Book Title: Kalpasutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ભગવાનનું મને શરણું હજો ૨. નિઃસ્વાર્થ ભાવે જગતવાસી જીવ જંતુઓની રક્ષા કરવાવાળા સાધુ-સાધ્વીનું મને શરણું હ૩. રાગદ્વેષરહિત કેવળી પ્રરૂપિત ધર્મનું મને શરણું હજે ૪.
આ ચાર શરણે જ મારા વાસ્તવિક શરણાં છે, ને તે મારા પરંપરાના દુઃખને હરવાવાળા છે!
(૨૨) આજથી જીનવાણી મારી માતા છે, નિર્ગસ્થ ગુરુ મારા પિતા છે. જનદેવ મારા દેવ છે, જીનભાષિત ધર્મ મારે સાચો ધર્મ છે. સાધમી મારા ભાઈ-ભાંડુ છે. આ સિવાય સર્વ કઈ બંધનરૂપ છે.
(૨૩) વર્તમાન ચૌવીસીના વીસ તીર્થંકરોને તેમ જ ભરત એરવત અને મહાવિદેહ ક્ષેત્રમાં થવાવાળા જિનેશ્વર દેવને નમસ્કાર કરું છું, વંદન કરું છું, અને તેમની પર્યું પાસના કરું છું, કારણ કે તેઓ કલ્યાણમય અને મંગલમય છે. દેવ તેમજ જ્ઞાનસ્વરૂપી છે. આ દે, મનુષ્યના કલ્પવૃક્ષ સમાન છે. તેઓને બોધ, સંસારસાગર તરવા માટેજ ઉપદેશાએલો છે. (૧)
જેમણે ભવપરંપરાથી ઉપજેલ કર્મના દળને શુક્લલેશ્યા અને શુકલધ્યાનરૂપી અગ્નિ વડે ભસ્મીભૂત ક્ય છે. એવા સિદ્ધ ભગવાનને નમસ્કાર કરું છું. (૨)
સંસારના દુઃખથી ભયભીત થયેલ જીવોને ભયમુક્ત કરવામાં જે સર્વદા તત્પર છે, જેઓએ ભય ટાળવા જીનવાણીને ધારણ કરી છે, જેઓ જ્ઞાનાચાર–દશનાચાર–તપાચાર અને વીર્યાચારનું પાલન કરવામાં અનેક સામશ્ય બતાવે છે, તેવા આચાર્ય ભગવાનને નમસ્કાર કરું છું. (૩)
સમસ્ત શ્રુત-આગમને જેઓએ યથાવત્ ગ્રહણ કર્યા છે, સકલ-આગમ-જ્ઞાનથી સંપન્ન છે, તેમજ શ્રતનું અધ્યયન કરાવવા તત્પર છે. તેવા ઉપાધ્યાય ભગવાનને નમસ્કાર કરું છું. (૪)
અનંત ભવને અંત કરવાવાળા, સાધુના સત્યાવીસ ગુણેથી વિરાછત, અઢાર હજાર શીલાંગરથ-શીલના અંગરૂપી રથને ધારણ કરવાવાળા સાધુજીને નમસ્કાર હજે.! (૫).
આ પાચ નમસ્કાર જીવના જીવનને સાર છે, સમસ્ત પાપોના સમૂહને કાટવાવાળે છે, સકલ મંગલેમાં શ્રેષ્ઠમંગલ છે.
(૨૪) આજથી સર્વ પ્રકારના સાવદ્ય (પાપકારી) વેગને જીવન પર્યંત મન-વચન-કાયાથી ત્યાગ કરૂં છું. તેની સાથે ચારે પ્રકારના આહારને પણ છોડું છું. અંતિમ શ્વાસોશ્વાસ સુધી આ શરીરનો પણ પરિત્યાગ કરૂં છું. (સૂ૦૩૪)
ટીકાનો અર્થ-ઉપશાંત ચિત્તવાળા મુનિ નંદે નીચે લખ્યા મુજબ, અંતિમ આરાધના કરી(૧) કાલ-વિનય આદિ આઠ પ્રકારના જ્ઞાનાચારમાં જે કઈ અતિચારનું સેવન કર્યું હોય તેની ગહ કરૂં છું. કાલ ૧, વિનય ૨, બહમાન ૩, ઉપધાન ૪, અનિદ્ભવ ૫, સૂત્ર ૬, અર્થ ૭, તદુભય [ સૂત્ર અને અર્થ
શ્રી કલ્પ સૂત્ર: ૦૧
૮૯