Book Title: Kalpasutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
કારણ હોવાથી શિવરૂપ, તીર્થકરે અને ગણધરોથી પ્રશંસિત હોવાથી પ્રશસ્ત, પાના ઉપશમરૂપ મંગળનું જનક હોવાથી મંગલમય, કેવળ જ્ઞાનરૂપી લક્ષમીનું જનક હોવાથી સશ્રીક, આમષષધિ આદિ લબ્ધિઓરૂપ મહાન પ્રભાવનું જનક હોવાથી એ ત૫ મહાનુભાવ છે; તથા ક્રોધ, માન, માયા, લોભ, કષાયરૂપી કીચડને ધનાર તથા કર્મમળને
દૂર કરનાર છે.
એ રીતે આચાર્યાદિને પૂછીને તથા એમની અનુમતિ લઈને અશન, પાન, ખાધ, સ્વાદ્ય આહારને ગ્રહણ કરવો અને તેને ઉપભોગ કરે કપે છે, તથા એ પ્રકારનું બીજું કોઈપણ કામ કરવું ક૯પે છે. આશય એ છે કે ગુરુની આજ્ઞા લઈને જ બધાં કાર્યો કરવા જોઈએ. (સૂ૦૩૮)
પત્રલેખાનાદિનિષેધઃ .
સાધુઓએ પત્ર કદિ લખ જ ન જોઈએ, એટલે એ બાબતમાં આચાર્યાદિને પૂછવાનો પ્રશ્ન જ ઊઠત નથી. અહીં પત્રલેખનને નિષેધ કરતાં કહે છે-“નો જwઇત્યાદિ.
મૂળને અર્થ–સાધુ-સાધ્વીઓને જાતે પત્ર લખવાનું કલ્પતું નથી. (સૂ૦૩૯)
ટીકાનો અથ–સાધુ-સાધ્વીઓને કઇ સાધુ, સાધ્વી, શ્રાવક યા શ્રાવિકાને માટે અથવા સંઘને માટે પત્ર લખ ક૯પ નથી. (સૂ૦૩૯)
નિષેધને પ્રસંગ હોવાથી બીજાં નિષિદ્ધ કાર્યો કહે છે–“જો #g” ઈત્યાદિ.
પ્રશાન્તકલાદીનાં પુનરૂત્પાદનાનિષેધઃ |
મૂળને અર્થ–સાધુ-સાધ્વીઓને ન અનુત્પન્ન કલહ ઉત્પન્ન કરે કલ્પ નથી. તથા જે કલહ ને થયો હોય, જેને માટે ક્ષમાપના થઈ ચુકી હોય અને જે શાંત થઈ ગયો હોય તેની ઉદીરણા કરવી કલ્પતી નથી. (સૂ૦૪૦)
ટીકાનો અર્થ જે જીવને નરક અને નિગોદ આદિના અનંત જન્મ-જરા-મરણનાં દુઃખને અધિકારી બનાવે છે તે વાચનિક કલહ આદિ અધિકરણ કહેવાય છે. જે અધિકરણ ઉત્પન્ન થયું નથી તેને નવેસરથી ઉત્પન્ન કરવું સાધુ-સાધ્વીને ક૫તું નથી. તથા જે અધિકરણ જૂનું થઈ ચુકયું છે, જેને માટે પરસ્પર ક્ષમાની આપ-લે થઈ ચુકી છે અને તે કારણથી જે શાન્ત થઈ ગયું છે, તેને ફરી ઉત્પન્ન કરવું ક૫તું નથી. (સૂ૦૪૦)
શ્રી કલ્પ સૂત્ર: ૦૧
૪૧