Book Title: Kalpasutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
મૂલ અને ટીકાને અર્થતા '' ઈત્યાદિ. ત્યાર પછી ભકિતભાવથી આકૃષ્ટ મુનિ મહારાજ નયસારના નિવાસ સ્થાને પધાર્યા. મુનિને જોતાં જ નયસાર હર્ષોન્મત્ત થયે ને વિનયપૂર્વક હાથ જોડી સંતને સંબોધી ને કહેવા લાગ્યું–હે ભગવન્ત! અકાલે વૃક્ષ ફળે, અકાલે મેઘ ગર્જના કરે, દરિદ્રીના ઘરમાં સોનાનો વરસાદ વરસે, આંધળાને આંખો આવે, તેમ આપે મારા આંગણે આવી મારી ભૂમિને પવિત્ર બનાવી છે. જેમ મરતે માણસ અમૃત પીવાથી, સજીવન થાય છે તેમ, અનંતકાલથી ભાવમણે મરતે એ હું આપના દર્શનથી, સજીવન થયો છું.
આવા પ્રકારના ઉત્કૃષ્ટ ભાવવાળી ભકિતથી પ્રેરાયેલા નયસારે, મુનિવરને નિર્દોષ અને વિપુલ આહાર પાણી વહોરાવી, યોગ્ય સત્કાર સન્માન કરી, વિસર્જિત કર્યા. ત્યારબાદ વનથી નગર તરફ જવાની ઈચ્છાથી આગળ ચાલત મુનિરાજની પાછળ-પાછળ ચાલત, મુનિદર્શનને અભિલાષી, સમ્યકત્વસારને પ્રાપ્ત કરનાર નયસાર તે મુનિને નીચે પ્રમાણે બોલવા લાગ્યો
गंतव्वं जइ णाम णिच्छियमहो ! गंतासि केयं तरा ? दुत्ताण्णेव पयाणि चिट्ठउ भवं, पासामि जावं मुहं । संसारे घडियापणालविगलव्वारोवमे जीविए,
को जाणाइ पुणो तए सह ममं होज्जा न वा संगमो” ॥१॥ इति ।
અર્થાત–આપે અહિંથી ઉપડવાનો નિશ્ચય કર્યો છે, એટલે જવાના તો જરૂર! પણ હે નાથ! તમે બે ત્રણ કદમ ઉભા રહો, તે આપના વદનકમલનું દર્શન કરી લઉં. ફરી કોને ખબર છે કે મલીશું કે કેમ ? કારણ આ સંસારમાં મનુષ્યનું જીવન અહંટ (રેંટ) ના પાણીના પ્રવાહની માફક ચંચલ છે, અર્થાત વિનશ્વર છે. ૧
- નયસારને, આ મુનિ મહારાજની વાણીને કઈ અલોકિક પ્રભાવ જણાય ને સર્પ જેમ કાંચળીને તજીને ચાલ્યો જાય, તેમ નયસાર પણ આંતરિક રીતે અંતરદૃષ્ટિ કરી સંસારનું ઝેર ઓકવા લાગ્યો. નયસારે. થોડા જ વખતના આ સંતના સમાગમે, મિથ્યાત્વનું ઝેર વમી નાખી, સમ્યકત્વરૂપ અમૃતને ગ્રહણ કર્યું. “સમ્યકત્વ” એટલે “આત્માની સાચી ઓળખાણ; જ્યાં સુધી મુનિ દૃષ્ટિ-ગોચર થતાં રહ્યાં ત્યાં સુધી અનિમેષષ્ટિએ નયસાર જેતે રહ્યો. મનિ દૃષ્ટિમર્યાદા બહાર નીકળી ગયા બાદ નયસાર સજળનેત્ર પાછો ફર્યો. જીવનની અસારતા તેને સમજાવાથી તન, ધન અને યૌવન બધું તુચ્છ જણાવા લાગ્યું.
“आ तन रंग पतंग सरीखो, जतां वार न लागे जी, असंख्य गया धन संपति मेळी तारी नजरो आगेजी ।
શ્રી કલ્પ સૂત્ર: ૦૧
૫૪