Book Title: Kalpasutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
“सल्लं कामा विसं कामा, कामा आसीविसोवमा।
વાગે રથયમ ય, મામા નંતિ કુમારું” .. કામગ શલ્યસમાન છે, કામગ આશીવિષ–સર્પ સમાન છે, કામોને સેવવાવાળા દુર્ગતિમાં જાય છે, એટલું જ નથી પણ તેને વિચાર કરનાર પણ માઠી ગતિને પ્રાપ્ત કરે છે (૧)
માટે કામગ વૃથા છે, નીચ ગતિઓનું મૂલ છે,' આવા પ્રકારે વચને ઉચ્ચારી બગીચાના પ્રવેશદ્વારે થી જ પાછો વળ્યો. આ દુર્ઘટનાને નિરંતર વિચાર આવવાથી તેનું મન ચકડોળે ચડયું. સંસારની અસારતાની તેને સમજણ પડી. તે વિચારવા લાગ્યું કે કામગની લાલસાએ માનવ, પિતા-પુત્રને સંબંધ પણ ભૂલી જઈ એક બીજાની ગરદન મારતાં પાછું વળી જેતે નથી. કેવી જગતની વિચિત્રતા ?'
ઉપરોક્ત વિચાર-વમળે ચડતાં, સંસાર ઉપરથી મોહ-પડલ ઓછું પડતાં, વરાગ્યને પાપે. વિરક્તિ-ભાવ જાગવાથી આર્યસંભૂત સ્થવિર પાસે દીક્ષા ગ્રહણ કરી ત્યાગી થયે.
આ વિશ્વભૂતિ અણગાર પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિના ધારક બની, છ અમ આદિ તપશ્ચર્યાને આદરતાં વિચરવાં લાગ્યાં. (સૂ૦૨૨).
ટીકાને અર્થag on વિનંતી ઈત્યાદિ વિશ્વતિના યુદ્ધને માટે ચાલ્યા ગયા પછી વિશાખનન્દી રાજકુમાર તે ૫૫કડક ઉદ્યાનને ખાલી માનીને ત્યાં કીડા કરવા લાગ્યા. ત્યાં યુદ્ધને માટે ગયેલા વિશ્વભૂતિ વિરોધી રાજાને ન જોયો ત્યારે તે પુપકરંડક ઉધાનમાં પાછા ફર્યો. ત્યાં દંડધારી દરવાનોએ વિશ્વભૂતિને આમ કહીને રોક્યાઃ “સ્વામી! અંદર પ્રવેશ કરશો મા; કારણ કે આ ઉદ્યાનમાં વિશાખનન્દી રાજકુમાર કીડા કરે છે. દરવાનના રોકવાના વચન સાંભળીને વિશ્વભૂતિ સમજી ગયો કે મને કપટથી પુષ્પકરંડક ઉદ્યાનમાંથી બહાર કાઢવામાં આવ્યો છે. અહીંથી મને કાઢવાને માટે જ રાજાએ યુદ્ધના સમાચાર મોકલ્યા હતા. ખરેખર તે સીમાડા નજીકના કોઈ પણ રાજા
ઇચ્છતો ન હતો, ત્યારે સ્વજને દ્વારા કરાયેલ અનિષ્ટના કારણે કે પાયમાન થયેલા વિશ્વભૂતિએ બગીચાની બાજુનાં ઘણા ફળોના ભારથી ઝુકી પડેલાં કઠાનાં વૃક્ષને મુઠીઓ મારી મારીને તેડી નાખ્યાં.
મૂઠીઓના પ્રહાર લાગવાથી વૃક્ષો હલવા લાગ્યાં અને તેમના ફળ તૂટી તૂટીને નીચે પડવા લાગ્યાં. કઠાનાં ફળેથી ઉદ્યાનની જમીન છવાઈ ગઈ. આ પ્રમાણે પિતાનું પરાક્રમ બતાવીને વિશ્વતિએ કહ્યું, “જે રીતે મેં આ કોઠાનાં કળાને નીચે પાડયા તે જ રીતે તમારાં શીસે પાડવાની તાકાત પણ મારામાં છે. પણ દાદાજી-પિતાજીના મોટાભાઈ–રાજા વિશ્વનન્દીની મહત્તાને વિચાર કરીને એમ કરતો નથી. તમે લોકેએ કપટ કરીને મને ઉદ્યાનમાંથી બહાર કાઢે છે. ઘણાં જ આશ્ચર્યની વાત છે કે સ્વજન પણ સ્વાથના કાદવમાં ફસાઈને આવું અયોગ્ય વર્તન કરે છે. અથવા એમાં આશ્ચર્ય પણ શું છે? કામ–ભેગમાં આસક્ત મનુષ્ય બધું જ કરી શકે છે. એ કામ–ભેગોને
શ્રી કલ્પ સૂત્ર: ૦૧
૬૮