Book Title: Kalpasutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ઈશાનદેવલોકસમ્બન્ધી નવમો ભવઃ.
મૂલ અને ટીકાને અર્થ–ત્યાંનું આયુષ્ય પુરુ થયે કાલ કરી નવમે ભવે ઈશાન દેવલોકમાં દેવ તરીકે નયસારને જીવ ઉત્પન્ન થયે. આ દેવનું મધ્યમ અતુ કાંઈક અધિક બે સાગરોપમથી ઓછું અને કાંઈક અધિક એક પલ્યોપમથી અધિક આયુષ્ય હતું (સૂ૦૧૭)
સનકુમાર દેવલોક સમ્બન્ધી દશમો ભવઃ.
ઈશાન દેવકથી ચ્યવી સુંદર નામના નગરમાં અગ્નિભૂતિ બ્રાહ્મણ તરીકે જન્મે. અહિંનું આયુષ્ય છપ્પન પ૬ લાખ પૂર્વનું હતું. આ ત્રિદંડી થઈ કાલમસિમાં કોલ કરી સનકુમાર દેવકમાં ઉત્પન્ન થયે. અગ્નિભૂતિના ભવની ગણતરી કરવામાં નથી આવી. તેથી સનસ્કુમાર દેવલોકન ભવ જ દશમો ભવ ગણવામાં આવ્યો છે, માટે દશમે ભવ કહે છે–તા of ' ઇત્યાદિ.
મૂલ અને ટીકાનો અથ–ઈશાન દેવલોકથી બીને અગ્નિભૂતિના ભવને પૂરું કરી પછી તે નયસારને જીવ દશમે ભવે ત્રીજા સનમાર દેવલોકમાં મધ્યમ સ્થિતિ–સાત સાગરોપમથી ઓછી અને બે સાગરોપમથી અધિક સ્થિતિ–વાળા દેવ–પણે ઉત્પન્ન થયો. (સૂ૦૧૮)
ભારદ્વાજ-મહેન્દ્રકલ્પિક દેવનામકી એકાદશદ્વાદશભાવો .
ત્યાર બાદ જે થયું તે કહે છે-“તો જુઓ” ઈત્યાદિ.
મૂલ અને ટીકાને અર્થ–સનકુમાર દેવકની આયુ ભવ અને સ્થિતિને ક્ષય થયે ત્યાંથી ચવીને નયસારને જીવ અગીયારમાં ભવે *વતાંબિકાનગરીમાં વિદ્યાસંપન્ન ભારદ્વાજ નામના બ્રાહ્મણ તરીકે આવ્યા, એનું આયુ અહિં ચુમાલીશ ૪૪ લાખ પૂર્વનું હતું. આ બધો આયુ એણે ત્રિદંડી તાપસ અવસ્થામાં રહીને જ પૂરું કર્યું. ત્યાંથી યથાસમયે મરીને બારમેં ભવે માહેન્દ્ર-નામના ચોથા ક૯૫માં મધ્યમસ્થિતિકાં ઈક અધિક સાત સાગરોપમથી ઓછું કાંઈક અધિક બે સાગરોપમથી વધારે સ્થિતિ–વાળે દેવ થયો. (સૂ૦૧૯)
હવે તેરમે અને ચૌદમે ભવ કહેવામાં આવે છે–“તો સુબો' ઇત્યાદિ.
શ્રી કલ્પ સૂત્ર: ૦૧
૬૫