Book Title: Kalpasutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
તે મુનિની પછવાડે ઉદ્યાનમાં ગયા, ધમ દેશના સાંભળી, આ સુદન નામના મુનિ પાસે, પ્રવ્રજ્યા ગ્રહણ કરી. (સ્૦૨૯) ટીકાના અ—તર i' ઇત્યાદિ. ત્યારબાદ પ્રિયમિત્ર પેાતાની પ્રજાનું સારી રીતે પાલન કરતા તથા ચક્ર વિર્તની લક્ષ્મીના ઉપભોગ કરતાં એકવાર મૂકા નગરીનાં ખાગમાં આવેલ પેટ્ટિલાચાર્યની ધ દેશના સાંભળીને સ ંવેગવાન થઈને મેક્ષના અભિલાષી થયા. પુત્રને રાજગાદી પર બેસાડીને પેટ્ટિલાચાયની પાસે તેણે દીક્ષા લીધી. પછી તે પ્રિયમિત્ર મુનિ કરોડ વર્ષો સુધી આકરાં તપ કરીને ચાર્યાસી લાખ પૂર્વનું આયુષ્ય ભોગવીને કાલ માસમાં (મૃત્યુ અવસર) કાળ પામીને શુક્ર નામનાં સાતમાં દેવલેાકમાં દેવરૂપે ઉત્પન્ન થયે।.
આયુષ્ય, ભવ અને સ્થિતિના ક્ષય થતાં દેવલેાકથી ચ્યવીને તેણે અગણિત (અનેક ) ભવ કર્યા. પછી ( ગણત્રીને ચેગ્ય ) બાવીસમાં ભવમાં તે વત્સ દેશની કૌશામ્બી નગરીમાં પાટ્ટ નામના રાજાની પદ્માવતી નામની રાણીની કૂખે પુત્રરૂપે ઉત્પન્ન થયા. નવમાસ પર કેટલાંક દિવસે પસાર થતાં તેના જન્મ થયે.
અહી' મહાશુક્ર દેવલાકના ભવ અને એ સિવાયનાં બીજા અનેક ભવા અવિવક્ષિત છે એટલે કે ગણત્રીમાં લેવાયાં નથી.
જ્યારે આ બાળક ગર્ભ"માં હતા ત્યારે તેણે સુકાળ વગેરે દ્વારા બધી પ્રજાનું પાષણ કર્યું હતું. એટલે કે તેના રાજ્યમાં કોઇ ભૂખ્યુ` રહેતું ન હતુ, તે કારણે માતા-પિતાએ તેનું નામ “ પેટ્ટિલ” રાખ્યું પેટ્ટિલ રાજકુમાર બાલ્યાવસ્થા પસાર કરીને યુવાવસ્થાએ પહોંચ્યા, અને ખેતેર કળાએમાં નિપુણ બન્યા. તે એક વાર પેાતાના મહેલના ઝરૂખામાં બેસીને શહેરની શાભાનુ નિરીક્ષણ કરતા હતા, ત્યારે તેણે એક મુનિને જોયાં. તેએ રાજમાગ પર જતાં હતાં. તેમના મુખ પર દેારા સાથે મુહપતી બાંધેલી હતી. તેએ જ્ઞાનના ભંડાર હતાં, અને અનશન વગેરે બાર પ્રકારનાં તપ તથા ચારિત્રની ખાણુ હતા. મુનિને જોઇને રાજકુમારને સ ંવેગ પેદા થયા. પાંચે ઈન્દ્રિયાના શબ્દ વગેરે વિષયામાં તેને જે માનસિક વેગ હતા તે દૂર થઇ ગયા. એટલે કે તે વિષયેાથી વિમુખ બની ગયેા. ત્યારબાદ ઉદ્યાનમાં જઇને અને ધશ્રવણુ કરીને તે દીક્ષિત થયા. (સ્૦૨૯)
ત્યાર બાદ તેમણે જે કર્યું' તે કહે છે—સપ ન લે ' ઇત્યાદિ.
મૂળના અ—ત્યાર બાદ પેટ્ટિલ મુનિએ આકરું તપ, અને સંયમની આરાધના વડે તથા વાર વાર વીસ સ્થાનકનું સેવન કરીને સ્થાનકવાસિત્વની (સ્થાનકવાસીપણાની આરાધના કરીને, નિર'તર માસખમણુની તપસ્યા કરીને, એક કરોડ વર્ષ સુધી ઉગ્ર તપ કર્યું ! ચેાર્યાસી લાખ પૂર્વાંતુ સમગ્ર આયુષ્ય ભોગવીને, શુભ ધ્યાન અને પ્રશસ્ત અધ્યવસાય સાથે કાળ-માસમાં કાળ પામીને, તેવીસમાં ભવમાં સહસ્રાર નામનાં દેવલાકનાં સર્વાથ નામનાં વિમાનમાં ઓગણીસ સાગરોપમની સ્થિતિવાળાં દેવરૂપે ઉત્પન્ન થયાં (સ્૦૩૦)
શ્રી કલ્પ સૂત્ર : ૦૧
૭૯