Book Title: Kalpasutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ભિષેક કરાવ્યું. પૃથ્વી પર રાજ્ય કરતાં કોઈ એક વખત રાજા કીડા કરવા વનમાં ગયે. કીડા દરમ્યાન કેઈ એક હિરણને પારધિની જાળમાં ફસાયેલ જે. મરણન્તદશા જોઈ રાજાએ હરણને જાળમાંથી બચાવી લીધો ને રાજ્ય ભરમાં અમારી શેષણા કરી કે-અહિંસા એ જ ઉત્તમ વસ્તુ છે. કહ્યું પણ છે–
"कल्लाणकोडीकारणी, दुहगइदुहनिट्ठवणी, संसारजलतारणी, एगंत होइ जीवदया” ॥१॥ एवं खु नाणिणो सारं, ज न हिंसइ किंचणं ।
अहिंसा समयं चेव, एवावंत वियाणिया. ॥२॥ અર્થા-કોડે કલ્યાણની કરનારી, દુર્ગતિ અને દુઃખને દૂર કરનારી, તથા સંસાર સમુદ્રથી તારનારી એવી એક જીવદયા” જ છે (૧)
એ પ્રમાણે જ્ઞાનીનો સાર એ છે કે કિંચિત માત્ર પણ હિંસા ન કરે અને અહિંસાથી સમતા થાય છે, એમ જાણીને જ્ઞાની પુરુષ કેઈ પણ જીવને પીડા ઉપજાવે નહિ. (૨)
ઉપરોક્ત ભાવનાવાળે “આદેશ' વિમલ રાજાએ પ્રજાને કહ્યો અને આખા રાજ્યમાં હિંસા નહિં કરવાનું ફરમાન જાહેર કર્યું. પિતાની ભાવના પણ એ હતી કે દયા તમામ પુણ્યનું મૂલ છે. “જીવદયા’ સર્વશાસ્ત્રસંમત છે. દયાની બાબતમાં કેઈન પણ વિરોધ નથી. દયાલમ' સમાન કેઈ અન્ય ધર્મ નથી. ચિંતામણિ સમાન અમૃત કળ દેનાર એકજ સાધન ‘દયા’ છે. ક૫તરુ સમાન ઈચ્છિત ફળ દેનારી છે. માગ્યા મેહ વરસાવનાર કામધેનું સમાન છે. યામી ગતિઓનો નાશ કરી, અણુમેલ એવા માનવ ભવને પ્રાપ્ત કરે છે. માનવભવમાં દયાથી વિભૂષિત થયેલ છવ, મોક્ષનગરીમાં સુખેથી પહોંચી જાય છે. તે કારણે ‘દયા’ને શાશ્વત સુખ આપનારી કહેવામાં આવી છે. (સૂ૦૩૧)
ટીકાને અર્થ—‘જ ર ઈત્યાદિ. સ્વર્ગમાંથી ચ્યવી દક્ષિણ ભારતમાં આવેલા શાલ્વ નામના દેશમાં રથપુર નગરના પ્રિય મિત્ર રાજાની રાણીને પેટે નયસારને જીવ અવતર્યો. માતા-પિતાએ તેનું નામ “વિમલ' રાખ્યું. યુવાવસ્થા પ્રાપ્ત થતાં રાજ્ય પર બેસી ન્યાયયુક્ત શાસન કરવા લાગ્યા.
પર્યટણ પર જતાં કેઇ એક પારધી વડે પકડાએલ હરણને યાદષ્ટિ વડે જાળમુક્ત કર્યો. જાળમુક્ત થતાં હરણ આનંદથી નાચવા લાગ્યો ને કુદકાં ભરતે વનમાં સ્વૈર વિહાર કરવા ઉપડી ગયે.
હરણને આનદ ઈ, રાજાએ મનમાં ગાંઠ બાંધી કે “અભયદાન' સર્વદાનોમાં શ્રેષ્ઠ છે. તેથી રાજ્યમાં પડ બજાવી પ્રજાને વિદિત કર્યું કે કઈ પણ જાતની હિંસા મારા રાજ્યમાં ન થવી જોઈએ. ‘દયા’ જેવો કોઈ ધર્મ નથી, ‘દયા’ ઉપરજ સર્વ શાસ્ત્રોના સિદ્ધાંતે નક્કી થયાં છે, ને તે પ્રમાણે નાની મોટી દયાના પ્રકારો સમાજમાં ઉપસ્થિત થયાં છે. બુદ્ધને દયાધમ માનવ અને પશુ-પક્ષીની કક્ષા સુધી પહોંચે છે, પણ ભગવાન મહાવીરને
શ્રી કલ્પ સૂત્ર: ૦૧