Book Title: Kalpasutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
કરે છે. જેમ ચન્દ્રમાનાં કરણા કમળ-વનને વિકસિત કરવાને સમથ હેાતાં નથી, પાષાણુ મધુર ગીત ગાવાને સમર્થ નથી અને ચિત્રમાં ચિતરેલા રાજા યુદ્ધ કરવાને સમથ નથી, એ જ રીતે જેમણે આપના ઉપદેશ ગ્રહણ કર્યાં નથી તે જીવા આ અપાર સંસાર-સાગરને એળંગવાને કદી પણ શક્તિમાન બની શકતા નથી. હું અમૃતઉપદેશની વર્ષા કરનારા મુનિરાજ ! જેમ વર્ષાઋતુમાં પાણીથી પરિપૂર્ણ દામાંથી સાપ નિકળીને ભાગી જાય છે, એ જ પ્રમાણે આપના ઉપદેશરૂપી જળથી પૂર્ણ આત્મારૂપી દરમાંથી કમરૂપી સર્પ ભાગી જાય છે. ધન્ય છે આપના ઉપદેશના માહાત્મ્યને કે જેના અભાવથી વિષયજનિત સુખને સાર સમજનાર મનુષ્ય જરૂર દુ`તિના ખાડામાં પડે છે, જેમ લાલાં મજાનાં ઘાસથી આકર્ષાયેલું હરણુ લીલાં ઘાસથી ઢંકાયેલા ખાડામાં પડે છે. હે મહાત્મન્! આપના ઉપદેશરૂપી પૂર્ણ ચન્દ્રના ઉદય થતા પ્રાણીઓના હૃદયરૂપી મરુભૂમિમાં શુભ-અશુભ કમ રૂપી ઉછળતી લહેરાથી ચંચળ વિષયવાસના રૂપી મૃગતૃષ્ણા તરતજ નાશ પામે છે.”
નયસાર એ પ્રકારના શબ્દોથી મુનિની સ્તુતિ કરીને પેાતાને સ્થાને ચાહ્યા ગયા. પછી નયસારે ભેાજનને વખતે ગાચરી કરવા નિકળેલા તે મુનિને વિનતી કરી કે હું પરોપકારપુરન્ધર મુનિવર! મારાં પ્રાનાવચને પર ધ્યાન દઇને આપના ચરણ કમળાની રજ પાડીને મારાં આંગણાંને પાવન કરો. આહાર વહેારવા માટે મારે
ત્યાં પધારે। સૂણા
શ્રી કલ્પ સૂત્ર : ૦૧
૫૩