Book Title: Kalpasutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
યથારાત્રિકં ક્ષમાપણાદીનાં કર્ત્તવ્યતા કથનમ્ ।
પાછલા સૂત્રમાં ‘લામિય' પદ આપ્યુ છે. સાધુ સાધ્વીઓએ પર્યાયજ્યેષ્ઠતાને અનુસરી ક્ષમાયાચના કરવી જોઇએ, એ સૂચિત કરવાને સૂત્રકાર કહે છે—“ પર ' ઇત્યાદિ.
મૂળના અ॰—સાધુ-સાધ્વીઓએ યથારાત્મિક અર્થાત્ નાના—મેાટાના ક્રમાનુસાર ખમતખામણાં કરવાં
જોઈએ. (સૂ૦૪૧)
ટીકાના અ”—સાધુ-સાધ્વીઓએ સંયમ-પર્યાયની જ્યેષ્ઠતાને અનુસરી બીજાના કરાયેલા અપરાધાને ક્ષમા આપવી જોઇએ, અર્થાત્ હૃદયમાંથી દૂર કરવા જોઇએ, તથા પાતાથી થયેલા અપરાધાને માટે ક્ષમા યાચના કરવી જોઈએ, ખીજાના હૃદયમાંથી દૂર કરવાના પ્રયત્ન કરવા જોઈએ. (સૂ૦૪૧ )
કલહોપશમકાદીનાં સાધૂનામારાધકત્વ નિરૂપણમ્ ।
જે સાધુ ઉત્પન્ન થયેલા કલહને પાતે શાન્ત કરે છે અને ખીજાએ વડે શાન્ત કરાવે છે, પોતે ક્ષમા કરે છે અને બીજાની ક્ષમા યાચના કરે છે, તે આરાધક અને છે, એ સૂચિત કરવાને કહે છે—“ પર્ ” ઇત્યાદિ. મૂળના અ—ઉપશમ-કષાયાની મંદતા-જ સાધુત્વનેા સાર છે, તેથી સાધુઓએ તથા સાધ્વીઓએ પરસ્પરના કલહને શાંત કરવા જોઇએ, તથા શાંત કરાવવા જોઇએ, ક્ષમા કરવી જોઇએ, અને ક્ષમા કરાવવી જોઇએ. જે ઉપશાન્ત કરે છે તે આરાધક અને છે, જે ઉપશાંત કરતા નથી તે આરાધક બનતા નથી. (સૂ૦૪૨)
ટીકાના અ—શ્રામણ્ય અર્થાત્ ચારિત્રમાં ઉપશમ જ પ્રધાન છે. એ તથ્ય મનમાં રાખીને સાધુ-સાધ્વીઓને અધિકરણને પરસ્પરમાં પોતે શાંત કરવું અને બીજાએથી શાંત કરાવવુ, પાતે ક્ષમા કરવી અને બીજાથી ક્ષમા કરાવવી કલ્પે છે. સૂત્રકાર તેનુ કારણ મતાવે છે—જે શ્રમણ ઉત્પન્ન થયેલા કલહને શાંત કરે છે, તે આરાધક થાય છે. અને જે શાંત નથી કરતા તે આરાધક થતા નથી અર્થાત્ વિાધક થાય છે. (સૂ૦૪ર)
શ્રી કલ્પ સૂત્ર : ૦૧
૪૨