Book Title: Kalpasutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
વેલ ઉગી નીકળે છે. એટલે કે અભિમાન તૃષ્ણનો જનક છે. જેવી રીતે હિમસમૂહ કમલવનને નાશ કરી નાખે છે. તેવી રીતે તે તૃષ્ણા જ્ઞાનાદિગુણોના સમુદાયને મૂળમાંથી જ નાશ કરી નાખે છે. તેને આશય એ છે કે જેવી રીતે હિમના સમૂહથી કમળનાં વનને નાશ થાય છે તેવી જ રીતે અભિમાનથી જ્ઞાન વગેરે ગુણ-સમૂહને નાશ થાય છે. તદુપરાંત તે તૃણ મદિરાની જેમ અપરિહાય મેહના સમૂહની જનની છે, અને અપાર સંસારની વૃદ્ધિ કરનાર છે. સારાંશ એ છે કે જેમ સુરાપાન કરવાથી મનુષ્ય મેહમય તથા ચાર ગતિરૂપ સંસારમાં ભ્રમણ કરનાર બને છે તે જ પ્રમાણે તૃષ્ણાથી પણ બને છે.
આ રીતે કુલ–મદનો આશ્રય લઈને હેય-ઉપાદેયના વિવેક હિત મરીચિએ પિતાના આત્માને દુઃખ-જનક સંસારમાં એવી રીતે ફસાવ્યા કે જેવી રીતે પારધી પોતાની જાળમાં પક્ષીઓને ફસાવી લે છે. આ રીતે ચાર ગતિ૩૫ સંસાર-ભ્રમણ વગેરે અનર્થોના ભંડારરૂપ ઉચ્ચ કુળમાં જન્મ લેવાન અભિમાનને આશ્રય લઈને મરીચિએ ભારતના મુખથી ભવિષ્યમાં પોતે વાસુદેવ વગેરે થશે, એવી વાત સાંભળવાને સમયે જ નીચ ગોત્રને બંધ બાંધ્યું. (સૂ૦૧૨)
નીચ ગોત્ર બાંધ્યા પછી મરીચિનું શું થયું ? તે કહે છે. “g ' ઇત્યાદિ.
મૂળને અર્થ-ઋષભદેવ ભગવાન મેક્ષ પધાર્યા બાદ પણ મરીચિ ભવ્યજીને પ્રતિબંધ આપીને અવાર-નવાર દીક્ષાને માટે ભગવાનના સાધુઓ પાસે મોકલતો. કોઈ એકવેળા મરીચિના શરીરમાં ખાંસી ૧, શ્વાસ -દમ ૨, જવર ૩, દાહ ૪, કુક્ષિશુલ ૫. ભગંદર ૬, હરસ-મસા ૭, અજીર્ણ ૮, નેત્રરંગ ૯, મસ્તકવેદના ૧૦, અરુચિ ૧૧, આંખની વેદના ૧૨, કાનની વેદના ૧૩, કંઠની વેદના ૧૪, ઉદર-પેટની વેદના ૧૫, કોઢ૧૬ આ સેલે રોગ ફાટી નીકળ્યાં, આથી તેમના મનમાં વિચાર આવ્યો કે વ્યાધિથી મુક્ત થયા બાદ કેઈએક ને શિષ્ય બનાવું તે ઠીક ! જે મારી સેવા-ચાકરી કરે ને વૃદ્ધાવસ્થામાં સાર-સંભાળ રાખે.
આ પ્રકારે વિચારતો હતો તેવા સમયમાં કોઈ એક ધમ–અભિલાષી કપિલ નામનો પુરુષ આવી ચઢો. મરીચિએ તેને જૈનધર્મનું યથાર્થ વર્ણન કરી તેની સાર્થકતા સમજાવી. ઉપદેશ સાંભળી કપિલે પ્રશ્ન કર્યો, કે જે જૈનધર્મ સર્વોત્તમ છે, તે તેનું આચરણ તમે કેમ નથી કરતાં ? જવાબમાં મરીચિએ કહ્યું, કે હે કપિલ! આહંત ધર્મનું ઉપદેશેલું આચરણ મારાથી અમલમાં મૂકી શકાતું નથી, તે આચરણુ ઘણું કઠિન છે ને મારી કાયરતાને લીધે તેમ બની શકાતું નથી. ત્યારે કપિલે બીજો પ્રશ્ન કર્યો કે શું તમારા પંથમાં “ધમ” નથી કે તમારે જૈનધર્મના ઉપદેશને આશ્રય લેવો પડે છે?
મરીચિ શિષ્ય બનાવવાની લાલસાને રોકી શકશે નહિ. તેથી તેણે અવળી રજુઆત કરી કહ્યું કે હે કપિલ ! જેના માર્ગમાં જે “ધમ છે તે ધર્મ મારા પંથમાં પણ છે.
આ સાંભળી કપિલ મરીચિને શિષ્ય બન્યો, “જન ધર્મના માર્ગમાં અને મારા માર્ગમાં બનેમાં સમાનતા છે' આ પ્રકારની મિથ્યા પ્રરૂપણા અને ઉપદેશનું આલોચન, પશ્ચાત્તાપનું પ્રાયશ્ચિત્ત અથવા પ્રતિક્રમણ નહિં કરવાથી મરીચિએ દીર્ધસંસારનું ઉપાર્જન કર્યું, મરીચિ ચેરાસી લાખ પૂર્વનું આયુષ્ય પૂરું કરી, મૃત્યુસમયે અણશણ કરી, ચોથા ભવમાં પાંચમાં દેવલોકે દશસાગરોપમની સ્થિતિવાળા દેવ તરીકે ઉત્પન્ન થયે. (સૂ૦૧૩)
ટીકાનો અર્થ મરીચિ વ્યવહારમાં સાધુ તરીકે જ૬ આચરણ આચરી રહ્યો હતો, છતાં તેમની શ્રદ્ધા,
શ્રી કલ્પ સૂત્ર: ૦૧
૬૧