Book Title: Kalpasutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
આવું સાંભળી રાજાએ પ્રધાનને બેલા ને કહ્યું કે “અમારા વંશમાં એ રિવાજ છે કે કેઈથી અભિગત ઉદ્યાનમાં બીજે કઈ તેને સુખાનુભવ કરી શકે નહિ. આ ઉદ્યાનમાં યુવરાજને પુત્ર વાસ કરી રહેલ છે તે તેને કેવી રીતે ખાલી કરાવવો?” અમાત્યે ઉપાય સૂઝાડ કે “હું અહિંથી એ બનાવટી પત્ર રવાના કરું છું, કે રાજ્યના સીમાડે આપણે કઈ દુમન રાજા ચડી આવ્યું છે તેને મહાત કરવા રાજા જાતે સૈન્ય લઈ જાય છે” આ પત્ર વિશ્વભૂતિને પહોંચાડવામાં આવ્યું ને તેણે મને મંથન કરી વિચાર્યું કે હું યુવાન અને શક્તિશાળી છું છતાં મહારાજા વૃદ્ધપણે યુદ્ધ ચડે તે વ્યાજબી નથી. તેથી વિશ્વભૂતિ પતે મહારાજાને જતાં અટકાવી સિન્યના મોખરે ચાલી નીકળ્યો. (સૂ૦૨૧)
ત્યારબાદ જે થયું તે કહે છે–તપ of વિદિની' ઇત્યાદિ.
મૂલને અર્થ_વિશાખનંદી રાજકુમાર, તે ઉદ્યાનને ખાલી જોઈ ત્યાં કીડા કરવા લાગ્યા. યુદ્ધે ચડેલ વિશ્વભૂતિ કેઈપણ દુશ્મનને ન જોવાથી પાછો આવ્ય, ને પાછા આવતાં પુષ્પકરંડક ઉદ્યાનમાં જે તે પ્રવેશદ્વારે આવ્યો કે તરત જ ત્યાં ઉભા રહેલ દ્વારપાલએ તેને દાખલ થતાં અટકાવ્ય ને સમાચાર આપ્યા કે “હે સ્વામિન!
જકમાર વિશાખનદી આનંદમહોત્સવ માણવા માટે આવ્યા છે અને તેનો ઉપયોગ તેમના માટે અબાધિતપણે સ્થાપિત થયેલ છે. આ માયાવી બેલવું સાંભળી વિશ્વભૂતિ બધી વાતને પામી ગયે, ને મનમાં સમજી ગયો કે મને દગા-ફટકાથી દૂર કરવામાં આવ્યો છે. આ દાવપેચ તેની સામે અજમાવવામાં આવ્યા તેથી તે બહુ દુઃખી થયે ને કેપિત થઈ ઉધાનના કિનારામાં રહેલા કપિત્થ (કઠા ) ના ઝાડોને મુઠી મારી મારીને હલાવ્યા તેથી કપિત્થ-ફળ (કઠાઓ તૂટી તૂટીને બગીચામાં પડવા લાગ્યા તેથી તે બગીચ ભરાઈ ગયો. આવી રીતે પિતાને પરાક્રમ બતાવીને કહેવા લાગ્યા કે જેવી રીતે હું કપિત્થ-ફલાને (કઠાએ) ને પાડ્યા છે તેવી જ રીતે તમારા મસ્તકને પણ પાડી નાખવાનું મારામાં સામર્થ્ય છે પણ મોટા પિતાજી એટલે મારા પિતાના મોટા ભાઈ રાજા વિશ્વનંદીના મોટાપણાનો વિચાર કરીને હું એવું નથી કરતે; નહિતર હે રાજકુમાર ! જરૂર તને બતાવી આપત કે આ ઉદ્યાનમાં કેવું રહેવાય છે? ખેદ સાથે વલાપ કાઢવા લાગ્યો કે તમે લોકેએ કપટ કરીને મને ઉધાનમાંથી બહાર કાઢે છે. ઘણા આશ્ચર્યની વાત તે એ છે કે સ્વજનો પણ પોતાના ક્ષુદ્ર સ્વાથને વશ થઈ જુઠો વ્યવહાર આચરે છે. ધિક્કાર છે આવા કામગોને! શાસ્ત્રકારે દાંડી પીટીને કહે છે
શ્રી કલ્પ સૂત્ર: ૦૧
છે