજા પ્રજાને પિતાની સંતાનની માફક સર્વ રીતે સુખી કરતે વીસ લાખ વર્ષો સુધી રાજ્યના સુખ ભોગવ્યા. ત્યાર પછી “રાજ્ય સુખ દુઃખથી ભરેલાં અને કંટાળાજનક હોય છે તેમ
જ્યારે તેને લાગવા માંડયું ત્યારે રાજ્યના વિભ અને ઇન્દ્રિયોના સુખે, તેને અરુચિકર થવા લાગ્યાં. અણગમતી ભાવનાઓથી છૂટવા મને મંથન કરતે હતે. “ભાવે ભાવના ભાવીએ, ભાવે કેવલ જ્ઞાન” આ અનુસાર તે “સંત” ની ભાવના અહર્નિશ ભાવ્યા કરતે, ને ‘ભાવેલ ભાવના જરૂર ફલે છે તે કથન મુજબ પૂજ્ય પિટ્ટિલાચાર્યનો સમાગમ તેને મલી રહ્યો, ને તેના ઉપદેશથી મન દ્રવિત થઈ દીક્ષા અંગીકાર કરવા તરફ તે લલચાવે ને પરિણામે દીક્ષિત થઈ આત્મકલ્યાણમાં જોડાયો.
ભગવાનની વાણીએ ગૃહસ્થને “બાર ભાવના'નું સ્વરૂપ, હમેશા દિવસના પ્રભાતે, અગર રાત્રીના સમયે ભાવવાનું કહ્યું છે. “કયારે આ પરિગ્રહની જાળમાંથી મુક્ત થાઉં ? કયારે સંસાર છોડી સાધુ થાઉં? કયારે સર્વ કર્મને નાશ કરી કેવળ જ્ઞાનને વરું? આ ભાવના શ્રાવકના હૃદયમાં સેંસરી ઉતરી ગયેલી હોય તે જ તે શ્રાવકની કક્ષામાં ગણાય છે, એ શાસ્ત્રનો સ્પષ્ટ ઉલ્લેખ છે.
ગૃહસ્થાવાસમાં રહેતાં થકાં પણ, નંદરાજા આ “ભાવનાઓનું રટણ અને મનન કર્યા કરતે, તેના પરિણામે સાધુ પુરુષને યોગ્ય સમાગમ મળી ગયો. જેમ “સેનામાં સુગંધ મળે તેમ તેમની ભાવનાઓ, વ્યક્તરૂપે પ્રગટ થઈને ‘વદયા’ કે સ્વપરિણતિ તરફ ઢળી ગઈ (સૂ૦૩૨)
નંદરાજા અણુગાર–અવસ્થા પામીને શું કર્યું? તે કહે છે- “RST' ' ઇત્યાદિ.
મૂળનો અર્થ–પાંચ સમિતિ અને ત્રણગુપ્તિ-રૂપ આઠ પ્રવચન માતાનું શરાણું લઈ નયસારનો જીવ નંદરાજા ઇન્દ્રિયનું ગોપન કરવાવાળા બન્યા, ગુપ્તબ્રહ્મચારી થયા, જીતેન્દ્રિય અને કષાયરહિત બનવા લાગ્યા, મિથ્યાત્વરૂપી શલ્યને દૂર કરનારા થઈ, રાગદ્વેષને જીતવા કટિબદ્ધ થયા, આર્ત અને રૌદ્ર ધ્યાનને છોડવા લાગ્યા, ચાર વિકથાઓને છાંડી, મન, વચન અને કાયાના દુપ્રણિધાનથી છૂટા થયા, ધર્મને ઉદ્યોત કરવા લાગ્યા, પરિષહો અને ઉપસર્ગોને સ્વભાવયુક્ત બનાવી તેના પર વિજય મેળવવા મંડયા, સત્તર પ્રકારના સંયમમાં સ્થિરતા કરવા
તેમના માં, ઓ, તેના પર
શ્રી કલ્પ સૂત્ર: ૦૧
८४