Book Title: Kalpasutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સર્વાર્થસિદ્ધવિમાનવાસિદેવનામકસ્રોયવિંશતિતમો ભવઃ ..
ટીકાને અર્થતg ' ઈત્યાદિ. દીક્ષા લીધા પછી પિટિલ મુનિએ અનશન આદિ બાર પ્રકારનાં ઘોર તપની આરાધના કરી. સંયમ–તપની આરાધના કરતાં, અહંદુ-ભક્તિ, સિદ્ધભક્તિ, પ્રવચનભક્તિ આદિ વીસ સ્થાનની પણ આરાધના કરી. એ રીતે સ્થાનકવાસિત્વની આરાધના કરીને દીક્ષાના દિવસથી શરૂ કરીને નિરંતર મા ખમણની તપસ્યાથી કરોડ વર્ષ સુધી ઘેર તપશ્ચર્યા કરીને, ધર્મધ્યાન અને પ્રશસ્ત આમ-પરિણામ સાથે કાળ-માસમાં કાળ પામીને, તેવીસમાં ભવમાં, સહસ્ત્રાર નામનાં દેવલોકમાં, સર્વાર્થ નામનાં વિમાનમાં, ઓગણીસ સાગરોપમની સ્થિતિવાળાં દેવરૂપે જન્મ લીધો. અહીં એ સમજી લેવું જોઈએ કે પિટ્ટિલ મુનિએ એક કરોડ (૧૦૦૦૦૦૦૦) વર્ષ સુધી સંયમનું પાલન કર્યું. દીક્ષાના દિવસથી શરૂ કરીને તેમણે જીવ્યાં ત્યાં સુધી નિરંતર માસ-માસખમણની તપસ્યા કરી. તેથી છનું લાખ, છાસઠ હજાર, છ છાંસઠ (૬૬૬૬૬૬) વર્ષ, આઠ માસ, એક દિવસને તપસ્યાને સમય થયો. તેનાં મા ખમણ અગીયાર (૧૧) કરઠ ૬૦ લાખ (૧૧૬૦૦૦૦૦૦) થાય છે. પારણના દિવસે અગીયાર કરોડ નવાણું લાખ, નવાણું હજાર, નવસે નવાણું (૧૧૯૯૯) થાય છે. એ દિવસના ત્રણ લાખ, તેત્રીસ હજાર ત્રણસો તેત્રીસ. (૩૩૩૩૩૩) વર્ષ, ત્રણ માસ, એગનત્રીસ (૨૯) દિવસ થાય છે. “સમવાય સૂત્ર” માં કહ્યું છે
“समणे भगवं महावीरे तित्थयरभवग्गहणाओ छट्टे पोहिलभवग्गहणे एगं वासकोडिं सामण्णपरियागं पाउणित्त सहस्सारे कप्पे सबढविमाणे देवत्ताए उववण्णे"-इति
શ્રમણ ભગવાન મહાવીર, તીર્થકર ભવગ્રડણ કર્યા પહેલાં છઠ્ઠી પિટ્ટિલના ભાવમાં એક કરોડ વર્ષ સુધી શ્રમણ-પર્યાય પાળીને સહસ્ત્રાર દેવલોકનાં સર્વાર્થ નામના વિમાનમાં દેવરૂપે ઉત્પન્ન થયાં.
આ કથન વડે પશ્ચાતુપૂવ થી છઠ્ઠો ભવ તે પિટ્ટિલને ભવ જ્ઞાત થાય છે. અને પૂર્વાનુમૂવીથી એ જ બાવીસમે ભવ થાય છે. તેથી બાવીસમે ભવ તે પિટિલને ભવ અવશ્ય કહેવું જોઈએ. આ શાસ્ત્ર-વચનને અનાદર કરીને જેમણે બાવીસમાં ભવમાં બીજું નામ કહેલ છે, તે આગમથી વિરૂદ્ધનું છે. (સૂ૦૩૦)
હવે ચોવીસમા ભવનું નિરૂપણ કરે છે–ત્ત ઇત્યાદિ.
વિમલનામકશ્ચતુવિંશતિતમો ભવઃ
મૂળનો અર્થ–દેવનું આયુષ્ય, ભવ અને સ્થિતિ પૂરા કરી ત્યાંથી ચવીને ચોવીસમાં ભવમાં ભરતક્ષેત્રના શાવામાં રથપુર નામના નગર મળે “પ્રિય મિત્ર” નામના રાજાની 'વિમળા” નામની રાણીના ઉદરમાં પુત્રરૂપે નયસારને જીવ આવ્યો.
માતા-પિતાએ તેનું નામ “વિમલ' રાખ્યું. બાલ્યાવસ્થા પસાર કરી યુવાવસ્થાને પામતાં પિતાએ રાજ્યા.
શ્રી કલ્પ સૂત્ર: ૦૧