Book Title: Kalpasutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
વાંચન, પૂછવું, વાંચેલું યાદ કરવું, વાંચેલ ઉપર વિચાર કરે, અને ધર્મકથાઓનું રટણ કરવું. આ સ્વાધ્યાય' ના પાંચ પ્રકાર શાસ્ત્રોક્ત છે, તે હમેશાં અમલમાં મૂકતાં હતાં. છએ કાયાના જીની દયા પાળવા ઉદ્યમવંત રહેતાં. રોગ આદિ અવસ્થામાં પણ સાવદ્ય ઔષધ-ભેષજ નહીં કરતાં ઈહલોકભય, પરાકભય, આદાનભય, અકસ્માતૃભય, આજીવિકાભય, મરણ ભય, અપયશભય, આદિ સાતે પ્રકારના ભયેને દૂર કરતાં આઠ મદને તેમણે ચકચર કર્યા હતાં. નવ પ્રકારની વાડોનું અવલંબન લઈ “બ્રહ્મચર્ય વ્રત' ને શદ્ધપણે પાળી રહ્યાં હતાં.
બ્રહ્મચર્યની નવવાડો આ પ્રમાણે છે
(૧) સ્ત્રી-પશ-નપુંસક ૨હિત ઠેકાણામાં રહેવું. (૨) સ્ત્રીની કથા વાર્તા કરવી નહિ, સ્ત્રીના આસને બેસવું નહિ. (૪) સ્ત્રીનું રૂપ નિરખવું નહિ. (૫) સ્ત્રી રહેતી હોય ત્યાં ભીંતને આંતરે રહેવું નહિ. (૬) પૂર્વની કડા સંભારવી નહિ. (૭) પ્રતિદિન કારણવગર ઘી-દૂધ, મશાલાવાળા આહાર–પાણી લેવા નહિ. (૮) અતિ આહાર કરવો નહિ. (૯) શરીરની શોભા કરવી નહિ. આ “બ્રહ્મચર્ય' વ્રતને સારી રીતે નિભાવવાના સાધન છે.
ક્ષમા, નિર્લોભીપણું', કપટરહિતપણું, માનરહિતપણું, લધુભૂત-દ્રવ્યભાવે હલકું રહેવું, સત્ય, સંયમ, બાર પ્રકારના તપ કરવા, ત્યાગ અને બ્રહ્મચર્ય વ્રત, આ દશ યતિ ધર્મો છે. તેમાં ‘નંદ' અણુગાર સ્થિત હતાં.
સર્વગુણ સંપન્ન એવા વીશ સ્થાનકના અહર્નિશ આરાધક “નંદ અણગારે સ્થાનકવાસીપણું આરાધીને તે ભવમાં તીર્થંકર-નામ-શેત્ર ઉપાર્જન કર્યું ને ભવભ્રમણની શંખલા-સાંકળને તેડી-
વડી નાખી, અક્ષયપદને ટૂંક સમયમાં પ્રાપ્ત કરવા સર્વ પ્રકારનો મસાલે તૈયાર કર્યો. (સૂ૦૩૩)
આ પ્રકારે વિવિધ પ્રકારની તપશ્ચર્યાની સાથે વીશ થાનકેની આરાધના કરીને તીર્થકર નામ ગોત્રનું ઉપાર્જન કરવાવાળા તે મુનિએ જે કર્યું તે કહે છે બાદ ' ઈત્યાદિ.
મૂલને અથ–ઇન્દ્રિયને જીતવાવાળા, દમનશીલ, ઉપશાંત ચિત્તવાળા નંદમુનિએ અંત સમયે નીચે પ્રમાણે આરાધના કરી
(૧) કાળ-વિનય વિગેરે આઠ પ્રકારના જ્ઞાનાચાર પૈકી કઈપણ એક આચારમાં, અથવા સમસ્ત આચારોમાં, જે કઈ અતિચાર લાગ્યો હોય, તેને ધિક્કારું છું, નિંદા કરું છું.
(૨) નિશકિત આદિ આઠ દર્શનના આચારમાં, જે કઈ અતિચાર લાગે હોય તે તેને મન-વચન કાયથી પરિત્યાગ કરું છું.
(૩) પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિરૂપ આઠ પ્રવચન માતાના ચારિત્રાચારમાં, જે કઈ અતિચાર લાગે હોય, તે સર્વને મન-વચન-કાયાથી નિંદું છું.
(૪) બાહ્ય અને આત્યંતર ભેટવાળા બાર પ્રકારના તપાચારનું આચરણ કરતાં, જે કઈ અતિચાર લાગ્યા હોય, તેને પ્રતિકકું છું.
શ્રી કલ્પ સૂત્ર: ૦૧