Book Title: Kalpasutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
કહ્યું, “આ ભિક્ષાને માટે ફરનારા વિશ્વભૂતિ અણગાર છે.” આ પરિચય મેળવીને વિશાખનન્દી તેમને પિતાના શત્રની જેમ જેવા લાગે. એવામાં એક તુરત વિયાયેલી ગાયે મુનિ વિશ્વભૂતિને ધકકે મારીને ભૂમિ પર છે મુનિ પડતાં જ વિશાખનન્દી તથા તેના માણસો મોટેથી ખડખડાટ હસી પડયાં. ઉઠીને મુનિ જવા લાગ્યા તે વિશાખનન્દીએ મહેણું મારતાં કહ્યું: “હે ભિક્ષક, કઠાનાં ફળને નીચે પાડી નાખનારૂં તારૂં પેલું બળ કયાં ગયું?” ભાવાર્થ એ કે આવી નિર્બળ ગાયના સામાન્ય ધક્કાથી તું પડી ગયે. ધિક્કાર છે તારા બળને !
- જ્યારે વિશાખનન્દીએ આ રીતે આક્ષેપભર્યા વચને કહ્યાં ત્યારે મુનિએ તેની તરફ જોયું. તેઓ ઓળખી ગયાં કે આ વિશાખનન્દી છે. વિશ્વભૂતિ મુનિ તેના આક્ષેપને સહન કરી શક્યાં નહીં. તેથી જ તેમણે પોતાના બન્ને હાથથી તે ગાયને શિંગડાના અગ્રભાગથી પકડીને ઊંચી ઉપાડી લીધી.
તેમાં નવાઈ પામવાની કોઈ વાત નથી. વિચાર કરો સિંહ ગમે તેટલો નિર્બળ થ હોય છતાં શું શિયાળ તેના કરતાં વધારે બળવાન હોઈ શકે છે? શું અંધકાર પ્રકાશને ઓળંગી શકે છે? શું ખદ્યોત–આગિયું સૂર્યની બરાબરી કરી શકે છે? ના, કદીપણ એવું બની શકતું નથી. વિશાખનન્દી વિશ્વભૂતિ અનગારનું ગાયને ઉંચકી લેવાનું પરાક્રમ જોઈને શરમિન્દ થયો.
“આ દુષ્ટ સ્વભાવવાળે વિશાખનન્દી આટલો બધો સમય પસાર થવા છતાં પણ મારા તરફ વેર–વૃત્તિ રાખે છે.” આ જાતનો વિચાર આવતાં જ મુનિએ નિયાણું બાંધ્યું : “જે મારાં તપ, નિયમ, અને બ્રહ્મચર્યપાલનનું કઈ પણ ફળ મને મળવાનું હોય તે ભવિષ્યકાળમાં હું વિશાખનન્દીને ઘાતક બનું!”
ત્યારબાદ વિશ્વભૂતિ મુનિએ સ્થાનની આચના, પ્રતિક્રમણ કર્યા વિના જ સાઠ ભક્ત અનશનથી છેદીને એટલે કે એક મહિનાના અનશન કરીને મૃત્યુ સમય આવતાં કાળ પામ્યાં અને સોળમાં ભાવમાં મહાશુક નામના દેવલોકમાં સત્તર સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિવાળાં દેવરૂપે ઉત્પન્ન થયાં. (સૂ૦૨૩)
ત્રિપૂછનામકઃ સપ્તદશો ભવઃ |
હવે સત્તરમા ભવ કહેવામાં આવે છે.—તા જે ઈત્યાદિ.'
મૂલને અર્થ–દેવકનો આયુ, ભવ અને સ્થિતિ પૂરી કરી સત્તરમા ભવે, ભરતખંડમાં પોતનપુર નગર મળે પ્રજાપતિ નામના રાજાની રાણું મૃગાવતીની કુક્ષિમાં પુત્રપણે નયસારને જીવ ઉત્પન્ન થયો. આ જીવ ગર્ભસ્થાને પ્રવેશતાં માતાએ સાત સ્વપ્નાઓ અનુભવ્યાં. સાત સ્વપ્નાં જે માતાને નિદ્રાવસ્થામાં દેખાય છે, તે માતાના ઉદરમાં આવેલ છવ વાસદેવ'ને પદવીધારક હોય છે એમ નિશ્ચયપણે શાસ્ત્રોક્ત કથન છે. વાસુદેવના મોટા ભાઈ “અચલ' નામના બલદેવ હતા. ઉત્પન્ન થતાં જ તે બાળકને પાછળના ભાગમાં એટલે પીઠમાં ત્રણ પાંસળી હતી એટલે તેમના માતાપિતાએ તેમનું નામ “ત્રિપૃષ્ઠ' રાખ્યું. માતાપિતાને આ બાળક ઘણું લાડકેડવાળું હતું, ‘ત્રિyકે’ બાલ્યાવસ્થા પસાર કરી યુવાવસ્થામાં પ્રવેશ કર્યો.
હવે અહિં પૂર્વભવને વૈરી વિશાખનન્દીનો જીવ અનેક નાની મોટી નિયામાંથી પસાર થઈ શંખપુર નામના ગામ પાસે આવેલાં તંગગિરિમાળાનાં તુંગ પહાડમાં સિંહપણે ઉત્પન્ન થયો. આ સિંહ શંખપુર શહેરને ઉપદ્રવ કરવા લાગ્યું. આથી ત્રિપૃષ્ઠ બાહુયુદ્ધ કરીને તે સિંહને વિદારી નાખે. શંખપુર શહેર અને રાજ્યના
શ્રી કલ્પ સૂત્ર : ૦૧