Book Title: Kalpasutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પુષ્ટ થઈ ગયા. પિતાના જન્મને અને જીવનને સફલ માનત, પરમભકિતભાવને કારણે ઉલ્લાસયુક્તચિત્તવાલો તે નયસાર, મુનિરાજની ઉપાસના કરતે, નહિં ઘણું દૂર કે નહિં ઘણું નજીક અર્થાત્ ઉચિત સ્થાન પર બેસી ગયે. (સૂ૦૬).
ટીકાને અથ—‘ત્તg ઇત્યાદિ મુનિના દર્શન થયાં પછી,તે ઉદાર,વંદનાની વિધિને જાણનાર નયસારે એક મસ્તક, બે ઢીંચણ, બે હાથ, એમ પાચે અંગેને ભૂમિ ઉપર નમાડીને, ક્ષમા આદિ ગુણોની રાશિને ધારણ કરવાવાલા તે મુનિરાજને ઉદાર ભાવથી વંદન અને નમસ્કાર કર્યો. તે સમયે આગામી ભવમાં થનાર પરમકલ્યાણને ભાજન તે નયસાર, મુનિરાજના દર્શનથી ઉત્પન્ન થયેલ પ્રમોદ વડે ફુલી ગયે. ભાવી ભવમાં થવાવાળા પરમકલ્યાણના અંકુરના કંદવાળા, અર્થાત્ પરમ કલ્યાણના ભાજન તે નયસાર, ઉત્કૃષ્ટ ભકિતભાવથી ઉલસિત મન સાથે તે મુનિરાજની ઉપાસના કરતાં ત્યાં મુનિરાજની પાસે જ, અર્થાત નહિં અધિક દૂર કે નહિં અધિક નજીક એટલે ઉચિત સ્થાનપર, વિનયપૂર્વક બેસી ગયે(સૂ૦૬)
હવે મુનિ તેને ઉપદેશ આપે છે–ત્તા ઈત્યાદિ.
મૂલને અર્થ–ત્યાર પછી ષજ્જવનિકાના નાથ, તપ અને સંયમથી સનાથ (સહિત) મુનિનાથે, અપૂર્વ વાત્સલ્ય સાથે મધ મિશ્રિત દ્રાક્ષની મીઠાશને પણ મહાત કરનારી ઘણી જ મધુર વાણીથી પુદગલપરાવર્તનના સ્વરૂપને તથા દશ ઉદાહરણે બતાવીને માનવ-જન્મની દુલભતાને તથા દેવ,ગુરુ અને ધર્મ સ્વરૂપને અનેક પ્રકારે ઉપદેશ કર્યો. સાધુજન સ્વભાવથી જ બીજાનો ઉદ્ધાર કરવા માટે તત્પર હોય છે, તેથી તેમના ઉપદેશના પ્રભાવથી, સૂર્યના ઉદયથી જેમ જગતના અંધકારને નાશ થાય તેમ નયસારના હૃદયમાં અનાદિકાલથી રહેલ મિથ્યાત્વરૂપી ઘાડો અંધકાર તરત જ નાશ પામ્યો. ત્યાર પછી ઉદારતર પરિણામોને ધારણ કરનાર તે નયસાર, મહાવ્રતથી સંપન્ન એવા એ મુનિરાજની જુદા જુદા પ્રકારના વાકયસમૂહથી સ્તુતિ કરીને પોતાને સ્થાને ચાલ્યો ગયો ત્યારબાદ ભજનના સમયે ગોચરી માટે નીકળેલા તે મુનિરાજને તેણે વિનંતી કરી કે હે પરોપકારની ધુરાને ધારણ કરનારા મુનિવર ! મારી વિનંતી પર ધ્યાન આપીને આપના ચરણ કમળોની ધૂળથી મારાં આંગણાંને પાવન કરે. (સૂ૦૭)
ટકાને અર્થ–બતe ઈત્યાદિ. નયસાર બેસી ગયા પછી, કૃત, કારિત અને અનુમોદની એ ત્રણ કરણ તથા મન, વચન અને કાયા એ ત્રણ યોગથી રક્ષણ કરનાર હોવાના કારણે જ જીવનિકાના સ્વામી, અને તપ તથા સંયમથી સંપન્ન તે મુનિનાથે અલૌકિક પ્રીતિ સાથે, મધ મિશ્રિત દ્રાક્ષની મીઠાશને પણ ચડી જાય એવી, એટલે કે ઘણી જ મીઠી વાણીથી પુદ્ગલપરાવર્તનના સ્વરૂપને અને ચોલ્લક, પાસક વગેરે દશ ઉદાહરણ આદિથી મનુષ્ય ભવની દુલભતા તથા દેવ ગુરૂ ધર્મના સ્વરૂપને અનેક પ્રકારે સમજાવ્યું. આહારક દ્રવ્ય સિવાય સર્વ રૂપી દ્રવ્ય -પુદંગલે-ને દારિક શરીર વગેરેના રૂપથી ગ્રહણ કરતાં એક જીવની અપેક્ષાએ જે પરિવર્તન એટલે કે સમસ્ત
શ્રી કલ્પ સૂત્ર: ૦૧
૫૧