Book Title: Kalpasutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
મૂલ અર્થત૫” ના પ્રભાવે તેલબ્ધિ આદિ અનેક પ્રકારની લબ્ધિઓ પ્રાપ્ત થઈ. આવા લબ્ધિસંપન્ન વિશ્વભૂતિ અણગાર એકવાર આચાર્યની આજ્ઞા લઈ એકાકી વિચરતાં મથુરાનગરીમાં પહોંચી ગયાં. તે સમયે રાજકમાર વિશાખનંદી કોઈએક રાજકન્યાનું પાણિગ્રહણ માટે ત્યાં આવ્યા હતા. રાજમાર્ગ ઉપર તંબુના ડેરા ઉભા કરવામાં આવ્યાં હતાં. માસખમણુના પારણે ભિક્ષાર્થે તે રાજમાર્ગો ઉપર વિશ્વભૂતિ અણગારનું આવવું થયું. વિશ્વભતિ અણગારને તેના પૂર્વ પરિચિત માણસોએ ઓળખી લીધાં, ને પિતાના સ્વામી વિશાખનંદીને પણ ઓળખાવ્યાં વિશ્વભૂતિને દેખતાં જ વિશાખનંદીમાં શત્રુતાને ભાવ પ્રગટ થયે.
આ વખતે કઈ નવ પ્રસવવાલી ગાયે મુનિને ધકકો માર્યો ને મુનિ ધરતી પર ગબડી પડ્યાં. આ દશ્ય જોઈ વિશાખનદી ખડખડાટ હસી પડયો ને મશ્કરી કરવા લાગ્ય, કલબલતાં અણગાર ઉઠયાં ને ચંગમાં વિશાખનંદીએ કહ્યું કે–અરે ભિક્ષુક ! મહાન કાઠાના ફળાને પાડનાર તારું બળ કયાં ગયું કે આવી દુર્બળ ગાયના ધક્કા માત્રથી તું ઉધે પડી ગયે ?'
મનિએ આંખ ઉઘાડી જોયું તે વિશાખનંદી જણાવે. તેને પિતાનું બળ દાખવવા ક્રોધિત થઈ ગાયને, તેના બે શિંગડા પકડી, ઉંચી કરી નાખી. સિહ ગમે તેટલે દુબળ બને તે પણ તેની શક્તિ છાની રહેતી નથી.
ક્યાં સિંહ ને કયાં શિઆળીયું ! કયાં મેઘલી રાતને ગાઢ અંધકાર અને કયાં સહસ્રરમિ સૂર્ય ! શું આગિયો સૂર્ય સમાન પ્રકાશ કરી શકે ?
આ જોઈ વિશાખનંદી શરમાયો. વિશ્વભૂતિ મુનિને નિશ્ચય થયો કે હું સંસાર છોડી સાધુ થયે છતાં આ દુષ્ટ મારા ઉપરની વેરવૃત્તિને ભૂલ્યા નથી. આવું વિચારી મનમાં નિયાણું કર્યું કે મેં જે કઈ તપ-નિયમ-સંયમબ્રહ્મચર્ય વિગેરે સેવન કર્યું હોય તે તે બધા સુત્રોનું ફલ આ દુશ્મનને વિદારી નાખવામાં આગામીભવે મળે તેમ ઈચ્છું છું,
આ નિદાનનો પશ્ચાત્તાપ કે આલોચના અગર પ્રતિક્રમણ કર્યા વિના એક માસનું અણશણ કરી, કાલ આવ્યું કાલ કરી, વિશ્વભૂતિ સોળમાં ભવમાં “મહાશુક્ર નામના સ્વર્ગમાં ઉત્કૃષ્ટ સ્થિતિવાળા દેવ થયાં. (સૂ૦૨૩)
ટીકાને અર્થ–“ર ઇત્યાદિ. તપસ્યા કર્યા પછી તપના પ્રભાવથી આમશૌષધી–વગેરે તથા તેજોવેશ્યા વગેરે અનેક પ્રકારની લબ્ધિઓથી યુક્ત વિશ્વભૂતિ અણગાર કઈ વખતે આચર્યની આજ્ઞા લઈને એકાકિ-વિહાર–પ્રતિમાથી વિચારતાં વિચરતાં મથુરા નગરમાં પહેચ્યા. એ જ અવસરે રાજકુમારીનું પાણિગ્રહણ કરવા માટે રાજકુમાર વિશાખનન્દી પણ
ત્યાં આવેલ હતું. વિશાખનન્દા રાજમાર્ગની નજીકના મહેલમાં નિવાસ કર્યો હતે. વિશ્વભૂતિ અણગાર પારણાને દિવસે મથુરા નગરીમાં ભિક્ષાને માટે ફરતાં ફરતાં એ જ રાજમાર્ગ પરથી જઈ રહ્યાં હતાં. વિશ્વભૂતિ અણગારને જઈને વિશાખનન્દીના માણએ પિતાના માલિક એટલે કે વિશાખનન્દીને તેમને પરિચય કરાવી દીધો. તેમણે
શ્રી કલ્પ સૂત્ર: ૦૧
૭૧