Book Title: Kalpasutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
કરવા ક૨ે છે, તે આ પ્રમાણે—દેવકુલ-જ્યંતર આદિ દેવોનાં ગૃહ, સભા-જ્યાં વસ્તીના લેાકેા વિચાર વિમર્શ કરવાને એકઠા થતા હોય, પ્રષા-પરબ, આવસથ-પરિત્રાજકાનું નિવાસસ્થાન, વૃક્ષની નીચે, આરામ-માધવી આદિ લતાએથી યુકત ઉદ્યાન, ગુફા (જમીનમાંની ગુફા) આકર-લેાઢા વગેરેની ખાણુ, પર્યંતની ગુફા, લુહાર વગેરેની શાળા-કેડ, ઉપવન, રથ આદિ રાખવાનુ` સ્થાન, ઘરના સામાન રાખવાની શાળા, મ‘ડપ (વિશ્રામસ્થાન), સુનુ ઘર શ્મશાન સામાન્યઘર, દુકાન-હાર્ટ.
એ અઢાર ઉપરાંત ખેતરમાં બનાવેલા માંચા કે કુબે। જે સચિત્ત માટી, શાલિ આદિનાં બીજ, ડાભ આદિ લીલી વનસ્પતિ તથા દ્વીન્દ્રિયાદિ ત્રસ જીવોથી રહિત હેય, ગૃહસ્થે પોતાના ઉપયાગને માટે બનાવેલા હોય, જીવથી વર્જિત હોય, નિર્દોષ હોય, એકાંત હાય, સ્ત્રી-પશુ-પડકથી રહિત હોય, તથા એ કારણે સાધુએ રહેવાને ચેાગ્ય હોય, તેમાં પણ સાધુ-સાધ્વીને રહેવુ ક૨ે છે.
જે ઉપાશ્રય આધાકમી હોય, અર્થાત સાધુને માટે છકાયના જીવાની વિરાધનારૂપ ક્રિયાથી યુક્ત હોય, જેમાં પાણી છાંટવુ' પડે, સાવરણીથી કચરા વાળવા પડે, દીવાલ વગેરે ઉપર ખાઝેલાં જાળાં દૂર કરી સફાઈ કરવી પડે, ડાભ વગેરેબિછાવવું પડે જેમાં પાતાંથી સફાઇ કરવી પડે, છાણુ-માટીથી દર પૂરવાં પડે, સુંદરતાને માટે વારવાર લી પણ કરવાં પડે, શરદી દૂર કરવાને માટે આગ સળગાવી ગરમાવા કરવા પડે, અને ઘરનાં વાસણુĀસણયા બીજો સામાન અહી'થી તહી' ફેરવવા પડે, તેમ જ જેમાં રહેવાથી અંદર-બહારના ભાગમાં સાધુને નિમિત્તે અસયમની વૃદ્ધિ થાય એવા દોષયુક્ત ઉપાશ્રયમાં નિવાસ કરવા સાધુએને ક ંપતા નથી. (સૂ૩૭)
ગુર્વાજ્ઞયૈવ તપઃપ્રભૃતીનાં કર્તવ્યતા ।
મૂલના અ
સાધુઓને જે તપસ્યા આદિ ક્રિયા કરવી હોય, તે ગુરુને પૂછીને કરવી જોઈએ, એ સૂચિત કરવાને કહે છે "C Ç'' ઇત્યાદિ. સાધુ-સાધ્વીને આચાય, ઉપાધ્યાય, યાવત્ ગણાવચ્છેદક અથવા રત્નાધિક-પર્યાયયેષ્ઠને પૂછીને અને એમની આજ્ઞા મેળવીને ખાર પ્રકારના તામાંથી કાઇ પણ ઉદાર (પ્રધાન), કલ્યાણમય, શિવસ્વરૂપ, ધન્ય, માંગલિક, સશ્રીક, મહાપ્રભાવજનક, કષાયરૂપી કીચડનું પ્રક્ષાલન કરનાર, ક`મળની વિશુદ્ધિ કરનાર તપને અંગીકાર કરીને વિચરવું ક૨ે છે; એજ રીતે અશન, પાન, ખાદ્ય, સ્વાઘને લેવાં તથા તેમના પરિભાગ કરવા કલ્પે છે; એ જ પ્રમાણે ઉચ્ચાર-પ્રસવણુ (મળ-મૂત્ર) ને ત્યાગ કરવા, સ્વાધ્યાય કરવા, કાર્યાત્સગ કરવા, અથવા ધર્મ-જાગરણ કરવું તથા એ પ્રકારનાં બીજાં કોઇપણ કાર્ય આચાય આદિની આજ્ઞાથી કરવુ ક૨ે છે (સ્૦૩૮) ટીકાના અ—આચાર્ય, ઉપાધ્યાય યાવત્ ગણાવચ્છેદક યા રત્નાધિકમાંથી પૂર્વ-પૂર્વના અભાવે ઉત્તરઉત્તરને, અર્થાત્ આચાય ન હોય તેા ઉપાધ્યાયને, ઉપાધ્યાયને અભાવે ગણાવòદકને, અને ગણાવચ્છેદકને અભાવે રત્નાધિકને પૂછીને અને એમની આજ્ઞા પ્રાપ્ત કરીને અનશન આદિ ખાર પ્રકારનાં તપશ્ચરણમાંથી કાઈ પણ તપકર્મીના સ્વીકાર કરીને સાધુ-સાધ્વીએ વિચરવુ ક૨ે છે.
એ તપકમાં કયા પ્રકારનુ છે? એ પ્રશ્નના ઉત્તર આપે છે. તે ઉદાર અર્થાત્ સ્વ-મેાક્ષના સુખની પ્રાપ્તિનુ' કારણુ હોવાથી પ્રધાન, સિદ્ધિ-વિશેષરૂપ કલ્યાણનું જનક હોવાથી શુભ, બધા ઉપદ્રવની ઉપશાન્તિનુ
શ્રી કલ્પ સૂત્ર : ૦૧
૪૦