Book Title: Kalpasutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ટીકાને અર્થ– રમાન ઈત્યાદિ. કરુણશીલ સ્વભાવ જેને થઈ ગયું હતું તેવા નયસારના જીવે, વિમળ રાજાના ભવે મૃત્યુ સમયે શાંતરસે પરિણમી દેહત્યાગ કર્યો હતો. મરણ સમયે જેના ભાવ, શુભ રીતે વહન કરતાં હોય, તે આગામી ભવે પણ શાંત રસ લઈને જ જન્મે છે. તે અનુસાર છત્રા નામની નગરીમાં જીતશત્રુ રાજાની રાણી ભદ્રાદેવી પણ કરણાને નિધિ હતી, તેની જ કુક્ષિમાં તે જગ્યા. ગર્ભ જે પુણ્યશાળી હોય તે ગર્ભ સ્થાન પણ પુણ્યવંતુ અને કરુણારસથી ભરેલું મળે છે.
વીરરસ શંગારરસ આદિ નો રસે વતે છે. પણ સર્વ રસમાં કરુણ રસ શ્રેષ્ઠ ગણાય છે, કારણ કે કરણાથી ભરપૂર થયેલા જીવમાં, અનંત ગુણોને વાસ થાય છે. અનંત પ્રકારની સિદ્ધિ પેદા થાય છે. સર્વ દુશ્મને દુશ્મનાવટ છે મિત્રતા મેળવવા ચાહે છે.
નંદરાજા કરૂણામય હતો, એટલે કેઈનું પણ દુઃખ ક્ષણવાર જોઈ શકતા નહિ. તેથી જ પ્રજાનું દુઃખ હેડકવામાં રાત-દિવસ મગ્ન રહે, ‘દયા’ સાથે રાજ્ય ચલાવવાની “રાજનીતિ’ પણ હોવી જોઈએ. “રાજનીતિ’ ના ચાર પ્રકાર છે. (૧) સામ, (૨) દાન, (૩) ભેદ, (૪) દંડ.
(૧) “સામનીતિ' એટલે સમજાવીને સમજણપૂર્વક પ્રજા અને અધિકારીઓ પાસેથી કામ લેવું તે. દાખલા દલીલ-ઉદાહરણો-દૃષ્ટાંત પૂર્વક તેમજ લાગવગ અગર પંચ-પંચાયત મારફત કામ પાર પાડવું તેને “સામ” કહે છે. “સામને વાસ્તવિક અર્થ “શાંતિ થાય છે. તે સૂચન કરે છે કે શાંતિપૂર્વક જ્યાં સુધી કામ લેવાય ત્યાં સુધી લેવું તે “સામ નીતિ” છે. (૨) બીજી નીતિ “દાન’ છે, જે શાંતિપૂર્વક કઈ પણ પ્રકારના ખખડાટ સિવાય કામની પૂર્ણાહુતિ નહિ થતી હોય તે, “દાન' નીતિ અમલમાં મૂકવી પડે છે. “દાન” એટલે આડખિલ્લી ઉભી કરનાર
વ્યક્તિઓને કાંઈક પણ વસ્તુ આપી કામને સરેતેલ ઉતાવુંતે આ દાન કઈ ખરાબ કામમાં નહીજ પણ પ્રજાના હિતમાં આડા આવતાં માનવીઓને કઇપણ પ્રકારની લાલચ અથવા આડકતરી સહાયતા અથવા કામની બક્ષીશ,
શ્રી કલ્પ સૂત્ર: ૦૧
૮૩