Book Title: Kalpasutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ન હતી. ખાદ્યવેષ આત્મધમ' ટકાવી રાખવાનું પ્રમલ સાધન છે. મરીચિએ વેષ પલટો કરી નાખ્યા એટલે સર્વાંગે ધર્માંથી પતિત થયા હતા ' એમ ન હતું, ભગવાનની વાણી ઉપર પૂર્ણ શ્રદ્ધા હતી. ભગવાનની ભક્તિના તે પરમ ઉપાસક હતા. જિન ભગવંતાએ કહેલ જ્ઞાન દર્શન ચારિત્રની ભાવનાના અકુરા, તેમના મનમાં રમી રહ્યાં હતાં. જે કેઈ નવીન દીક્ષાથી તેમની પાસે આવતા તે તેને દીક્ષાગ્રહણુ માટે ભગવાન ઋષભ દેવનું જ નામ સૂચવતા. અને ખુલ્લેખુલ્લા એકરાર કરતા કે ભગવાનનું ઉપદેશેલું ચારિત્ર મારાથી પાળી શકાયું નહિ તેથી જ મેં આ ‘ ત્રિૠંડી” ના વેષને ધારણ કર્યા છે. તાત્પર્યંમાં એકે તેમનાં હૃદયમાંથી પૂના સ ંસ્કાર ભસ્મીભૂત થયાં ન હતાં, પણ કર્માંસયેાગે આચાર-વિચારનું પાલન કરવામાં ઢીલાશ આવી ગઇ હતી. (સૂ૦૧૧ )
મૂલના અ— ત યા ' ઇત્યાદિ. કાઈ એક સમયે સંસારના સતાપ સમૂહના નાશ કરનારા નાભિનન્દન શ્રીઋષભદેવ ભગવાન વિહાર કરતા કરતા વિનીતા નગરીમાં પધાર્યાં. દેવાએ સમવસરણની રચના કરી. ખાર જાતની પષિદા (શ્રોતાગણ) અ·િ ભગવાનની વાણી સાંભળવા એકાગ્રતાપૂર્વક વેસે છે, ભગવાનની વાણી દરેક જીવાને પાતપેાતાની ભાષામાં પરિણત થઈ જાય છે. ભગવાનની અમેાઘવાણી પૂરી થયાં બાદ ભરતચક્રવતી ભગવાનને પ્રશ્ન કર્યા કે હું મંગલમય ભગવન્ ! આપના સમવસરણમાં કાઈ એવા જીવ છે કે જે આગામી કાલે બલદેવ, વાસુદેવ, ચક્રવતી કે તીથંકર થાય ?
ભગવાન પ્રત્યુત્તર આપતાં ખેલ્યાં કે હે ભરત! સમેાસરણમાં કઇ એવા જીવ નથી. પરંતુ પરિષદની બહાર તારા પુત્ર મરીચિ ‘ત્રિદ’ડી.' પણે રહેલેા છે. તે કાલાનુસાર આ અવસર્પિણીમાં આ જ ભરતક્ષેત્રના પતન પુર નગરમાં ‘ત્રિપૃષ્ઠ' નામનેા પ્રથમ વાસુદેવ થશે, ત્યાર બાદ પશ્ચિમ મહાવિદેહમાં, મૂકાનગરીમાં ‘પ્રિયવ્રત ’ નામના ચક્રવતી થશે, અંતમાં આજ ભરત ક્ષેત્રમાં મહાવીર નામનેા અતિમ તીર્થંકર થશે. આ પ્રમાણે સાંભળી ભરત મહારાજા સમેાસરણથી બહાર નીકળી મરીચિની સમીપ જઇ ખેલવા લાગ્યા—‘હે ત્રિદંડી પરિવ્રાજક ! તમારા આવા પ્રકારના વેષને વંદન કરવુ' મારે નથી કલ્પતુ', પણ તમે આ જ અવસર્પિણીમાં આ જ ભરત ક્ષેત્રમાં પાતનપુર નામના નગરમાં ત્રિપૃષ્ઠ નામના વાસુદેવ થવાના છે. પછી અપવિદેહમાં મૂકા નામની નગરીમાં પ્રિયમિત્ર નામના ચક્રવતી થવાના છે અને આ જ ભરત ક્ષેત્રમાં મહાવીર નામના અ ંતિમ તીથ"કર પણ થવાના છે. માટે ભાવી તીથંકરના રૂપમાં તમને વંદન કરું છું.
પિતાના આવા વચન સાંભળતાં મરીચિના હૃદયમાં પાપને સમૂહરૂપ કુલમદ પ્રવેશ કર્યો. જેમ પક્ષી પોતાના માળામાં પ્રવેશ કરે છે તેમ જ કુલ આદિના મદ, અવસર પામીને મનુષ્યમાં પ્રવેશ કરી ઔય છે.
મરીચિને કુલમદ ઉભેા થયે તે સંસારરૂપી અટવીમાં પરિભ્રમણ કરાવવા વાળું સમસ્ત દુઃખનું ઉત્પાદક એવું ‘અભિમાન’રૂપી વિષપાન મરીચિએ કર્યું. તે ષિત થઈ નાચવા-કુદવા લાગ્યા ને ખેલવા લાગ્યા કે અહે ! મારું કુલ કેવું ઉત્તમ છે! જેમાં મહાન ઋદ્ધિવાળા, મહાન્ દ્યુતિવાળા, મહાન્ પ્રભાવવાળા, મહાન્ બલવાળા અને મહાન યશવાળા, તથા ચાંસઠ કેંદ્રો દ્વારા તથા અન્ય દેવા અને દેવીઓ દ્વારા વદિત, ત્રણ લેાકના નાથ, ધર્માંરૂપી શ્રેષ્ઠ ચાતુરતચક્રના પ્રવર્ત્તક ઋષભજિન મારા પિતામહ છે, અને જે કુલમાં પ્રધાન ચક્રરત્નવાળા, સમુદ્રસહિત
શ્રી કલ્પ સૂત્ર : ૦૧
૫૭