Book Title: Kalpasutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પૃથ્વી ઉપર એકછત્ર શાસન કરવાવાળા, નવનિધિઓથી ભરપૂર એવા કષ (ખજાના) વાળા, બધાને સંતોષ આપનાર, ષટખંડના અધિપતિ, મનુષ્યમાં સિંહસમાન ભરતચક્રવતીમારા પિતા છે. અને હું શત્રુઓનું મર્દન કરનાર. સિંહની સમાન ગજવાવાળ, અતિ બળવાન, પ્રિય દર્શનવાળે, વિમલકુલમાં જન્મેલ, અજેય, રાજસમાજમાં શ્રેષ્ઠ, શ્રીવત્સના ચિહ્નથી યુક્ત, ત્રણ ખંડને સ્વામી, પુરુષોમાં ઉત્તમ એ ત્રિપૃષ્ઠ નામને પ્રથમ વાસદેવ પિતનપુરમાં થઈશ. અને ફરી હું અપરવિદેહની મૂક નગરીમાં પ્રખર દિનકર (સૂર્ય) ની સમાન પ્રતાપવાળો, પૂર્વે કીધેલ તપના પ્રભાવથી સંપન્ન, પૂર્વસંચિત સુખને પામનાર, મનુષ્યમાં વૃષભ સમાન, વિપુલ વિખ્યાત કીતિવાળ, શરદwતના નવીન મેઘની સમાન મધુર ગંભીર અને સ્નિગ્ધ ગજેનાવાળા, બધા મનુષ્યોને સંતોષ આપનાર, મારા પિતાને સક્રશ પ્રિચમિત્ર નામનો ચક્રવતી થઈશ. વધારે શું કહું ! આ જ અવસર્પિણીકાલમાં પુરૂષસિંહ, પુરૂષવરપુંડરીક, નિર્મલકુલમાં ઉત્પન્ન, મહાસત્વશાળી, સ્વયંભૂરમણ સાગરની સમાન ગંભીર, ચંદ્રમાંથી પણ અધિક નિર્મલ, સૂર્યથી પણ અધિક પ્રકાશ કરવાવાળો મહાવીર નામનો અંતિમ તીર્થંકર થઈશ.
મારા પિતામહ તીર્થંકમાં પ્રથમ તીર્થ કરે છે, મારા પિતા ચક્રવર્તીઓમાં પ્રથમ ચક્રવર્તી છે અને હું વાસુદેવોમાં પ્રથમ વાસુદેવ થઈશ. હું ભરતક્ષેત્રની અપેક્ષાએ આ અવસર્પિણીકાલમાં અપરવિદેહની સૂકા નગરીમાં છહ ખડનો નાથ જગપ્રિય “પ્રિય મિત્ર' નામનો ચક્રવતી થઈશ. ફરી હું આ વીસીમાં વીસની સંખ્યાને પૂરી કરનાર ચરમ તીર્થંકર થઈશ.
આ પ્રકારે ભુજાઓને ફટકારી-ફટકારીને જોર જોરથી સિંહનાદ કરતો અને વાર વાર નાચતે તે મરીચિએ જાતિલ આદિના મદને પ્રભાવે નીચત્ર ઉપાર્જન કર્યું.
હેય અને ઉપાદેયને વિવેક જેનામાંથી અદ્રશ્ય થયા છે. તે “તત્વ' નો નિશ્ચય કરી શકો નથી. અહંતા રૂપી વાટિકમાં જ્ઞાનગુણરૂપી નવપલલવ પ્રગટ થતાં નથી. અભિમાનરૂપી વિષમ વિષની વાલાએથી ગ્રસેલ મનરૂપી વૃક્ષમાં નાનનો પલ્લવ ઉગતું નથી. જીવના મને ગગનરૂપ આંગણામાં થોડો પણ માનરૂપી મેઘનો ઉદય થાય તે હદયરૂપ ભૂમિમાં તૃણાની વિષવેલ તત્કાલ ઉગી જાય છે. તે તૃષ્ણા જ્ઞાનાદિ ગુણોને આવા પ્રકારે નષ્ટ કરી દે છે જેમ હિમ કમળોને નષ્ટ કરી નાખે છે. તે તૃષ્ણા મદિરાની માફક દુર્યજ મોહને ઉત્પન્ન કરે છે, અને અપાર સંસારને વધારે છે.
આ પ્રકારે અહંકારને વશીભૂત અને વિવેકને ભૂલી ગયેલ મરીચિએ પિતાના આત્માને તે જ પ્રકારે દુઃખજનક સંસારમાં ફસાવી લીધે, જેમ યાધ પક્ષીને જાળમાં ફસાવી લે છે. આ પ્રકારે અનર્થોનો ભંડાર, વિશાલ કુલમાં જન્મ લેવાના મદને આશ્રય લઈ મરીચિએ તે જ સમયે નીચ ગોત્રને બંધ કરી લીધા. (સૂ૦૧૨)
શ્રી કલ્પ સૂત્ર: ૦૧
૫૮