Book Title: Kalpasutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
(૧૬) રૂપ-યૌવન-ધન-કનક-અને સગાંવહાલાંને સંબંધ, સાગરના મોજા સમાન ચંચળ છે. વિજળીના ચમકારા જે ચપળ છે, અને ઝાંડના પાંદડા પર પડેલાં ઝાકળના બિંદુ સમાન અસ્થિર છે. માટે કણ વિવેકીજન આમાં લલચાશે ? એટલે કેઈ નહિ.
(૧૭) જન્મ-જરા-મરણ-આધિ-વ્યાધિથી ઘેરાયેલ સંસારી જીને, અહંતભાષિત ધમ સિવાય કોઈ શરણભૂત નથી.
(૧૮) રાણાનુબંધને લીધે સૌ કે આવી મળે છે. પુણ્યનો શુભયોગ થતાં પરાયા પણ સ્વજન અને મિત્ર બની જાય છે, ને પાપને ઉદય થતાં નેહીઓ પણ દુશમન થઈ પડે છે. માટે આ જીવને કેઈપણું સ્વજન કે પરજન નથી. જ્યારે આવી સ્થિતિ છે ત્યારે કોણ વિવેકી આમાં મન લગાડશે, એટલે કેઈ નહિ. ' (૧૯) જીવ એકલે આવ્યું છે અને એકલે જાય છે. સાથે પૂર્વે બાંધેલા કર્મ સમૂહ લઈ જાય છે. શુભાશુભ કર્મો સિવાય, કાંઈપણ સાથે જતું નથી. પિતાના કર્મો ઉદય આવ્યે સુખદુઃખને અનુભવ સ્વયં કરે છે. બીજા કેઈપણ સુખદુઃખના ભાગીદાર બનતાં નથી.
(૨૦) તાત્વિકદષ્ટિથી જુઓ તે દીપક જેવું સાફ જણાશે કે શરીર અને આત્મા અને ભિન્ન પદાર્થો છે. ઘર અને ઘરના માલિક જે સબંધ તરી આવે છે. જ્યારે શરીર અને આત્મા ભિન્ન છે. તે ધન-ધાન્ય પરિવાર આદિ આત્માથી અત્યંત ભિન્ન છે! આવું દીવા જેવું જાણવા છતાં, મોહને લીધે પ્રાણી શરીર વિગેરેમાં આસકત બને છે, ને મિથ્યાત્વ ભાવનાને લીધે શરીરને જ “આત્મા’ માનવા લાગે છે.
આ શરીર હાડકાં, મેદ, ચરબી, માંસ રુધિર, સ્નાયુ, મળ અને મૂત્રથી પરિપૂર્ણ છે. નવ દ્વાર દ્વારા અહર્નિશ આ શરીરમાંથી અશુચિ ઝર્યા કરે છે. તે કયે બુદ્ધિમાન પુરુષ આ શરીરને પિતાનું માને ? પરંતુ મેહનો મહિમા અપાર અને અગોચર છે. આ શરીરની સ્થિતિ પૂરી થયે ભાડાનું મકાન જેમ ખાલી કરવું પડે છે તેમ આ શરીરને પણ મૂકી દઈ ચાલી નીકળવું પડે છે. આ શરીરનું ગમે તેવું પાલન જતન કરે, તે પણ નાશ પામવાનું જ છે, કારણ કે તેને સ્વભાવ વિનાશશીલ છે.
દેવ કે જેનું શરીર, હાડ માંસ વિનાનું કંચનવાણું છે, તેમજ દીર્ધકાળ એટલે પોપમ સાગરોપમ સુધી ટકવાવાળ છે, છતાં અંતે તો તે શરીરને પણ મૂકવું પડે છે, તે આ ચેડા કાળ સુધી નભવાવાળા શરીરની શી વાત કરવી ?
* ધીર અને વીર પુરુષોને એવી રીતે તેને ત્યાગ કરવો ઘટે છે, કે ફરી વખત, શરીરની ઉત્પત્તિ ન થાય, મરણ પણ એવી રીતે થવું જોઈએ કે ફરીથી મરવું ન પડે!
(૨૧) કરુણાસાગર-વિશ્વબંધુ-અહંત ભગવાનનું મને શરણું હજો ૧. અશરીરી ચૈતન્યઘન એવા સિદ્ધ
શ્રી કલ્પ સૂત્ર: ૦૧
૮૮