Book Title: Kalpasutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
(૯) મૈથુન સેવવામાં મન, વચન, અને કાયાના યોગ પ્રવર્તાવ્યાં, નવાવાડ સહિત બ્રહ્મચર્ય પાળ્યું નહિ, નવવાડમાં અશુદ્ધપણે પ્રવૃત્તિ કરી પિતે સેવ્યું. બીજા પાસે સેવરાવ્યું, સેવનાર પ્રત્યે ભલું જાણ્યું, તે મન, વચન, કાયાએ કરી મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છા મિ દુક્કડં. તે દિવસ મારો ધન્ય હશે કે જે દિવસે હું નવવાડ સહિત બ્રહ્મચર્ય આરાધીશ, સર્વથા પ્રકારે કામવિકારથી નિયતીશ, તે દિવસ મારો પરમકલ્યાણમય થશે મનુષ્ય, દેવ અને તિર્યંચ સંબંધી મૈથુન સેવવાના નવ-નવકેટિએ મેં પચ્ચખાણ કર્યા છે તેમાં જે કઈ અતિચાર લાગ્યો હોય તેની નિંદા, ગહણ કરું છું.
(૧૦) સચિત્ત પરિગ્રહ તે દાસ, દાસી, દ્વિપદ, ચૌપદ આદિ, અચિત્ત પરિગ્રહ-મણિ, પત્થર આદિ અનેક પ્રકારે છે. તેનું, રૂપું, વસ્ત્ર, આભરણ આદિ અનેક વસ્તુ અચિત્ત છે, તેમાં મમતા, મૂચ્છ, પિતાપણું પૂર્વભવે આ ભવે કર્યું, ક્ષેત્ર આદિ નવ પ્રકારના બાહ્ય પરિગ્રહ, અને ચૌદ પ્રકારના અત્યંતર પરિગ્રહને ધાર્યો, ધરા, ધારણ કરતાં પ્રત્યે અનુમો, તથા રાત્રિભેજન, અભક્ષ્ય આહાર આદિ સંબંધી, પૂર્વ ભવમાં, ઉપરોક્ત પાપ સેવ્યા તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છા મિ દુક્કડં. તે દિવસ મારો ધન્ય હશે! કે જે દિવસે હું સર્વથા પ્રકારે શરીર, પુસ્તક, પાના. પિથી, શિખ્યો, વિગેરેની મમતાને ત્યાગ કરી બધા પ્રપંચથી નિવતશ, અને દ્રવ્ય ભાવે નગ્નભાવમંડભાવનું સેવન કરીશ. તે દિવસ મારો પરમ-કલ્યાણમય થશે.
(૧૧) સ્ત્રી, પશુ, દાસ, દાસી, ધન, ધાન્ય, હિરણ્ય, સુવર્ણ, ભવન, વસ્ત્ર, આદિમાં જે મમત્વભાવ કીધે હોય તે તે બધાને ત્યાગ કરું છું.
(૧૨) છત્તેન્દ્રિયને વશીભૂત થઈ જે મેં રાત્રિમાં અશન–પાન-ખાદ્ય-સ્વાદ્ય-રૂપ ચાર પ્રકારના આહારનું સેવન કર્યું હોય તે તેની મન-વચન અને કાયાથી નિંદા કરું છું.
(૧૩) હિંસા આદિ પઅને ક્રોધ ૬, માન ૭, માયા ૮, લોભ , રાગ ૧૦, દ્વેષ ૧૧, કલહ ૧૨, અભ્યાખ્યાન ૧૩, પશુન્ય-(ચાડી કરવી) ૧૪, પર પરિવાદ–બીજાની નિંદા ૧૫, રત્યરતિ ૧૬, માયામૃષા ૧૭ મિથ્યાદર્શનશલ્ય ૧૮ આ અઢાર પાપોમાં કઈ પણ પાપનું આચરણ કર્યું હોય તે તે બધાને મન, વચન અને કાયાથી પરિત્યાગ કરું છું.
શ્રી કલ્પ સૂત્ર: ૦૧