Book Title: Kalpasutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સાધુ-સાધ્વીનાં સાપવાદમ અગ્રાહ્યવસ્તુ ગ્રહણનિષેધઃ |
મૂલ અને ટીકાનો અર્થ–સાધુ-સાધ્વીઓએ રાત્રે, સંધ્યા સમયે તથા સૂર્યોદય પહેલાં, વસ્ત્ર, પાત્ર, કામલ. પાદBછન તથા રજોહરણ અથવા પંજણી (છો) ગ્રહણ કરવા નહિ, પણ કદાચ એ વસ્તુઓ ચોરાઈ ગયેલ હોય તે તે લઈ શકે છે. એજ વાત સૂત્રકાર કહે છે–“ની રોgિr'' ઇતિ (સૂ૦૧૪).
અશન આદિ પણ રાત્રે લેવું નહિ કલ્પે તે બતાવવામાં આવે છે–નો શg' ઈત્યાદિ.
સાધુ-સાધ્વીનાં રાત્રાશનપાનાદિ નિષેધઃ .
મૂલનો અર્થ-સાધુ-સાધ્વીઓએ રાત્રીના સમયે, અશન, પાન, ખાદ્ય, સ્વાદ્ય પદાર્થો, ઔષધ, ભેષજ-દવા તથા લેપ' વિગેરે ચીજે ગ્રહણ કરવી નહિ (સૂ૦૧૫)
ટીકાને અર્થે –સાધુ-સાધ્વીને અશનાદિ ચાર પ્રકારને આહાર અને ઔષધ ભેષજ વિગેરે તથા એવી બીજી ચીજો, તેમ જ “લેપ' કરવા યોગ્ય વસ્તુઓ ગ્રહણ કરવાનું કલ્પ નહિ ( સૂ૦૧૫)
જે સ્થળે સમૂહભેજન થતું હોય ત્યાં પણ ભેજન લેવાના ઈરાદાથી સાધુ-સાધ્વીઓએ જવું નહિ તે કહે છે–નો વધુ ઈત્યાદિ.
સાધુ-સાધ્વીનાં સાપવાદ સંખડિભોજન નિષેધઃ |
મૂલનો અર્થ_એક સ્થળેથી બીજા સ્થળે જતાં હોય તે સિવાય કોઈ પણ પ્રસંગે સાધુ-સાધ્વીઓને સમૂહભેજન’ માં આહાર અર્થે જવું કપે નહિ (સૂ૦૧૬)
ટીકાને અર્થ-જ્યાં છએ કાયના જીવોની વિરાધના થતી હોય તેને “સંખડી” અગર “જ્ઞાતિભોજન” કહે છે. જ્યાં “સંરંભ-આરંભ-સમારંભ” થતાં હોય તે “ભોજન” ને “સંઘ-જ્ઞાતિ કેમ, પરગણું, ગામધૂમાડાબંધ જમણ કહે છે. આવા “જમણવાર' માં સેંકડો માણસો એકત્રિત થઈ જમે છે. “સંભ” એટલે ચીજ વસ્તુઓ
યા પર એકત્ર કરવી તે. ‘આરંભ’ એટલે એકઠી કરેલી વસ્તુઓને તેડી–ફડી-દળી-ચૂર્ણ કરી તયાર માલ મલીદો કરે છે. “સમારંભ’ એટલે ઉપરની ચીજોને મોટા પાયા પર અગ્નિ તેયાર કરી પકાવવી તેનું અસલ સ્વરૂપ ફેરવવું ને ઉપભોગ માટે લાયક બનાવવું તે છે. સાધુ-સાધ્વીઓને જાણીજોઈને જમણવારના પ્રસંગે જવું નહિ. કદાચ વિહાર કરતાં “જમણવાર’ નું સ્થળ આવી જાય તે યત્નાપૂર્વક જવામાં દોષ નથી આ આશય વ્યક્ત કરવા સૂત્રકાર કહે છે કે- “ નજન્ય વિદામ ” ઈતિ (સૂ૦૧૬).
શ્રી કલ્પ સૂત્ર: ૦૧