Book Title: Kalpasutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
મૂળના અથ—દશાશ્રુતસ્કંધ શાસ્ત્રના સાતમા અધ્યયનમાં ભિક્ષુએની બાર પ્રતિમાઓનું વણૅન કરેલુ છે. પ્રતિમાઓની સમાપ્તિ પછી વર્ષાકાળ આવે છે. વર્ષાકાળ વ્યતીત કરવાને મુનિઓને વસવા ચેગ્ય ક્ષેત્રનુ અન્વેષણ (શેાધન) કરવુ જોઇએ. ઉચિત ક્ષેત્ર મેળવીને ચાર માસના પૂરા વર્ષાકાળ મુનિજનાએ તેમાં વ્યતીત કરવા જોઇએ. એ વર્ષાકાળના ચાર માસના પ્રારંભના દિવસથી એક માસ અને વીસ દિવસ વીત્યા પછી સુદી પાંચમને દિવસે સંવત્સરી પર્વની આરાધના કરવાની હોય છે. ત્યાર પછી સિત્તેર રાત્રિ-દિન વીત્યા બાદ વર્ષાવાસ સમાપ્ત થાય છે. એક દિવસ સંવત્સરી પર્વને અને સાત દિવસ તેની પહેલાંના, એમ આઠ દિવસ થાય છે. એ આઠ દિવસ પર્યુષણાપ કહેવાય છે.
આ પર્યુષણાપČના આઠ દિવસમાં મુનિ અંતકૃતદશાંગનું વાચન કરે છે અને ભગવાન શ્રી વર્ધમાન સ્વામીનુ` ચરિત્ર પણ સંભળાવે છે. આ રીતે પૂર્વાંત સાતમા અધ્યયનની સાથે એનેા સંબધ છે.
પર્યુષણ નામના આ આઠમા અધ્યયનમાં શ્રમણ ભગવાન મહાવીરના હસ્તેાત્તા ( ઉત્તરફાલ્ગુની ) માં થએલા ચ્યવન વગેરે પાંચે કલ્યાણા કથિત છે. પ્રજ્ઞાપિત, પ્રરૂપિત, દર્શિત, નિદર્શિત અને ઉપદર્શિત છે. એને માટે સૂત્ર આ છે-“તેશ શાહેળ” ઇત્યાદિ.
“ એ કાળે અને એ સમયે શ્રમણ ભગવાન મહાવીરનાં પાંચ (કલ્યાણા) ઉત્તરફાલ્ગુનીમાં થયાં, તે આ પ્રમાણે:-(૧) ભગવાને ઉત્તરફાલ્ગુની નક્ષત્રમાં ચ્યવન કરીને ગર્ભમાં પ્રવેશ કર્યાં. (૨) ઉત્તરફાલ્ગુનીમાં ગર્ભાતરમાં સહરણ થયું. (૩) ઉત્તરફાલ્ગુનીમાં જન્મ થયેા. (૪) ઉત્તરફાલ્ગુનીમાં મુંડિત થઈ ગૃહ ત્યજી દીક્ષા ધારણ કરી. (૫) ઉત્તરફાલ્ગુનીમાં અનુત્તર, અપ્રતિહત, નિરાવરણ, સંપૂર્ણ અને અનંત કેવલ જ્ઞાન, કેવલ દર્શીનની પ્રાપ્તિ થઈ સ્વાતિનક્ષત્રમાં ભગવાનને પરિનિર્વાણની પ્રાપ્તિ થઈ યાવત્ પુનઃ પુનઃ ગૌતમ સ્વામીએ બતાવ્યુ છે. (૩૦૧) ટીકાના અં—ાનુથબંધŔ" ઈત્યાદિ સૂત્રની વ્યાખ્યા સુગમ છે. કેવળ સામાન્યરૂપે યા વિશેષરૂપે કહેવું આખ્યાપિત છે. એકવચન, બહુવચન, આદિના ભેદે અથવા મહાવીર, વમાન, શ્રમણ આદિ નામેાના ભેદે કરીને ભવ્ય જીવને જે સમજાવવું તે પ્રજ્ઞાપિત છે. સ્વરૂપકથન-પૂર્ણાંક જે વિવેચન કરવું તે પ્રરૂપિત છે. ઉપમાન-ઉપમેય-ભાવ આદિથી જે પ્રકટ કરવું તે દર્શિત છે. સ્વાનુકંપાથી અને પરાતુક'પાથી અથવા ભવ્ય જીવેાના કલ્યાણની અપેક્ષા રાખીને જે હેતુ તથા દૃષ્ટાંતાદિથી પુનઃ પુનઃ પ્રકટ કરવુ તે નિદર્શિત છે. ઉપનય અને નિગમનથી અથવા બધા નયેની અપેક્ષાથી જે ભવ્ય જીવાની ખુદ્ધિમાં અસદિગ્ધરૂપે જમાવી દેવુ. તે ઉપદર્શિત છે.
જે દિવસે ચાતુર્માસને માટે આવેલા મુનિએ સાંજે ચાતુર્માસિક પ્રતિક્રમણ કરતા હાય, તે ચાતુર્માસિક દિવસ કહેવાય છે. તે દિવસ આષાઢી પૂર્ણિમાના હોય છે. એ ચાતુર્માસિક દિવસ અર્થાત્ આષાઢી પૂર્ણિ`માના સાંજના પ્રતિક્રમણ કાલથી આરંભીને એક માસ ને વીસ દિવસ વીતતાં-પચાસ દિવસ વીતી જતાં અર્થાત્ પચાસમે દિવસે, અને જો તિથિને ક્ષય થાય તે આગણપચાસમે દિવસે, સુદી પાંચમે સંવત્સરીપની આરાધના કરવી જોઇએ. અહીં એટલું ધ્યાનમાં રાખવુ કે તિથિને ક્ષય થવા છતાં પણ પચાસ દિવસના વ્યવહાર લેકાનુરોધથી થાય છે.
“નકો નતિ”—એ સુદી પાંચમના સાંજના પ્રતિક્રમણ સમયથી આરંભીને સિત્તેર દિવસ પૂરા થતાં વર્ષોં
શ્રી કલ્પ સૂત્ર : ૦૧
૪૬