Book Title: Kalpasutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સાધુ-સાધ્વીનાં પર્યુષણાકલ્પઃ ।
હવે દશમે પર્યુષણા કલ્પ કહે છે– વ્પર્ નિસ્થાનું ઇયાદિ.
મૂલન અથ`—જે સાધુ-સાધ્વી ‘માસકલ્પ ’ ના આચારપ્રમાણે વિચરતાં હોય તે સાધુ-સાધ્વીને આષાઢ માસની પૂર્ણિમાથી ‘ચાતુર્માસ ’ કરવાનું ક૨ે છે.
અહિં એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે શા માટે · માસકલ્પ ’ પ્રમાણે ચાલતાં સાધુ-સાધ્વીને ‘ચાતુર્માસ ’ કરવાનું કહ્યું છે ? પ્રત્યુત્તર એ છે કે ‘માસકલ્પ' પ્રમાણે વિહાર કરનારા સાધુ-સાધ્વી યથાર્થ નિયમેનુ પાલન કરે છે, ને તેને ત્રસ-સ્થાવર-હિંસાદિના ઢાષામાંથી બચાવવાનુ પણ ચેાગ્ય લાગવાથી શાસ્ત્રકારોએ અષાઢી પૂર્ણિ`મા સુધી ‘ચાતુર્માસ ' ના સ્થળે પહોંચી જવાનું કહ્યું છે. કારણ કે વર્ષાઋતુની શરુઆત તે પહેલાં થઈ ગઈ હોવાથી ત્રસ સ્થાવર અને સૂક્ષ્મ જીવાની તેમ જ હરિતકાય એટલે લીલી વનસ્પતિની શરુઆત વરસાદના દિવસેામાં થાય છે. આથી વનસ્પતિકાય તથા એઇન્દ્રિય, તેન્દ્રિય, ચઉરેન્દ્રિય તેમ જ 'ચેન્દ્રિય જીવાની વિરાધના થઈ જવા સભવ છે. તેથી આ દોષ ન થાય તે ઉદ્દેશથી ‘ચાતુર્માસ’ કરવાનું’ ‘માસકલ્પ ’ ના સાધુ-સાધ્વીને ફરમાન છે.
આ વર્ષાઋતુ દરમ્યાન ઘણા ખી, ઝાડા, ગુલ્મા, શુ, લતાએ, વેલડીએ, તૃણેા, વલયે, હિરતા, અ’કુરો, ઓષધિયા, જલવેલા, બિલાડાના ટાપ અને સ્નેહસૂક્ષ્મ, પુષ્પસૂક્ષ્મ, પનકસૂક્ષ્મ, ( લીલફૂલ ) બીજસૂક્ષ્મ વિગેરે સૂક્ષ્મ તેમ જ ખાદર વનસ્પતિએ ઘણા પ્રમાણમાં ફૂટી નિકળે છે. આ હરિતકાયા આદિ ચાલતી વખતે સાધુ, સાધ્વી દ્વારા કચરાઈ જવાના સંભવ છે. આ વનસ્પતિના જીવા એકેન્દ્રિય જાતિના છે.
તેમ જ એન્દ્રિય જીવા-શંખ, શ ́ખનક, જલૌક, નીલગુ, ગંડાલક, શિશુનાગ, વિગેરે; તેમ જ ત્રીન્દ્રિય જીવા–કુથુવા, કીડી, કીટિકા, બહુપદી, પૂર્વર સૂક્ષ્મઅંડ, સૂક્ષ્મઉત્તિ' વિગેરે; અને ચઉરેન્દ્રિય જીવા-માખ, મચ્છર, પતંગ, ભમરા, કૌંસારી, વિછી, આ ઉપરાંત પંચેન્દ્રિય જીવા-દેડકા, ઉંદર, માછલા, કાછવા વિગેરેની વિરાધના થવા પૂરેપૂરા સભવ છે તેથી જ ‘ચતુર્માસ' કરવાની સ્પષ્ટ આજ્ઞા છે ( સૂ૦૧૭ )
ટીકાના અ—જે સાધુ-સાધ્વી શાસ્ત્રની આજ્ઞામાં રહી વિચરે છે તેને આષાઢી પૂર્ણિમાથી શરુ થતાં · ચતુર્માસ ' ને પણ શાસ્ત્રોક્ત આજ્ઞાએ અંગીકાર કરવાનું રહે છે. શિષ્ય ગુરુમહારાજને પ્રશ્ન પૂછે કે હે ભદન્ત!
શ્રી કલ્પ સૂત્ર : ૦૧
૨૭