Book Title: Kalpasutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
રૂપથી જે સ્પર્શ થાય છે તે પુદ્ગલપરાવર્તન કહેવાય છે. આ પુદ્ગલપરાવર્તન અનંત ઉત્સર્પિણીઓ તથા અવસર્પિણુઓના પસાર થયા પછી થાય છે. આ કાળને પગલપરાવર્તન કહે છે. પુદ્ગલપરાવર્તનનું વિસ્તૃત સ્વરૂપ “શનરોuruતા ત્ર” ની મારા પૂજ્ય આચાર્યશ્રીએ બનાવેલી અર્થ બાધિની ટીકામાં તથા દશ ઉદાહરણોના સ્વરૂપ ઉત્તરાણ ન સૂત્ર ની મારા ગુરુજીએ રચેલી પ્રિયદર્શિની ટકાના ત્રીજા અધ્યયનમાં જોવી જોઈએ.
મુનિએ કયા હેતુથી ઉપદેશ આપે ? આ પ્રશ્નનું સમાધાન કરતાં શાસ્ત્રકાર કહે છે – મુનિજન સ્વભાવથી જ અન્ય જીવોનો ઉદ્ધાર કરવામાં તત્પર હોય છે. આ જ કારણથી તે મુનિએ નયસારને ધર્મને ઉપદેશ દીધે. મુનિના ઉપદેશની અસરથી નયસાર પર શી અસર થઈ ? તે હવે કહે છે– મુનિના ઉપદેશની અસરથી નયસારના હદયમાં અનાદિ કાળથી રહેલ મિથ્યાત્વરૂપી પ્રગાઢ અંધકાર સૂર્યોદય થતાં જેમ જગતને અંધકાર નાશ પામે છે તેમ તરત જ નાશ પામ્યો. એટલે કે નયસારના આત્મા સમ્યકત્વરૂપી રનના અલૌકિક પ્રકાશથી પ્રકાશમાન બન્યો.
નયસારનામક: પ્રથમો ભવ:
નયસાર પહેલેથી જ ઉદાર તે હતે. સમ્યકત્વ પ્રાપ્ત થતાં તે ઉદારતર એટલે કે વધારે ઉદાર ભાવથી પૂર્ણ બન્યો. તેણે પંચમહાવ્રતધારી મુનિની અનેક પ્રકારના વાકયસમૂહથી સ્તુતિ કરી, જેવાં કે-“ભગવાન ! આપે આપના અમૃત જેવાં વચનથી જન્મ, જરા અને મરણના દુઃખોથી ભયભીત એવા મને આશ્વાસન આપ્યું છે. જેમ સર્યના તીણ કિરણોથી સારી રીતે તપેલ સંસારને ચન્દ્રમાની ચાંદની ઠંડક દે છે, એ જ રીતે રાગ-દ્વેષની જવાળા ઓના સમૂહથી વ્યાકુલ બનેલા મારા અંતઃકરણને આપની કલ્યાણકારી વાણી શીતળ બનાવે છે. હે મુનિ ! સમસ્ત આગમના સારરૂપ આપની વાણી મારાં ચિત્તને જેટલું સુખી કરે છે એટલું સુખ તે કલ્પવૃક્ષની મંજરીઓ દઈ શકતી નથી, કે અમૃતના સમુદ્રની લહેરે પણ દઈ શકતી નથી. તે વિશ્વવન્ત! આપના વચનરૂપી સૂર્યનાં કિરણોના સમૂહે મારાં હદયરૂપી ગુફામાં અનાદિ કાળથી ભરેલા અંધકારને દૂર કરી દીધું છે. જેમ સૂર્યના કિરણોના તેજથી ઝાકળનાં નાનાં નાનાં બિન્દુઓ નાશ પામે છે તે જ રીતે આપના વચનાથી ઉત્પન્ન થયેલ તત્વજ્ઞાનથી મારું અજ્ઞાન નાશ પામ્યું છે. હે ભગવાન ! જેમ મેથી છવાયેલાં આકાશમાં ચન્દ્રની ચન્દ્રિકા શોભતી નથી, એ જ રીતે આપના ઉપદેશ વિના ગુણે શોભતા નથી. હે ગુણેના ભંડાર ! આપને ઉપદેશ સાંભળ્યા વિના મોહની મદિરાથી મસ્ત બનેલાં તથા વિષય રૂપી ખાડામાં પડેલા જીવ તેમાંથી પિતાને ઉદ્ધાર કદી કરી શકતાં નથી. આપનો ઉપદેશ ભવ-ભવથી ચાલી આવતી અજ્ઞાનની નિદ્રાથી તદન મૂઢ બનેલા જીવોને જાગૃત કરીને ક્ષમા વગેરે ગુણોથી વિભૂષિત
શ્રી કલ્પ સૂત્ર: ૦૧
૫૨