Book Title: Kalpasutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
કારણ અન્યના આડંબરે, છટા દેખાવે, બાહ્ય શૈલી, આચાર વિચારની દાંભિકતાને લઈ અણસમજુ તેમજ અધૂરા જ્ઞાનવાળે જીવ સાચી વસ્તુને છેડી ખાટીને વળગે છે, પરિણામે “તો પ્રતતો અBઃજેવી સ્થિતિ ઉત્પન્ન થાય છે, માટે અન્ય મતની આકાંક્ષા વિના જે કાંઈ તેને સાંપડયું હોય તેમાંથી સારભૂત ગ્રહણ કરી આત્માને ગષ,
૩-નિર્વિચિકિત્સા'-આગમનો અર્થ યુક્તિ-પ્રયુક્તિથી સમજા હોય છતાં તેમાં અથવા તેના ફલમાં સંદેહ અગર શંકા ન લાવવી તે આગમના અર્થ અને ભાવાર્થ ઘણી રીતે સમજાય છે, સમજ્યા પછી તેમાં શંકા નહિ લાવવી.
૪-“અમૂઢદષ્ટિ' –કુતિર્થીઓનું દાખલા દલીલમાં સામર્થ્યપણું જોઈ તેમાં નહિ અંજાઈ જવું. એટલે વીતરાગ ધર્મમાં અવિચલ રહેવું.
૫- ઉપખંહણ'–સાધમજનોની સેવા ચાકરી કરવી, તેમજ તેમાં રહેલાં ગુણેની પ્રશંસા કરવી તે.
૬- સ્થિરીકરણ” ધર્મથી ચલિત થનારને યુતિપ્રયુકિતથી સમજાવી ઠેકાણે લાવ તેમજ કેમલ વચને દ્વારા પુનઃ ધર્મમાં સ્થિર કરે તે.
૭-'વાત્સલ્ય”-સાધમ ભાઈઓને ભેજન-વસ્ત્ર આદિ આપી તેનું યોગ્ય સન્માન કરવું તે. વાત્સલ્ય એટલે એકજ ધર્મના અનુયાયીઓ અંદરો અંદર પ્રેમ અને સૌજન્યતાથી વર્તે છે.
૮ “પ્રભાવના” ધર્મકથા, પ્રતિવાદીઓ ઉપર વિજય, દુષ્કર તપશ્ચર્યા, સૂત્ર-સિદ્ધાંત આગમને ફેલા કરે, તેમ જ ધર્મની ત હમેશા જાગતી રહે તેવા કાર્યો કરવા તે.
નદ અણગાર અંતિમ સમયે આત્માની સાક્ષીએ જાહેર કર્યું કે ઉપરના આચારોમાં જે કઈ દોષ લાગ્યો હોય તેની નિંદા કરૂં છું.
નંદ અણુગારે વળી આત્મસાક્ષીએ ઉમેર્યું કે આજસુધી આ ભવમાં પહેલાં સંખ્યાતા, અસંખ્યાતા અને અનંતા ભવમાં, કદેવ, કુગુરુ અને કુધર્માની સહયું, પ્રરૂપણા, ફરસના, સેવનાદિક સંબંધી પાપ દોષ લાગ્યાં હેય, તે સર્વ મિથ્યા થાઓ !
અજ્ઞાનપણે, મિથ્યાત્વપણે, અવ્રતપણે. કષાયપણે, અશુભાગે કરી. પ્રમાદે કરીઅપછંદ અવિનીતપણું મેં કર્યું હોય તે સર્વે મિચ્છા મિ દુક્કડ.
શ્રી અરિહંત ભગવંત વીતરાગ કેવળજ્ઞાની મહારાજની, શ્રી ગણધદેવની, શ્રી આચાર્યની, શ્રી ધર્માચાર્યની, શ્રી ઉપાધ્યાયની, શ્રી સાધુ-સાધ્વીની, શ્રાવક શ્રાવિકાની, સમદષ્ટિ સાધમ ઉત્તમ પુરૂષોની, શાસ્ત્ર-સૂત્ર પાઠની, અથ–પરમાર્થની, ધર્મ સંબંધી, અને સકલ પદાર્થોની અવિનય, અભક્તિ, અશાતનાદિ કરી, કરાવી અનુમોદી, મન-વચન-કાયાએ કરી, દ્રવ્યથી, ક્ષેત્રથી, કાલથી અને ભાવથી, સમ્યક્ઝકારે વિનય, ભકિત, આરાધના, પાલના, સ્પર્શના, સેવનાદિક યથા ગ્ય અનુક્રમે નહિ કરી, નહીં કરાવી, નહીં અનુમોદી તે મને ધિક્કાર ધિકકાર, વારંવાર મિચ્છા મિ દુકકડમારી ભૂલચૂક, અવગુણ, અપરાધ સર્વે માફ કરો, હું મન-વચન-કાયાએ કરી ખમાવું છું.
(૩) પાંચ સમિતિ અને ત્રણ ગુપ્ત રૂ૫ ચારિત્રાચારના અતિચારની નિંદા કરું છું. (૪) બાહ્ય અને અત્યં
શ્રી કલ્પ સૂત્ર: ૦૧