Book Title: Kalpasutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ધનવંત અને શાસનપતિને ત્યાં બાળકને વિવિધ રીતે પોષવા અને વિવિધ પ્રકારના ઉચ્ચ સસ્કાર પાડવા, ઉપમાતાએ રાખવામાં આવે છે. આ ઉપમાતાએ ‘ ધાવ-માતાએ ’ તરીકે ઓળખાય છે. આ માતાએ પેાતાને સાંપાએલ બાળકેાની માતા તરીકે જ તમામ રીતે વર્તન કરે છે. તેના માન-મરતખા પણ તે ઘરમાં સારા અને આદરણીય હાય છે.
પાંચ ધાવ માતાઓના કન્ય આ પ્રમાણે હોય છે—(૧) મજજનધાત્રી-આ માતા બાળકને સારી રીતે નવરાવે–ધાવરાવે છે. (૨) મડનધાત્રી આ માતા બાળકને શણગાર આદિ ધારણ કરાવે છે. (૩) ક્રીડાધાત્રી-આ માતા ખાળકને અનેક રીતે રમાડી હસતું રમતું રાખે છે. (૪) અંકધાત્રી-આ માતા બાળકને પેાતાના ખેાળામાં લઈ રડતું છાનું રાખે છે. (૫) ક્ષીરધાત્રી-આ ધાવમાતા બાળકને ધવરાવે છે. આ માતાએના જેવા સંસ્કારી હોય તેવા સૌંસ્કારો આ બાળકમાં ઉતરે છે. એમ માનસશાસ્ત્ર કહે છે. આ પ્રકારે તે પાંચ ધાવમાતાએ વડે પળાતા તે · પ્રિયમિત્ર ' બીજના ચંદ્રમાની માફક વધવા લાગ્યા, અને માલ્યાવસ્થાને ઓળંગી યુવાવસ્થામાં આવ્યા. ત્યારબાદ તે ષટખડના અધિપતિ ચક્રવર્તી થયા. (સ્૦૨૮)
હવે બાવીસમા ભવ બતાવે છે—તલ નું હૈ' ઇત્યાદિ,
પોટ્ટિલનામકો દ્વાવિંશતિતમો ભવઃ ।
મૂલના અ་—સ સત્તાધીશ ચક્રવત્તી અની, નયસારના જીવ પ્રિયમિત્ર, પેાતાની પ્રજાનું પાલન યેાગ્ય રીતે કરતે વિચરે છે. સાથે સાથે ચક્રવત્તીના અનુપમ ભેગ પશુ ભેાગવત વચરી રહ્યો છે.
કંઇ એક સમયે સૂકા નગરીના ઉદ્યાનમાં પાટ્ટિલાચાય 'ના ધર્મોપદેશ શ્રવણુ કરી રાજાને વૈરાગ્ય પ્રાપ્ત થયે. દૃઢવિચારતા હોવાને કારણે પેાતાના પુત્રને રાજગાદી પર બેસાડી, તે આચાર્ય ની સમીપે દીક્ષા ધારણ કરી સાધુ બન્યા. આ પ્રિયમિત્ર મુનિ, એક કરોડ વર્ષો સુધી દીક્ષા પર્યાય પાળી, ઉત્કૃષ્ટ તપની આરાધના કરી, ચેારાસી [૮૪] લાખ પૂર્વનું આયુષ્ય પૂરું કરી, કાળ આવ્યે કાળ કરી, સાતમા શુક્ર દેવલાકમાં દેવરુપે અવતર્યાં.
ધ્રુવલેાકનું આયુષ્ય, ભવ અને સ્થિતિને ક્ષય થયા બાદ અનેક ભવામાં ‘નયસાર 'ના જીવ ઉત્પન્ન થયે. ગણત્રી યાગ્ય બાવીસમા ભવે વત્સ નામના દેશમાં, કૈાશામ્બી નગરીની અંદર, પેટ્ટ નામના રાજાની રાણી પદ્માવતી દેવીના પેટે પુત્રરુપે અવતર્યાં.
જ્યારે ગર્ભમાં હતા ત્યારે માતાપિતાએ દુષ્કાલ પ્રસંગે ભૂખે મરતી જનતાના પેટ ભર્યો તેથી તેનુ નામ માતા-પિતાએ ‘ પાટ્ટિલ' રાખ્યું. ખાલવય પૂર્ણ થયા બાદ, યૌવન અવસ્થા પ્રાપ્ત થયે, ખેતેર કલામાં પ્રવીણ થયા. યુવાનીના આરે પહેાંચેલા આ ‘પોટ્ટિલ ’ ખારીમાં બેઠે બેઠે નગરની શેાભા જોઇ રહ્યો હતા. તેવામાં, રાજમાર્ગ પર જતાં, દોરા સહિત મુખ વસ્ત્રિકા ધારણ કરેલાં એવા કોઈ એક મુનિને નૈયાં. આ મુનિને દેખાવ એવા હતા કે જાણે જ્ઞાનના નિધાન હોય, અને સૌમ્ય પ્રકૃતિવાળા તથા તપશ્ચર્યા આદિ કડક ક્રિયાના પાળવાવાલા હાય ! મુનિનુ` સૌમ્ય અને શાંત મુખારવિંદ જોઇ પેટ્ટિલને વૈરાગ્ય આવ્યે, અને વિષયા તરફની રુચી ઉડી ગઈ.
શ્રી કલ્પ સૂત્ર : ૦૧
૭૮