Book Title: Kalpasutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
કલ્પો પસંહાર: 2
હવે કલ્પને ઉપસંહાર કરતાં સૂત્રકાર કહે છે–
મળનો અર્થ આ સ્થવિર કલ્પને, સૂત્રને અનુસાર, ક૯૫ને અનુસાર, માર્ગને અનુસાર, તરવને અનુસાર, સમભાવપૂર્વક શરીરને સ્પર્શ કરીને, પાલન કરીને, શોધન કરીને, પાર કરીને, એની પ્રશંસા કરીને આરાધના કરીને તથા જિન ભગવાનના આદેશને અનુસરી ક્રમે કરી પાલન કરી સાધુ અને સાધ્વી કેટલાક આ ભવમાં, કેટલાક બીજા ભવમાં, કેટલાક ત્રીજા ભવમાં સિદ્ધ થાય છે, બુદ્ધ થાય છે, મુક્ત થાય છે, પરિનિર્વાણ પામે છે, અને બધાં દુઃખોનો અંત કરે છે. સાત આઠ ભનું ઉલ્લંઘન તે કરતા જ નથી. શાશ્વત સિદ્ધ થાય છે. (સૂ૦૪૩)
ટીકાને અર્થ આ સ્થવિર ક૫ને સૂત્રોક્ત વિધિને અનુસાર, કલ્પને અનુસાર, જ્ઞાન-દર્શન–ચારિત્રરૂપ મોક્ષમાર્ગને અનુસાર યા ક્ષપશમભાવને અનુસાર, તત્ત્વને અનુસાર યા સત્યને અનુસાર, સમભાવપૂર્વક, સમ્યક પ્રકારે, કર્મનિજ રાની ભાવનાથી, કેવળ અભિલાષા કરીને જ નહિ પરંતુ ઉચિત અવસરે વિધિપૂર્વક શરીરથી સ્પર્શ કરીને, વારંવાર ઉપગ સાથે તત્પરતાપૂર્વક પાલન કરીને, અતિચારરૂપી કાદવના પ્રક્ષાલન રૂપ શુદ્ધિ કરીને, યાજજીવન પૂર્ણતા પર પહોંચાડીને, તથા “આ સ્થવિરકલ્પ નિંદ્રકથિત છે, ભવ દુઃખોને હરણ કરનાર છે, મોક્ષનાં સુખાને કર્તા છે” ઈત્યાદિ રૂપે એની પ્રશંસા કરીને, આરાધના કરીને, જિનદેવની આજ્ઞાનુસાર ક્રમે કરીને પાલન કરીને કેટલાક સાધુ યા સાધ્વી “વિષ્યતિ'—આ ભવમાં સિદ્ધ-કૃતકૃત્ય થઈ જાય છે, “કુરે' નિર્મળ કેવળ જ્ઞાનથી સમસ્ત પદાર્થ ને જાણવા લાગે છે, “અ”—બધાં કર્મોથી મુક્ત થઈ જાય છે, “વેરિનિવતિ' કમજનિત સમસ્ત વિકારોથી રહિત થઈ જવાને કારણે આત્મસ્વરૂપમાં સ્થિત થઈ જાય છે, “સર્વદુલ્લાનામાં જોતિ' સંપૂર્ણ શારીરિક અને માનસિક કલેશને અંત કરે છે, અર્થાત્ અવ્યાબાધ સુખના ભાગી થાય છે અને શાશ્વત સિદ્ધ થાય છે. કેટલાક બીજા ભવમાં શાશ્વત સિદ્ધ થાય છે, અને કેટલાક ત્રીજા ભાવમાં શાશ્વત સિદ્ધ થાય છે. આ સ્થવિર કલ્પના કેઈ આરાધક સાત આઠ ભવનું ઉલ્લંઘન તે કરતે જ નથી, અર્થાત સાત-આઠ ભવમાં તે અવશ્ય આ સ્થવિરકલ્પના બધા આરાધકોને મુક્તિ પ્રાપ્ત થઈ જાય છે. (સૂ૦૪૩)
ઇતિ સ્થવિર-કલ્પ સંપૂર્ણ. (ઈતિ પ્રથમ વાચના )
શ્રી કલ્પ સૂત્ર: ૦૧
૪૩