Book Title: Kalpasutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પ્રતિલેખનાયાઃ સવિધિ કાલદ્ધયે કર્તવ્યતા
સાધુ-સાધ્વીઓએ બેઉ કાળ વિધિપૂર્વક પ્રતિલેખના કરવી જોઈએ, એ સૂચિત કરવાને કહે છે-“વદgg' ઇત્યાદિ.
મલનો અર્થ-નિગ્રન્થ-નિગ્રંથીઓને પીઠ, ફલક (પાટો), શવ્યા, સંસ્તારક, વસ્ત્ર, પાત્ર, કંબલ, દંડ, રજોહરણ, ચાલપટ્ટ, દોરા સાથે સુખવસ્ત્રિકા, પાદપેછણ, તથા એવાં બીજાં બધાં ઉપકરણની તથા ઉપાશ્રયની બેઉ કાળ પ્રતિલેખના તથા પ્રમાજના કરવી ક૯પે છે. (સૂ૩૬)
ટીકાનો અર્થ-વ્યાખ્યા સ્પષ્ટ છે. પ્રતિલેખનાના વિષયમાં વિશેષ જાણવાની અભિલાષાવાળાએ ઉત્તરાધ્યયનસૂત્રની છવીસમા અધ્યયનની પ્રિયદર્શિની ટીકા જોવી. (સૂ૦૩૬)
કલ્પનીયાકલ્પનીયવસતિ નિરૂપણમ્
પૂર્વ સૂત્રમાં સાધુઓને માટે વસતિ (સ્થાનક-ઉપાશ્રય) ની પ્રતિલેખના અને પ્રમાર્જના કરવાનું કહ્યું છે. હવે સાધુઓને કેવી વસતિ કપે છે અને કેવી નહિ. તે કહે છે- “પ' ઇત્યાદિ
મૂળને અર્થ–સાધુ-સાધ્વીઓને અઢાર પ્રકારના ઉપાશ્રયો તથા એના જેવા બીજા ઉપાશ્રયમાં નિવાસ કરે કપે છે. તે પ્રકાર આ પ્રમાણે (૧) દેવગૃહ (૨) સભા, (૩) પ્રપા, (૪) આવસથ, (૫) વૃક્ષમૂલ, (૬) આરામ, (૭) કંદરા, (૮) આકર, (૯) ગિરિગુફા, (૧૦) કર્મ, (૧૧) ઉદ્યાન, (૧૨) પાનીયશાળા, (૧૩) કુષ્યશાળા, (૧૪) યજ્ઞમંડપ, (૧૫) શૂન્યગૃહ, (૧૬) શમશાન, (૧૭) લયન, (૧૮) આપણુ, એ ઉપરાંત એજ પ્રકારના સચિત્ત જળ. માટી, બીજ, વનસ્પતિ, તેમ જ ત્રસ જીવોના સંસર્ગથી રહિત, ગૃહસ્થાએ પિતાને અર્થે બનાવેલા, પ્રાસક. એષણ્ય, એકાન્ત, સ્ત્રી-પશુ-પંડક (નપુંસક) થી વર્જિત અને પ્રશસ્ત-નિર્દોષ ઉપાશ્રયમાં રહેવું ક૯પે છે. જે ઉપાશ્રય આધાકમથી વ્યાપ્ત હોય તથા સિંચન, સમાજનીથી કચરા વાળ, જાળાં દૂર કરવાં, ઘાસ બિછાવવું, પુતાઈ કરવી, લેપન કરવું, સુંદરતાને માટે વારંવાર છાણ વગેરેથી લીંપવું, શરદી દૂર કરવાને અગ્નિ સળગાવ, વાસણ-કુશણ અહીંથી ત્યાં મૂકવાં, વગેરે સાવધ કિયાએથી યુક્ત હોય અને જ્યાં અંદર-બહાર અસંયમની વૃદ્ધિ થાય, એવા ઉપાશ્રયમાં નિવાસ કરે ક૯પતો નથી. (સૂ૦૩૭).
ટીકાનો અથ-સાધુ-સાધ્વીઓને અઢાર પ્રકારના ઉપાશ્રયમાં તથા એ પ્રકારનાં બીજા ઉપાશ્રયમાં નિવાસ
શ્રી કલ્પ સૂત્ર: ૦૧
૩૯