Book Title: Kalpasutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
એ પ્રમાણે દક્ષિણ-ઉત્તરમાં તથા ઉપર નીચે પણ એકએક જન સમજવું. એ મર્યાદામાં ભિક્ષાને માટે જવું અને ભિક્ષા લઈને પાછા આવવું કપે છે. તાત્પર્ય એ છે કે ગ્રામ આદિના દરવાજાથી પૂર્વમાં બે ગાઉ અને પશ્ચિમમાં બે ગાઉ, એમ ચાર ગાઉના અંતર સુધી સાધુ-સાધ્વીઓને જવું ક૯પે છે. એ વિધાન દક્ષિણ-ઉત્તર તથા ઊર્વ-અધ દિશાના વિષયમાં પણ જાણવું. (સૂ૦૨૭)
નિષદ્ધ ભિક્ષાવગ્રહ કથનમ્
એ પ્રમાણે ભિક્ષાવિષયક અવગ્રહ બતાવીને હવે એ વિષયમાં નિષેધ બતાવે છે – નો ઈત્યાદિ.
મૂળનો અર્થ ગ્રામ યાવતુ સંનિવેશમાં જે નદી હોય, જેમાં હમેશાં જળ રહેતું હોય, ને હમેશાં વહેતી રહેતી હોય અને જેની ઉપર પુલ ન હોય, તે ત્યાં સાધુ-સાધ્વીઓને એક જન સુધી ભિક્ષા માટે જવું અને આવવું કલ્પતું નથી. (સૂ૦૨૮)
ટીકાને અર્થ-ગ્રામ યાવત સંનિવેશમાં વર્ષાવાસમાં રહેલા શ્રમણ અને શ્રમણીઓને, એ ગ્રામ આદિમાં
મરી અને સદા વહેતી તથા પુલ વિનાની નદી હોય તે ભિક્ષાચર્યા માટે એક જન સુધી ગમનાગમન કરવું ક૯૫તું નથી. જે પુલ હોય યા નદીમાં પાણી ન રહેતું હોય તે જવું કલ્પ છે. (સૂ૦૨૮).
ભિક્ષાચર્યામાં નિષેધનું પ્રકરણ હોવાથી ફરી પણ નિષેધ કહે છે-“નો દgg' ઇત્યાદિ.
ભિક્ષાવિષયેડ નિષેધકથનમાં
મૂળનો અર્થ –વરસાદ વરસી રહ્યો હોય તે સાધુ-સાધ્વીઓને ગૃહસ્થને ઘેર આહાર-પાણીને માટે જવું યા પ્રવેશ કરે કલ્પત નથી. (સૂ૦૨૯)
ટીકાનો અર્થ-વ્યાખ્યા સ્પષ્ટ છે. (૨૯).
પૂર્વ સૂત્રમાં જે વરસાદ વરસી રહ્યો હોય તે સાધુ-સાધ્વીઓને ગૃહસ્થના ઘરમાં આહાર-પાણીને માટે પ્રવેશ કરવાનો નિષેધ કર્યો જે સાધુ ગૃહસ્થના ઘરમાં પ્રવેશ કરી ચૂક્યા હોય અને જ્યારે ભિક્ષા લઈ રહ્યા હોય ત્યારે વરસાદ વરસવા લાગે તે શું કરવું ? એ હવે કહે છે – ' ઇત્યાદિ.
શ્રી કલ્પ સૂત્ર: ૦૧
૩૫