Book Title: Kalpasutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
રક્ષિત, વિરાધી રાજાઓને નમ્ર બનાવનાર, વાસુદેવની પેઠે મહાવૈભવથી સંપન્ન, ‘પૃથિવી છે જેનું ધન' એવા, યથા નામવાળા શત્રુમન નામના રાજા પૃથિવીનું શાસન કરતા હતા. શત્રુમન રાજાથી શાસિત પૃથ્વીપ્રતિષ્ઠ નામના નગરમાં, સ્વામીની (રાજાની) સેવામાં તત્પર નયસાર નામના કોટવાળ (નગરરક્ષક) રહેતા હતા. તે વિષની પેઠે બીજાના અપકાર અને દોષદનથી વિમુખ રહેતા હતા; દણુ જેમ પ્રતિબિંબનું ગ્રહણ કરે છે તેમ બીજાના ગુણાનું ગ્રહણ કરવામાં તે ઉન્મુખ હતા, વિવેકી જનેામાં ઉત્તમ હતા, જેમ હંસ પાણીમાંથી દૂધને જુદું પાડી લે છે તેમ તે પણ દાષામાંથી ગુણ ગ્રહણ કરતા હતા.
નયસાર એકવાર રાજાના આદેશને જરાએ કલેશ વિના શિરે ધારણ કરીને, વનભૂમિનુ' રખવાળુ' કરવાને પકિાનુ સહાયક એવું પાથેય (ભાતુ) લઇને તથા સહાયતા કરવામાં ઉપયાગી એવા કેટલાક પુરુષોને સાથે લઈને, ખળવાન બળદો જોડેલા રથ પર સવાર થઈને ગહન વનમાં જઈ પહેાચ્યા. (સૂ૦૪)
ટીકાના અ—જે ક્ષેત્રમાં મહાન ગુણા અને સંખ્યાની દૃષ્ટિથી ઉત્તમ પુરુષ નિર'તર વિદેહ અર્થાત્ મુક્ત થાય છે, તે ક્ષેત્ર મહાવિદેહ કહેવાય છે. મધ્ય જ બૂઢીપ નામના દ્વીપની પશ્ચિમ દિશાએ આવેલા મહાવિદેહ ક્ષેત્રને પેાતાના મણિમય પ્રાસાદે આદિથી સુશેાભિત કરનાર મહાવપ્ર નામના એક વિજય છે. તે જ બૂમ દર પર્યંતની પશ્ચિમમાં અને શીતેાદા મહાનદીની ઉત્તરમાં ત્રીજો વિજય છે. એ મહાવપ્ર વિજયમાં પૃથ્વીની વિજયપતાકા જેવી જયન્તી નામની નગરી છે.
જયન્તી નગરીમાં શત્રુમન નામના રાજા હતા. તેણે પેાતાની ભુજાના બળથી શત્રુ-સમૂહને નાશ કર્યા હતા, તે ચેાદ્ધાઓમાં શ્રેષ્ઠ હતા, અથવા રણમાં નિપુણ હતા. તે પોતાના જ પરાક્રમના પ્રભાવે કરી રક્ષિત હતા. તેણે પાતાના વિરોધી રાજાઓને નમાવ્યા હતા, અર્થાત્ તેમને પેાતાને અધીન કરી લીધા હતા. તે વાસુદેવની જેમ વિશાળ વૈભવથી વિભૂષિત હતા. તે નામ પ્રમાણે ગુણવાળા હતા. ભૂ એટલે ભૂમિ જેનું ધન છે એવા ધન તે શત્રુમન રાજા જયન્તી નગરીમાં પૃથ્વીનું પાલન કરતા હતા.
શત્રુમન રાજાના અધિકાર હેઠળના પૃથ્વીપ્રતિષ્ઠ નામે નગરમાં, રાજાની સેવામાં તત્પર એવા નયસાર નામે એક કાટવાળ અર્થાત્ નગરરક્ષક હતા. તે ખીજાઓને અપકાર કરવામાં તથા દાષાને ગ્રહણ કરવામાં એવા વિમુખ હતા કે જેમ લેાકેા વિષથી વિમુખ રહે છે. જેમ દÖણુ ખીજાના પ્રતિબિંબને ગ્રહણ કરે છે, તેમ તે પરાયા ગુણાને ગ્રહણ કરવામાં ઉન્મુખ રહેતા હતા. વિવેકી જનેામાં તે ઉત્તમ હતા. જેમ હુંસ દૂધમાં મળેલા પાણીમાંથી દૂધને જુદું કરી લે છે અને પાણીને છોડી દે છે, તેમ નયસાર દોષમાંથી પણ ગુણા ગ્રહણ કરી લેતા હતા. એક વાર નયસારે, રાજા શત્રુમનના વનની દેખરેખરૂપ આદેશને આદરપૂર્વક સ્વીકારીને, પ્રવાસીઓને માટે સહાયક એવું ભાતું સાથે રાખીને અને સહાયતા કરવામાં અતિસમથ એવા થાડા પુરુષાને લઈને, બળવાન બળદ જોડેલા રથમાં સવાર થઇને વનભૂમિની દેખરેખને માટે ગહન વનમાં પ્રવેખ કર્યાં, (સ્૦૪)
શ્રી કલ્પ સૂત્ર : ૦૧
૪૯